જીલ્લો : મોરબી
- જીલ્લામથક :
- મોરબી
- જીલ્લાની રચના :
- ૧૫ ઓગાષ્ટ, ૨૦૧૩ના રોજ રાજકોટ , સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લામાંથી મોરબી જીલ્લાની રચના કરવામાં આવી હતી.
- જીલ્લાની સીમા :
- પૂર્વ: સુરેન્દ્રનગર જીલ્લો
- પશ્વિમ : જામનગર જીલ્લો અને કચ્છનો અખાત
- ઉત્તર : કચ્છનું નાનું રણ
- દક્ષિણ : રાજકોટ જીલ્લો
- ક્ષેત્રફળ :
- ૪૮૭૧ ચો.કિ.મી.
- તાલુકાઓ :
- મોરબી, માળિયા-મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ
- વિશેષતા :
- મોરબી “મેંગલોરી નળિયા” અને “ઘડિયાળ ઉદ્યોગ” માટે પ્રખ્યાત છે.
- નવલખી મોરબી જીલ્લાનું એકમાત્ર બંદર છે.
- નદીઓ:
- મચ્છુ, બ્રહ્માણી, મહા અને ડેમી
- નદીકિનારે વસેલાં શહેર :
- મોરબી, વાંકાનેર અને માળિયા
- બંદર :
- નવલખી
- સિંચાઈ યોજના :
- મોરબી પાસે જોધપુરમાં મચ્છુ નદી પર મચ્છુ બંધ બાંધવામાં આવ્યો છે.
- પાક :
- મગફળી, કપાસ, બાજરી, જુવાર વગેરે પાક થાય છે.
- અભયારણ્ય :
- રામપરા અભયારણ્ય જે વાંકાનેર તાલુકામાં આવેલું છે.
- ખનીજ:
- ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી મળી આવે છે.
- ઉદ્યોગો :
- મોરબીમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
- ચિનાઈ માટીનાં વાસણો બનાવવાની “પરશુરામ પોટરી” મોરબીમાં આવેલી છે.
- મોરબીં અને વાંકાનેર મેંગલોરી નળીયાના ઉદ્યોગ માટે જાણીતા છે.
- રાષ્ટ્રીય ધોરી માર્ગ :
- ૨૭ નવા નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે.
_______________________***********_______________________