→ રણજીત સાગર બંધ નાગમતી નદી પર જામનગર પાસે બાંધવામાં આવ્યો છે.
→ ઊંડ બંધ ઊંડ નદી પર બાંધવામાં આવ્યો છે.
પાક
→ મગફળી, કપાસ, બાજરી, જુવાર, ડુંગળી, ઘઉં, બટાકા
ખનીજ
→ ગુજરાતમાં સૌથી વધુ બોકસાઈટ અને ચિરોડી (જિપ્સમ) જામનગરમાંથી મળી આવે છે.
→ આ ઉપરત્ન ચૂનાનો પથ્થર મળી આવે છે.
ઉદ્યોગ
→ સચાણામાં જહાજ ભાગવાનો ઉદ્યોગ
→ ભારતની સૌથી મોટી ખાનગી માલીકીની તેલ સંશોધન રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મોટી ખાવડી (સિક્કા)માં આવેલી છે.
અભયારણ્ય
→ સામુદ્રિક જીવસૃષ્ટિ અભ્યારણ્ય, તા. – જામનગર
→ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, તા. – જોડિયા
→ મરીન નેશનલ પાર્ક, પિરોટન
ડેરી
→ જામનગર ડેરી
ડુંગર
→ સતિયાદેવ ડુંગર
→ વેણુ
→ ગોપની ટેકરી
બંદર
→ સિક્કા
→ બેડી
→ સચાણા
→ જોડિયા
મહેલ
→ લખોટા મહેલ : જામનગર
→ વિભા પેલેસ
→ પ્રતાપ પેલેસ
તળાવ અને સરોવર
→ રણમલ (લખોટા) તળાવ : જામનગર
→ રણજીત સાગર : જામનગર
યુનિવર્સિટી
→ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી : જામનગર
સંશોધન સંસ્થા
→ મિલેટ રિસર્ચ સ્ટેશન : જામનગર
મ્યુઝિયમ
→ જામનગર મ્યુઝિયમ ઓફ એંટીક્વિટીઝ : જામનગર
મહત્વના સ્થળો અને તેમની વિશેષતા
જામનગર
→ કાઠિયાવાડનું રત્ન, સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખાતું શહેર.
→ ઈ.સ. 1540માં કચ્છથી આવેલા જામરાવળે વસાવ્યું.
→ “નવાનગર સ્ટેટ” તરીકે ઓળખાતું આ રાજ્ય સૌરાષ્ટ્રનું સૌથી સમૃદ્ધ રાજ્ય બન્યું.
→ નવા રાજ્યનું આયોજન ઈ.સ. 1914માં જામ રણજીતસિંહ દ્વારા કરવામાં આવ્યું.
→ જામ રણજીતસિંહની યાદમાં જ આજે ભારતની ક્રિકેટની રમતમાં “રણજી ટ્રોફી” રમાય છે.
→ જામનગરના અમરસિંહ નકુમ ભારતના સૌરપ્રથમ ફાસ્ટ બોલર હતા.
→ આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી અહીં વસ્યા હતા અને તેમના દ્વારા ઝંડુ ફાર્મસીની સ્થાપના કરવામાં આવી હતી.
→ આ ઉપરાંત 1967માં સ્થપાયેલી આયુર્વેદ યુનિવર્સિટી અને ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ આવેલી છે.
→ જામનગર સેનાની ત્રણેય પાંખની તાલીમશાળાઓ આવેલી છે.
→ જેમાં બાલાછડીમાં ભૂમિદળ “સૈનિકશાળા” આવેલી છે.
→ વાલસુરામાં નૌકાસેના તાલીમશાળા આવેલી છે.
→ બેડીમાં હવાઈદળની તાલીમશાળા આવેલી છે.
→ જામનગરનું “માણેકબાઈ મુક્તિધામ” સ્મશાનગૃહ દેવી – દેવતાઓની પ્રતિમાઓના કારણે દેશભરમાં જાણીતું છે.
→ જામ સાહેબે સૌર ચિકિત્સા માટે વર્ષો પહેલાં બંધાવેલું સોલેરિયમ ઉપરાંત ખંભાળિયો દરવાજો, વિભા પેલેસ, પ્રતાપવિલાસ પેલેસ જોવાલાયક છે.
→ વર્તમાન જામનગરના દરિયાકિનારે પણ પરવાળાના ટાપુઓનો સમૂહ “પિરોટન ટાપુ” આવેલા છે. પિરોટન ટાપુઓ પાસેથી મોતી આપતી "પર્લફિશ" માછલીઓ મળી આવે છે.
→ જામનગરના કાલાવડ તાલુકામાં “નકલંક રણુજા” ખાતે રામદેવપીરનું મંદિર આવેલું છે.
→ પિરોટન ટાપુઓ અનેક પ્રકારના સાગરીય જીવોમાં સામુદ્રીક આશ્રયસ્થળ હોવાથી આ વિસ્તાર “દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન” તરીકે જાહેર કરાયો છે.
→ પિત્તળની હાથકારીગરીની બનાવટો માટે જામનગર ભારતમાં જાણીતું છે.
→ જામનગરના રાજા દિગ્વિજયસિંહે જામનગરને ભારતીય સંઘમાં જોડયું હતું.
→ જામનગરના મહારાજા જામસાહેબના સહકારથી “સર પીટર સ્કોટ નિ: શુલ્ક બર્ડ હોસ્પિટલ” શરૂ કરવાં આવી જેમાં પક્ષીઓની બિમારીનું નિદાન કરી શરવાર કરાય છે.
→ પક્ષી હોસ્પિટલ દેશનું પ્રથમ ICU શરૂ કરવામાં આવ્યું છે.
→ જામનગરના બાંધણી, મેષ, કંકુ, ચાંદીના વાસણો જાણીતાં છે.
સિક્કા
→ ભારતની સૌથી મોટી ખાનગી માલીકીની તેલ સંશોધન રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મોટી ખાવડી (સિક્કા)માં આવેલી છે.
→ સિક્કા નજીક ખાવડી ખાતે રિલાયન્સની પેટ્રોલિયમની રિફાયનરી આવેલી છે. જે ભારતની સૌથી મોટી “તેલ સંશોધન પ્રયોગશાળા” અથવા “પેટ્રોલિયમ રિફાયનરી” છે.
શહીદ વન
→ જામનગર જિલ્લાના ઘ્રોલ તાલુકાનાં ભૂચરમોરિ ગામ ખાતે વિજય રૂપાણી દ્વારા શહીદ વનનું ઉદગાટન કરવામાં આવ્યું.
→ અમદાવાદ પર જ્યારે અકબરે આક્રમણ કર્યું હતું ત્યારે બહાદુરશાહે ત્રીજાએ ત્યાંથી ભાગીને જામનગર શરણ લીધું ત્યારે બહાદુરશાહને બચાવવા માટે જામા સતાજી શાઈત સૌરાષ્ટ્રના બધા રજાઓ ભેગા મળી ભૂચરમોરિ ખાતે અકબરના સુબા મિર્ઝા અજીઝ કોકાની સામે યુદ્ધ કર્યું અને શાઈદ થયા, તેમની યાદમાં ભૂચરમોરીમાં ખાંભીઓનું નિર્માણ કરાવ્યું હતું.
→ ભૂચરમોરિને ગુજરાતની યુદ્ધભૂમિ તથા ગુજરાતનું પાણીપત કહેવામાં આવે છે.
લખોટા ટાવર
→ ઈ.સ. 1839માં જામ રણમલજી દ્વારા ભીષણ દુષ્કાળની આપત્તિ સામે લોકોને રાહત તથા પાણી મળી રહે તે હેતુથી લખોટા તળાવ બનાવ્યું. જેની વચ્ચે એક ટાવર બનાવ્યું, જે લખોટા ટાવર અને લખોટા મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.
ભૂજિયો કોઠો
→ ભૂજિયો કોઠો એ જામનગરની ઐતિહાસિક ઈમારત છે. તેની સ્થાપના નદી માર્ગે થતાં હુમલાઓથી નગરની રક્ષા કરવા માટે થઈ હતી. તેનો ઉપયોગ સૈન્ય માટે જ થતો હતો. ત્યાં સામાન્ય નાગરિકોને જવાની મનાઈ હતી, પરંતુ આઝાદી બાદ તેનો જોવાલાયક સ્થળ તરીકે વિયાક્સ કરવામાં આવ્યો છે.
→ આ ઉપરાંત બોહરા હઝીરા, બેટદ્વારકા, બાલાછડી બીચ, BAPS સ્વામિનારાયણ મંદિર અને માણેકબાઈ મુક્તિધામ જોવાલાયક છે.
વિશેષતા
→ નવાનગર સ્ટેટ ટીમ ગુજરાતની પ્રથમ ટીમ હતી, જે રણજી ટ્રોફી જીતી હોય.
→ જામ રણજીતસિંહ નામ પરથી રણજી ટ્રોફી રમાય છે.
→ બાંધણી, મેશ અને કંકુ, ચાંદીના વાસણો માટે જામનગર જાણીતું છે.
→ જામનગર શહેર "સૌરાષ્ટ્રનું પેરીસ", "છોટા કાશી" અને "કાઠીયાવાડનું રત્ન" નામથી પણ ઓળખાય છે.
→ જામનગરના રાજા દિગ્વિજયસિંહે જામનગરને ભારતીય સંઘમાં જોડ્યુ હતું.
→ અકબરના સુબા મિર્ઝા અજીઝ કોકાએ જામનગરના ઘ્રોલ ગામે આક્રમણ કર્યું, ત્યારે ગુજરતના કેટલાંક વીરો શહીદ થઈ ગયા હતા, તેમની યાદમાં ઘ્રોલ ગામે શહીદવન બનાવવામાં આવ્યું.
→ શહીદવન વિજય રૂપાણી દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યું.
→ જામનગર જીલ્લામાં "સતીયાદેવ" પર્વત છે.
→ ભારતની સૌથી મોટી ખાનગી માલિકીની તેલ સશોધન રિફાયનરી "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ" આ જીલ્લામાં છે.
→ અલંગ ઉપરાંત સચાણા બંદરે પણ જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે.