Home ગુજરાતના જિલ્લા જીલ્લો : વડોદરા
જીલ્લો : વડોદરા
જીલ્લો : વડોદરા
પ્રાચીન નામ
→ વટ પટ્ટક
→ વટપુર
જીલ્લામથક
→ વડોદરા
જીલ્લાની રચના
→ ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે વડોદરા જીલ્લાની રચના કરવામાં આવી હતી.
જીલ્લાની સીમા
→ પૂર્વ : છોટા ઉદેપુર જીલ્લો : More inforamation : Clik Here
→ પશ્વિમ : આણંદ જીલ્લો : More inforamation : Clik Here
→ ઉત્તર : ખેડા અને પંચમહાલ જીલ્લો
→ દક્ષિણ : નર્મદા અને ભરૂચ જીલ્લો
ક્ષેત્રફળ
→ ૪૩૧૨ ચો.કિ.મી.
તાલુકાઓ
→ વડોદરા સાવલી વાઘોડિયા પાદરા કરજણ ડભોઇ ડેસર
નદીઓ
→ વિશ્વામિત્રી
→ ઢાઢર
→ ઓરસંગ
→ હિરણ
→ ગોમા
→ મેસરી
→ ભૂખી
→ ભારાજ
→ મહી
નદીકિનારે વસેલાં શહેર
→ વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે.
→ ચાંદોદ, નારેશ્વર, માલસર જે નર્મદા નદીનાં કિનારે વસેલાં છે.
સિંચાઈ યોજના
→ વડોદરા નજીક આજવામાં વિશ્વામિત્રી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, તે વડોદરા શહેરને પાણી પૂરું પાડે છે.
ડેરી ઉદ્યોગ
→ બરોડા ડેરી
પાક
→ મગફળી, કપાસ, બાજરી, જુવાર, ડાંગર, ઘઉં વગેરે પાક થાય છે.
ખનીજ
→ ચૂનાનો પથ્થર અને કેલ્સાઇટ મળી આવે છે.
ઉદ્યોગો
→ ગરમ કપડાનો ઉદ્યોગ વિકસ્યો છે.
→ બાજવા : ઈ.સ. ૧૯૬૨માં રસાયણિક ખાતર બનાવવાનું એશિયાનું સહકારી ધોરણે ચાલતું સૌથી મોટું કારખાનું "ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એંડ કેમિકલ્સ" (જી.એસ.એફ.સી.) ની સ્થાપના કરવામાં આવી હતી.
→ ઈ.સ. ૧૯૬૫માં કોયલીમાં ખનીજ તેલ શુધ્ધિકરણની રિફાયનરી સ્થાપવામાં આવી હતી.
→ ઈ.સ. ૧૯૬૯માં ભારતમાં સૌપ્રથમ "ઇન્ડિયન પેટ્રોકેમીકલ્સ કોર્પોરેશન લીમીટેડ" (આઈ.પી.સી.એલ.) ની સ્થાપના કરવામાં આવી હતી.
→ વડોદરામાં એલેમ્બિક નું દવા બનાવવાનું નું કારખાનું છે.
→ વાઘોડિયામાં "ગુજરાત સાઈકલ્સ લીમીટેડ" નું સાઇકલ બનાવવાનું કારખાનું છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ
→ ૪૮ (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે. નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર ૧ વડોદરાને અમદાવાદથી જોડે છે.
વાવ
→ નવલખી વાવ
તળાવ
→ વડોદરા : આજવા તળાવ, સૂરસાગર તળાવ, મહમદ તળાવ, તરસાળી તળાવ, ધોબી તળાવ
→ ડભોઈ : વઢવાણા તળાવ
મ્યુઝિયમ
→ મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી - રાજ્ય કક્ષાનું સૌથી મોટું મ્યુઝિયમ
→ મહારાજા ફતેહસિંહરાવ - કલાવિષયક મ્યઝિયમ
→ મેડિકલ કોલેજ
→ એમ .એસ યુનિવર્સિટી - પુરાતત્વ વિષયક મ્યુઝિયમ
→ હેલ્થ
મહેલ
→ ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે.
→ પ્રતાપવિલાસ પેલેસ
→ નજરબાગ પેલેસ
→ મકરપુરા પેલેસ
મહત્વના ગ્રંથાલય અને લાઈબ્રેરી
→ હંસા મહેતા ગ્રંથાલય
→ જયસિંહરાવ ગ્રંથાલય
→ સેંટ્રલ લાઈબ્રેરી
→ પ્રાચ્ય વિદ્યામંદિર
→ શ્રી મુક્તિકમળ મોહન જ્ઞાનભંડાર
મહત્વના સ્થળો
કાયાવરોહણ
→ કાયાવરોહણનું પ્રાચીન નામ : કારવણ
→ પશુપત સંપ્રદાયના અને શિવના અવતાર એવા ભગવાન લકુલીશનું મંદિર આવેલું છે.
→ પશુપત સંપ્રદાયના અને શિવના અવતાર એવા ભગવાન લકુલીશને શિવના 28માં અવતાર માનવમાં આવે છે.
→ શ્રી કૃપાલનંદજી સ્વામીએ આ મંદિરનો પુન:રુદ્ધાર કર્યો છે.
ચાંદોદ
→ "દક્ષિણ ગુજરાતના કાશી" તરીકે ઓળખાતું કરનાળી પૌરાણિક અને પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે.
→ નર્મદા નદીના કિનારે આવેલું ચાંદોદ પિતૃઓની શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે.
→ અહીં, નર્મદા, ઓરસંગ અને કરજણ નદીઓનો સંગમ થાય છે.
→ ચાંદોદમાં કુબેરેશ્વરની મંદિર, કરનાળી મહાદેવનું મંદિર, દક્ષિણામુર્તિ તેમજ ગણપતિ, ગાયત્રી હાટકેશ્વર, ગરુડેશ્વર જેવાં મંદિરો દર્શનીય છે.
→ ગુજરાતી ભાષાના ઉત્તમ ઊર્મિકાવી દયારામનો જન્મ ચાંદોદમાં થયો હતો.
ડભોઈ
→ ડભોઈનું પ્રાચીન નામ : દર્ભવતી
→ અહીં આવેલો ડભોઈનો કિલ્લો જાણીતો છે.
→ ડભોઈનો કિલ્લાનો આકાર સ્વસ્તિક જેવો છે.
→ વિશલદેવ વાઘેલાના સમયમાં આ કિલ્લો બંધાયો હતો.
→ ડભોઇના કિલ્લાનો નાશ ઉલુઘખાને કર્યો હતો.
→ કિલ્લાનો મુખ્ય શિલ્પી - હીરાધર અને દેવી શિલ્પી હતા.
→ પૂર્વ દરવાજો : હીરા ભાગોળ (હીરા નામના સલાટના નામ પરથી)
→ પશ્વિમ : વડોદરિ ભાગોળ
→ ઉત્તરે : મહુડી ભાગોળ
→ દક્ષિણ : નાંદોરી ભાગોળ
→ હીરાએ તેની પ્રેમિકાની યાદમાં બંધવેલું તેન તળાવ તેમજ નાગેશ્વર તળાવ અને બીબીની બગિ જાણીતી છે.
→ કવિ દયારામની કર્મભૂમિ
નારેશ્વર
→ અહીં નર્મદા કિનારે શ્રી રંગઅવધૂત મહારાજનો આશ્રમ આવેલો છે.
કોયલી
→ ઈ.સ. ૧૯૬૫માં કોયલીમાં ખનીજ તેલ શુધ્ધિકરણની રિફાયનરી સ્થાપવામાં આવી હતી.
→ અંકલેશ્વરમાંથી નીકળતા ખનીજ તેલને આ રિફાઈનરીમાં શુદ્ધ કરવામાં આવે છે.
માલસર
→ અહીં પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે.
→ જ્યાં ડોંગરેજી મહારાજે બીલીના વૃક્ષ નીચે બેસીને કથા કરી હતી.
ડભોઈનું યુદ્ધ
→ બાજીરાવ પેશ્વા અને સરસેનાપતિ ત્ર્યબંકરાવ દાભાડે વચ્ચે ઈ.સ. 1731 ની 1 લી એપ્રિલના રોજ ડભોઈ પાસે યુદ્ધ ખેલાયું જે "ડભોઈનું યુદ્ધ" કહેવાયું.
→ આ યુદ્ધમાં ત્ર્યબંકરાવ દાભાડે માર્યા ગયા હતા. .
માંડવી ગેટ
→ વડોદરામાં સુલતાન મુઝફર દ્વારા બંધાવેલ માંડવી ગેટના ચાર બાજુના દરવાજાના નામ નીચે મુજબ છે.
→ લહેરીપુરા દરવાજા પાણી દરવાજો ચાંપાનેરી દરવાજો બરાનપૂરી દરવાજો
વિશેષતા
→ વડોદરા મહેલોના શહેર તરીકે જાણીતું છે.
→ વડોદરા ગાયકવાડ રાજ્યની રાજધાની હતી.
→ વડોદરા ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રસિદ્ધ છે.
→ વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી પ્રખ્યાત છે.
→ ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો રેગુર પ્રકારની જમીનવાળો પ્રદેશ કાનમ તરીકે ઓળખાય છે.
→ ઈ.સ. ૧૯૩૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ગુજરાત રાજ્યનું સૌપ્રથમ રેડીયો સ્ટેશન શરુ કર્યું હતું.
→ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ ફરજીયાત કર્યું હતું.
→ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી હતી.
→ ગુજરાતનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન વડોદરા છે.
→ વડોદરામાં આવેલા કિર્તિ મંદિરની દીવાલ પર ગીતાનાં દ્રશ્યો ચિત્રિત છે જે નંદલાલ બોઝ દ્વારા દોરવામાં આવ્યા હતા.
→ સૂરસાગર તળાવ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય આવેલું છે.
→ ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન "નિષ્કલંક માતાનું ધામ" આવેલું છે.
→ ન્યાયમંદિર પાસે મુકાયેલી શાહિદ ભગતસિંહનિપરતીમાં ગુજરાતમાં એકમાત્ર પ્રતિમા છે.
→ પશ્વિમ રેલવેમાં સૌપ્રથમ મહિલા ગાર્ડ તરીકે નિયુક્તિ પામનાર વડોદરાના કારેલી બાગની શિપ્રા ઘોષ હતી.
→ પ્રમાનંદે "વીરક્ષેત્ર વડોદરા" એમ ઉલ્લેખ કર્યો હતો.
→ એક સમયનું સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું રાજ્ય પ્રેમાનંદે કરેલું "વીર વડોદરું " એટલે આજનું "મહેલોનું શહેર" અને ગુજરાતની સંસાકરી નગરી છે.
→ વડોદરામાં ઐતિહાસિક ઈમારતો જેવી કે ન્યાયમંદિર અને કીર્તિ મંદિર આવેલી છે.
→ જૂનું વડોદરા ચાર દરવાજા વચ્ચે આવેલું હતું. આ દરવાજા લહેરીપુરા દરવાજા તરીકે જાણીતા છે.
→ ગુજરાતની સૂયાથી મોટી સેંટ્રલ લાઈબ્રેરી વડોદરામાં આવેલી છે.
→ ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેકટરી વડોદરામાં ત્રિભુવનદાસ ગજજરે સ્થાપી હતી.
→ વડોદરાના ગોરજ ખાતે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર આવેલું હતું.
→