ઇ.સ. 1713 માં રાજા ઉદયસિંહે છોટાઉદેપુરની રચના કરી હતી
ઇ.સ. 1857 માં તાત્યા ટોપે (રામચંદ્ર પાંડુરંગ ટોપે) છોટાઉદેપુરને લૂટયું હતું. ગુજરાતમાં તેઓ ટહેલદાસ નામ ધારણ કરીને રહેતા હતા.
૧૫ ઓગાષ્ટ, ૨૦૧૩ના રોજ વડોદરા જીલ્લામાંથી છોટાઉદેપુર જીલ્લાની રચના કરવામાં આવી.
સ્થાન અને સીમા :
પૂર્વ : મધ્યપ્રદેશ રાજ્ય
પશ્ચિમ : વડોદરા જીલ્લો
ઉત્તરે :પંચમહાલ અને દાહોદ જીલ્લો
દક્ષિણ : નર્મદા જીલ્લો અને મહારાષ્ટ્ર રાજ્ય
ક્ષેત્રફળ :
૩૨૩૭ ચો.કિ.મી.
તાલુકાઓ :
છોટાઉદેપુર
જેતપુર-પાવી : માખણિયો ડુંગર. સુખી ડેમ અને તોળાઈ માતાનું મંદિર આવેલું છે.
કવાંટ : કવાંટનો મેળો ધૂળેટીના ત્રીજા દિવસે ભરાય છે. કવાંટ મેણ નદીના કિનારે આવેલું છે.
નસવાડી
સંખેડા અને
બોડેલી : જંડ હનુમાન નું મંદિર આવેલું છે.
વિશેષતા :
એશિયામાં સૌથી વધારે ફ્લુઅરસ્પારનો જથ્થો આ જીલ્લામાંથી (આંબાડુંગર, ડુંગરગામ, નૈતિની ટેકરીમાથી) મળી આવે છે.
કડીપાણીમાં ફ્લુઅરસ્પારના શુધ્ધીકરણનું કારખાનું આવેલું છે.
લીલા રંગના આરસ (ડોલોમાઇટ MgCo3) તરીકે ઓળખાતો આરસ આ જીલ્લામાંથી (છુછાપુરામાથી) મળી આવે છે.
છોટાઉદેપુરની ટેકરીઓ વિંધ્ય પર્વતમાળાનો ભાગ છે.
લાકડા પરની કલાત્મક કોતરણી માટે સંખેડા જાણીતું છે. GI ટેગ 2007 -2008 માં આપવામાં આવ્યો હતો.
આ જીલ્લામાં રાઠવા કોમના આદિવાસીઓની સંખ્યા વધારે છે.
રાઠવા કુળના કુળ દેવતા પિઠોરા છે.
રાઠવા કોમના "પીઠારાના ચિત્રો" પ્રખ્યાત છે.
પિઠોરા ચિત્ર કળા માં ઉપયોગમાં લેવાતી માટી મંગળવારે લાવવામાં આવે છે અને બુધવારે સવારમાં દોરવામાં આવે છે. આ ચિત્રકલામાં વધારે લગ્ન સાથે સંબંધિત ચિત્રો હોય છે.
પિઠોરા ચિત્રકળા દોરવામાં નિષ્ણાતને "લાખારા ચિતારા" કહેવાય છે.
પિઠોરા ચિત્રકળામાં દીવાલ પર ઢોળ કરવાનું કામ કૂવારી છોકરીઓ કરે છે.
પિઠોરા ચિત્રકળા દરમિયાન ખીચડીનો પ્રસાદ કુવરા છોકરા ધ્વારા બનાવવામાં આવે છે.
હાંફેશ્વર પાસે નર્મદા નદી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશે છે.
હાંફેશ્વર (કવાંટ તાલુકામાં આવેલું છે) ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યના સંગમ સ્થાને છે.