જીલ્લો : વલસાડ


વલસાડ

→ જીલ્લામથક : વલસાડ

જીલ્લાની રચના

→ વલસાડ જિલ્લાની રચના વર્ષ 1966માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી.

જીલ્લાની સીમા

→ પૂર્વ : મહારાષ્ટ્ર રાજ્યનો નાસિક જિલ્લો
→ પશ્વિમ : અરબ સાગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ
→ ઉત્તર : નવસારી જીલ્લો
→ દક્ષિણ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા મહારાષ્ટ્ર રાજ્યનો પાલઘર જિલ્લો

ક્ષેત્રફળ

→ 3008 ચો.કિ.મી.

તાલુકાઓ

→ વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા અને વાપી

નદીઓ

→ ઔરંગા, કોલક, કુંતા, પાર, દમણગંગા અને માન


નદીકિનારે વસેલાં શહેર

→ વલસાડ ઔરંગા નદીના કિનારે વસેલું છે.
→ ઉદવાડા કોલક નદીના કિનારે વસેલું છે.
→ કુંતા કુંતા નદીના કિનારે વસેલું છે.
→ દમણગંગા નદીના કિનારે વાપી શહેર

પર્વત

→ વલસાડ જિલ્લામાં સહ્યાદ્રિની પર્વતમાળા આવેલી છે જેમાં પારનેરાનો ડુંગર મુખ્ય છે.

→ પારનેરા ટેકરીનું સૌથી ઊંચું શિખર વિલ્સન હિલ પરમપુર તાલુકાના પંગારભારી ગામે આવેલું છે.

→ ઈ.સ. 1928માં ધરમપુરના રાજા વિજય દેવજીએ કુદરતી સૌદર્યથી ભરપૂર આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા તેમજ તેના ઉદ્ઘાટન માટે તત્કાલીન મુંબઈના અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને આમંત્રણ આપ્યું હતું. તેથી આ સ્થળને વિલ્સન હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે.


બંદરો

→ સંજાણ બંદર તા. ઉમરગામ

→ ઉમરગામ બંદર તા. ઉમરગામ

→ કોલક બંદર તા. પારડી

→ ઉમરસાડી બંદર તા. વલસાડ

→ મરોલી બંદર તા. ઉમરગામ

→ વલસાડ બંદર તા. વલસાડ


સિંચાઈ યોજના :
→વાપી તાલુકામાંદમણગંગા ડેમ જે દમણગંગા નદી પર આવેલો છે.
→મધર ઇન્ડિયા ડેમ જે ઉમરગામ પાસે અંબિકા નદી પર બાંધવામાં આવ્યો છે.
→ દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં દમણગંગા નદી પર મધુબન ડેમ આવેલો છે.


પાક

→ ચીકુ અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં વલસાડ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

→ આ ઉપરાંત, વલસાડ જિલ્લામાં ડાંગર, જુવાર, બાજરી, શેરડી, દ્રાક્ષ, કઠોળ વગેરેનો પાક થાય છે.

ઉદ્યોગો

→ વાપીમાં 'ઔદ્યોગિક વસાહત' આવેલી છે, જ્યાં પ્લાસ્ટિક, રસાયણો અને ઈલેક્ટ્રોનિકસ ઉદ્યોગ વિકસ્યો છે, આથી વાપી 'ઔદ્યોગિક શહેર' તરીકે જાણીતું છે તથા તે ગુજરાતનો સૌથી વધુ પ્રદુષિત વિસ્તાર ગણાય છે.

→ ઈ.સ. 1952માં રંગ રસાયણ તેમજ દવાના ઉદ્યોગ માટે કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપિત 'અતુલ'નું કારખાનું વલસાડ તાલુકાના અતુલ ગામે આવેલું છે. આથી પારનેરાનો ડુંગર ગુજરાતનો પ્રદૂષિત ડુંગર ગણાય છે.

→ વલસાડ ખાતે વલસાડી સાગ અને લાકડાંનો ઉદ્યોગ વિકસ્યો છે.

→ આ ઉપરાંત, ચર્મ(ચામડા) ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઈમારતી લાકડાંનો ઉદ્યોગ, ઈજનેરી ઉદ્યોગ વગેરે ઉદ્યોગો પણ વલસાડમાં વિકસ્યા છે.


ખનીજ

→ વલસાડ જિલ્લામાં ચૂનાના પથ્થ૨, રેતી, લાલ ફોસ્ફરસ, મરકપુરી સોલ્ટ વગેરે ખનીજો મળે છે.


રાષ્ટ્રીય ધોરી માર્ગ

→ 48 (નવા) નંબરનો (જૂનો 8) રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.


રેલવે સ્ટેશન

→ વલસાડ, વાપી, સંજાણ, ઉમરગામ (દક્ષિણ ગુજરાતનું અંતિમ રેલવે સ્ટેશન) વગેરે.


મ્યુઝિયમ

→ લેડી વિલ્સન મ્યુઝિયમ


વિશેષતા

→ ગુજરાતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ધરમપુરમાં સ્થાપવામાં આવ્યું હતું.

→ રંગરસાયણ ઉદ્યોગ વિકસ્યો હોવાને લીધે વલસાડ એ 'થર્મોપોલી'ના જિલ્લા તરીકે જાણીતું છે.
→ પારસીઓનું પવિત્ર સ્થળ "ઉદવાડા" આ જીલ્લામાં આવેલું છે.

→ "ચીકુ" અને "હાફુસ કેરી" ના ઉત્પાદનમાં આ જીલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

→ વાપી ઔદ્યોગિક નગરી છે.

→ વલસાડ જિલ્લાના વાપી તાલુકાનું 'તીઘરા ગામ' ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે.

→ ધરમપુર ખાતે મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા દ્વારા સ્થાપેલો 'નંદીગ્રામ આશ્રમ' આવેલો છે.

→ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધમપુર અને કપરાડામાં પડે છે તેથી તેને અનુક્રમે ગુજરાતનું ચેરાપુજી અને મોનસિનરમ કહેવામાં આવે છે.

→ વલસાડ જિલ્લો ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે જે ફક્ત એક જ જિલ્લો (નવસારી) સાથે સરહદ ધરાવે છે.

→ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ એ ઉમરગામ, વાપી અને પારડી તાલુકાની સરહદ સાથે જોડાયેલું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે.

→ ગુજરાત રાજ્યના દક્ષિણ સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાક વલસાડ જિલ્લામાં આવેલી છે.

→ આ જિલ્લામાંથી દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર પસાર થાય છે.




_______________________***********_______________________