જીલ્લો : પોરબંદર



    જીલ્લામથક :
    પોરબંદર

    જીલ્લાની રચના :
    2 ઓક્ટોબર, 1997ના રોજ જુનાગઢ જીલ્લામથી પોરબંદર જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ : જુનાગઢ જીલ્લો
    પશ્ચિમ : દેવભૂમિ દ્વારકા
    ઉત્તર : જામનગર અને રાજકોટ જીલ્લો
    દક્ષિણ : અરબા સાગર

    ક્ષેત્રફળ :
    ૨૨૯૮ ચો.કિ.મી.

    તાલુકાઓ :
    પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા

    વિશેષતા :
  • ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.
  • "સુદામા મંદિર" ના કારણે પોરબંદર "સુદામા નગરી" તરીકે ઓળખાય છે.
  • પોરબંદર જીલ્લાના નવીબંદરથી જુનાગઢ જીલ્લાના માણાવદર સુઘીનો પ્રદેશ "ઘેડ" તરીકે પણ ઓળખાય છે.
  • "મોછા" ગામ બાયોવિલેજ તરીકે જાણીતું છે.

  • નદીઓ :
    ભાદર, મીનસર, ઓઝત અને ઉબેણ

    પર્વત :
    બરડો

    બંદરો :
    પોરબંદર અને નવીબંદર

    પાક :
  • ઘેડ પ્રદેશમાં મગફળીનો પાક થાય છે.
  • કપાસ, શેરડી, ડુંગળી, બાજરી, જુવાર, કઠોળ વગેરના પાક પણ અહી થાય છે.

  • અભયારણ્ય :
  • બરડા અભયારણ્ય જે રાણાવાવ તાલુકામાં આવેલું છે.
  • પોરબંદર પક્ષી અભયારણ્ય જે પોરબંદર તાલુકામાં આવેલું છે.

  • ખનીજ :
    દરિયાકિનારા પાસેથી ચૂનાનો પથ્થર અને ચુનાયુક્ત રેતી મળે છે.