Ad Code

Narmada River | નર્મદા નદી


નર્મદા નદી



પ્રાચીન નામ:

→ રેવા
અન્ય નામ :

→ મૈકલકન્યા

→ ઉદભવસ્થાન :

→ છત્તીસગઢના બિલાસપુર જીલ્લામાં વિંધ્યાચલ પર્વતમાળાની 1150 મીટર ઊંચાઈએ અમકંટકના ડુંગરમાંથી રેવારૂપે અને મધ્યપ્રદેશમાં સાતપુડાના મૈકલ પર્વતમાંથી નર્મદા મધ્યપ્રદેશમાં માંડલા નામના સ્થળે ભેગી મળી નર્મદા નદી તરીકે ઓળખાય છે.

નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ :

→ હાંફેશ્વર જિલ્લો છોટાઉદેપુર ખાતે ગુજરાતમાં પ્રવેશ કરે છે.

અંતિમસ્થાન :

→ અલિયા બેટ પાસે ખંભાતના અખાતમાં સમાઈ જાય છે.

કિનારાના શહેર :

→ હાંફેશ્વર, સુલપાણેશ્વર, શુક્લતીર્થ, ચાંદોદ, કરનાળી, માલસર, ભરૂચ, નારેશ્વર, આલિયા બેટ

લંબાઇ :

→ નર્મદા નદીની કુલ લંબાઇ આશરે 1321 કિલોમીટર છે.

→ જ્યારે ગુજરાતમાં તેની લંબાઇ આશરે 160 કિલોમીટર જેટલી છે.


બંધ :



→ નર્મદા ડેમ અને સરદાર સરોવર

→ જીતગઢ યોજના

→ નર્મદા સાગર યોજના (મધ્યપ્રદેશ)


વહેણ:



→ હાંફેશ્વર (છોટાઉદેપુર)

→ નર્મદા

→ વડોદરા

→ ભરૂચ


કિનારાના ધાર્મિક સ્થળો



→ હાંફેશ્વર

→ સુલપાણેશ્વરમાં મોખડી ઘાટ (સુલપાણઘોધ)

→ કુમારપાળે બંધાવેલ ભરૂચનો કોટ

→ કબીરવડ

→ અલિયા બેટ

→ નારેશ્વર

→ રંગઅવધૂધનો આશ્રમ


નર્મદા નદીની સહાયક નદી



→ કરજણ

→ ઓરસંગ ઊછ

→ હિરણ

→ કાવેરી

→ અમરાવતી

→ ભૂખી


નર્મદા નદીની વિશેષતા



→ નર્મદા નદીનો 87% ભાગ મધ્યપ્રદેશ, 11.5% ભાગ ગુજરાતમાં અને 1.5% ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે.

→ નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે.

→ પૂર્વથી પશ્વિમ બાજુ વહેવાવાળી ભારતની સૌથી મોટી નદી છે.

→ નર્મદા મુખત્રિકોણ બનાવતી નથી સીધી ખંભાતના અખાતને મળી જાય છે.

→ નર્મદાનાં મુખપ્રદેશમાંથી 40 કિલોમીટર અંદરના વિસ્તર સુધી દરિયાની ભરતી જોવા મળે છે.

→ નર્મદાનાં મુખથી ભરૂચ સુધી મોટા વહાણો અને ઝગડિયા સુધી નાના વહાણો ફરી શકે છે.

→ નર્મદા નદીને શંકરાચાર્યએ “નમામિ દેવી નર્મદા” કહી છે.

→ બળવંતરાય ઠાકોર રચિત પ્રથમ સોનેટ “ભણકારા” એ નર્મદા નદીના તટ પર આધારિત છે.

→ ધ્રુવકુમાર પંડ્યા અને નંદિની પંડ્યા દ્વારા લખવામાં આવેલું પુસ્તક જીલ્યો મે પડકાર એ નર્મદા નદી પર આધારિત છે.

→ “પૂજ્ય મોટા” તરીકે જાણીતા બનેલા ચુનીલાલ ભાવસાર નર્મદા નદીમાં પોતાનો જીવનો ત્યાગ કરવા આવ્યા અને બચી જતાં તે પૂજ્ય મોટા તરીક ઓળખાયા.

→ આ નદી કિનારે દર 18 વર્ષે ભાડભૂતનો મેળો ભરાય છે.

→ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ નદી દ્વારા પાણી પહોચડાવા માટે સરકારશ્રીએ સૌની યોજન ા શરૂ કરી છે.

→ મધ્યપ્રદેશ સરકાર દ્વારા નદીના રક્ષણ અર્થતે નર્મદા યાત્રા શરૂ કરી કરાઇ છે.

→ મધ્ય પ્રદેશમાં 20 ડિસેમ્બર, 1980 થી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રચના કરવામાં આવી છે.

→ નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં બાંધવામાં આવેલ નર્મદા સાગર બંધને ઈન્દિરા સાગર બંધ પણ કહે છે.

→ નર્મદા નદી પર મધ્ય પ્રદેશના જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં કોતરો જોવાલાયક છે.

→ નર્મદા નદી પર કપિલધારા જળધોધ આવેલ છે.

→ સર્પાકાર વહનના કારણે માર્ગમાં બેટાની રચના જેમાં કબીરવડ, શુક્લતીર્થ તથા મુખપ્રદેશમાં આલિયા બેટ આવેલો છે.

→ નર્મદા નદીની સૌથી મોટી સહાયક નદી તવા નદી છે જે મધ્યપ્રદેશના હોશંગાબાદના બંદ્રાગામે નીકળે છે.

→ ગંગા નદી પછી નર્મદા નદીને સૌથી પવિત્ર નદી ગણવામાં આવે છે.

→ કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને નર્મદાના કાંઠે બનેલા પથ્થરોને બનાસ કહે છે. જે શિવલિંગ તરીકે પણ પૂજાય છે.

→ તામિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ શિવલિંગ સ્થાપિત છે.

→ ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.

→ નર્મદા નદીના ખીણમાંથી રાજાસોરસ નામના ડાયનાસોરના અવશેષ મળ્યા છે.

→ નર્મદા નદીના કાંઠે આદિ શંકરાચાર્યએ ગુરુ ગોવિંદ ભગવતપાદ પાસે દિક્ષા લીધી હતી.

→ નર્મદા નદી હાંફેશ્વર પાસેથી ગુજરાતનાં મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે.

→ નર્મદા ભારતની પાંચમી વિશાળ નદી છે.

→ નર્મદા જીલ્લામાં સુરપાણેશ્વર પાસે મોખડીઘાટ તરીકે જાણીતો સુરપાણનો ધોધ આવેલો છે. તેનાથી આગળ નવાગામ પાસે સરદાર સરોવર આવેલો છે.

→ નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધથી 3 કિલોમિટર દૂર સાધુ બેટ પાસે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બાનવવામાં આવી છે.

→ આ પ્રતિમાને સ્ટેચ્યુંઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે.

→ મેધા પાટકર નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલી છે.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments