જીલ્લો : પાટણ
- જીલ્લામથક :
- પાટણ
- જીલ્લાની રચના :
- ઈ.સ. 2000માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી પાટણ જીલ્લાની રચના કરવામાં આવી હતી.
- સ્થાન અને સીમા :
- પૂર્વ :મહેસાણા જીલ્લો
- પશ્ચિમ :કચ્છ જીલ્લાનું કચ્છનું નાનું રણ અને મોટું રણ
- ઉત્તર :બનાસકાંઠા જીલ્લો
- દક્ષિણ :સુરેન્દ્રનગર જીલ્લો
- ક્ષેત્રફળ :
- ૫૭૫૦ ચો.કિ.મી.
- તાલુકાઓ :
- પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી, ચાણસ્મા, હારીજ , સિધ્ધપુર, શંખેશ્વર અને સરસ્વતી
- વિશેષતા :
- ચાવડા યુગ, સોલંકી યુગ, વાઘેલાવંશ, દિલ્લી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાસન દરમિયાન "પાટણ" ગુજરાતની રાજધાની રહયું હતું.
- ગુજરાતનો સૌપ્રથમ બયોગેસ પ્લાન્ટ "મેથાણ"માં સ્થપાયો છે.
- મેથાણમાં સૌર ઊર્જા પ્લાન્ટ નખતાં મેથાણ સુઅર ઊર્જાથી રાત્રી પ્રકાશ મેળવતું ભારતનું પ્રથમ ગામ બન્યું છે.
- બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ "વઢિયાર" કહેવાય છે. અહીંની "વઢિયારી ભેંસ" અને "કાંકરેજી ગાય" પ્રખ્યાત છે.
- ગુજરાતનો સૌથી મોટો અને સૌપ્રથમ સોલર પાર્ક "સુર્યતીર્થ" "ચારણકા" ગામમાં છે.
- નદીઓ :
- બનાસ, સરસ્વતી, રૂપેણ, પુષ્પાવતી, ઉમરદાસી અને અર્જુની
- નદી કિનારે વસેલાં શહેર :
- પાટણ અને સિધ્ધપુર (સરસ્વતી નદી)
- પાક :
- ઇસબગુલની સૌથી વધુ ખેતી થાય છે.
- આ ઉપરાંત જીરું, બાજરી, જુવાર, ઘઉં, બટાકા, વરિયાળી, એરંડા, તલ વગેરે પાકોની પણ ખેતી થાય છે
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ:
- ૨૭ અને ૬૮ (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ જીલામાંથી પસાર થાય છે.
- વાવ :
- રાણીકી વાવ, પાટણ
_______________________***********_______________________