Ad Code

જીલ્લો : રાજકોટ



    જીલ્લામથક :
    રાજકોટ

    જીલ્લાની રચના :
    ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજકોટ જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    જીલ્લાની સીમા :
    પૂર્વ: બોટાદ જીલ્લો
    પશ્વિમ : જામનગર જીલ્લો અને પોરબંદર જીલ્લો
    ઉત્તર : સુરેન્દ્રનગર જીલ્લો અને મોરબી જીલ્લો
    દક્ષિણ : અમરેલી અને જૂનાગઢ જીલ્લો

    ક્ષેત્રફળ :
    ૭૫૫૦ ચો.કિ.મી.

    તાલુકાઓ :
    રાજકોટ, પડઘરી, લોધિકા, કોટડા સંઘાણી, જસદણ, ગોંડલ, જામ કંડોરણા, ઉપલેટા, જેતપુર, ધોરાજી અને વીંછીયા

    વિશેષતા :
    રાજકોટ સૌરાષ્ટ્રનું શાન તરીકે ઓળખાય છે.
    રાજકોટ ડીઝલ એન્જીન બનાવવાનું ભારતનું અગત્યનું કેન્દ્ર છે.
    રાજકોટ પેંડા, ફરસાણ અને ચીકી માટે પ્રખ્યાત છે.
    ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ “હેમુ ગઢવી નાટયગૃહ” રાજકોટમાં આવેલું છે.

    નદીઓ:
    ભાદર, ગોન્ડલી, આજી, ઘેલા, ફોફળ, મોજ, વેણુ, મચ્છુ, ડેમી, ઉતાવળી, સાતુદડ, ડોંડી

    નદીકિનારે વસેલાં શહેર :
    ધોરાજી, ઉપલેટા, જસદણ અને જેતપુર ભાદર નદીના કિનારે આવેલા છે.
    કોટડા, સાંઘાણી, ગોંડલ ગોંડલી નદીના કિનારે આવેલા છે.
    ઘેલા સોમનાથ જે ઘેલા નદીના કિનારે વસેલુ છે.

    સિંચાઈ યોજના :
    ભાદર બંધ

    ડેરી ઉદ્યોગ :
    ગોપાલ ડેરી

    પાક :
    મગફળી, કપાસ, બાજરી, જુવાર, ડાંગર, શેરડી વગેરે પાક થાય છે.

    અભયારણ્ય :
    હિન્ગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જે જસદણ તાલુકામા આવેલું છે.

    ખનીજ:
    ચૂનાનો પથ્થર અને સીલીકાયુક્ત રેતી મળી આવે છે.

    ઉદ્યોગો :
    વનસ્પતિ ઘી, કાપડ, સાબુ, યંત્રસામગ્રી, ઘડિયાળ, રંગ અને રસાયણો, ખાંડ, ગોળ, જરીકામ, સાડી, બાંધણી વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.

    રાષ્ટ્રીય ધોરી માર્ગ :
    ૨૭ અને ૫૨ (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે.



    _______________________***********_______________________