Ad Code

જીલ્લો :મહેસાણા


જીલ્લો :મહેસાણા



જીલ્લામથક


→ મહેસાણા

જીલ્લાની રચના


→૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે મહેસાણા જીલ્લાની રચના કરવામાં આવી હતી.

સ્થાન અને સીમા :


→ પૂર્વ :સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લો
→ પશ્ચિમ : સુરેન્દ્રનગર અને પાટણ જીલ્લો
→ ઉત્તર : બનાસકાંઠા અને પાટણ જીલ્લો
→ દક્ષિણ : ગાંધીનગર અને અમદાવાદ જીલ્લો


ક્ષેત્રફળ


→ ૪૩૮૪ચો.કિ.મી.


તાલુકાઓ


→ મહેસાણા, સતલાસણ, ખેરાળુ, વડનગર, વિસનગર, વિજાપુર, કડી, બહુચરાજી, ઊંઝા,ગોઝારીયા અને જોટાણા.


RTO


→ GJ-2






યુનિવર્સિટી / વિદ્યાપીઠ


→ ગણપત યુનિવર્સિટી - ખેરવા
→ બા. મો. શાહ ગ્રામ વિદ્યાપીઠ


નદીઓ


→ પુષ્પાવતી
→ રૂપેણ
→ ખારી
→ સાબરમતી - મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવે છે.


નદી કિનારે વસેલાં શહેર


→ પુષ્પાવતી : ઐઠોર , ઉનાવા, મોઢેરા
→ ખારી અને રૂપેણ : મહેસાણા
→ સાબરમતી : તારંગા


સિંચાઈ યોજનાઓ


→ ખેરાળુ તાલુકાના ધરોઈ ગામ પાસે સાબરમતી નદી પર બંધ બાંધવામાં આવેલો છે.

ખનીજ


→ કડી , વિસનગર : ખનીજતેલ, કુદરતી વાયુ
→ વિરપુર અને કોટ : ચિનાઈ માટી
→ વિસનગર કુઈ ગામ : લિગ્નાઈટ કોલસોા


ડુંગર


→ તારંગા ડુંગર - મહેસાણા


તળાવ અને સરોવર


→ વડનગર : શર્મિષ્ઠા તળાવ, ગૌરી કુંડ
→ વિસનગર : દેળીયું તળાવ
→ મોઢેરા : રામકુંડ
→ ગુંજા : ગુંજા તળાવ
→ આખજ : શક્તિકુંડ


વાવ


→ મોઢેરા : ધર્મેશ્વરી વાવ
→ મહેસાણા : 72 કોઠાની વાવ


પાક


→ ઘઉંના વાવેતરમાં મહેસાણા જીલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે.
→ ઘઉંના ઉત્પાદનમાં મહેસાણા જીલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવે છે. (પ્રથમ સ્થાને અમદાવાદ જીલ્લો)
→ જીરૂ, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે.
→ જુવાર, બાજરી, તમાકુ, બટાકા, એરંડા, કપાસ વગેરે પાકોનું ઉત્પાદન થાય છે.


સંશોધન કેન્દ્ર


→ ઘઉં સંશોધન કેન્દ્ર : વિજાપુર
→ મસાલા સંશોધન કેન્દ્ર : જગુદણ
→ એગ્રીકલ્ચરલ રિસર્ચ સ્ટેશન : લાડોલ
→ નેશનલ રિસર્ચ સ્ટેશન ફોર મિડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ : બોરિયાવી


ઉદ્યોગ


→ કડીમાં કપસમાંથી તેલ કાઢવાની મિલનો ઉદ્યોગ
→ વિસનગરમાં તાંબા - પિત્તળનાં વાસણોનો ઉદ્યોગ
→ મારુતિ સુઝુકી પ્લાન્ટ :હાસંલપુર


ડેરી ઉદ્યોગ


→દૂધસાગર ડેરી : ઈ.સ. 1963માં માનસિંહ પૃથ્વીરાજ પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.


મુખ્ય વેપાર કેન્દ્ર


→ ઊંઝા જીરૂના વેપારનું દેશનું મુખ્ય મથક


અભયારણ્ય


→ કડી તાલુકામાં "થોળ પક્ષી અભયારણ્ય" આવેલું છે.


પ્રાદેશિક ઓળખ


ખાખરીયા ટપ્પા : ગાંધીનગર, કડી અને કલોલના વિસ્તાર કે જ્યાં બહોળા પ્રમાણમાં ખનીજ તેલ પ્રાપ્ત થાય છે તે પ્રદેશને ખાખરીયા ટપ્પાનો પ્રદેશ કહે છે.
ગઢવાડા પ્રદેશ :મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકામાં આવેલો પ્રદેશ ગઢવાડા તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં ઘઉંનું વાવેતર વધુ થાય છે.
ચુંવાળ પ્રદેશ : મહેસાણામાં આએલ બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુંવાળ પ્રદેશ તરીકે જાણીતો છે.
થોળ પ્રદેશ : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ થોળ અભ્યારણ્યની આસપાસનો વિસ્તાર થોળ પ્રદેશ તરીકે જાણીતો છે.
વડનગર : પ્રાચીન હયાત એવું તેવું સૌથી પ્રાચીન નાગર છે.


લોકમેળા અને ઉત્સવો


→ ચૈત્રી પુનમ : બહુચરાજીનો મેળો
→ પાલોદરનો મેળો : ફગલ વદ આગિયારસથી તેરસ સુધી ચોસઠ જોગણી માતાના મંદિરે
→ ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ : દર વર્ષે જાન્યુઆરી માસમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે
→ તાના રીરી સંગીત મહોત્સવ : દર વર્ષે શિયાળામાં વડનગર ખાતે
→ અકબરના દરબારના મહાન સંગીતરત્ન તાનસેન "દીપક" રાગ ગાતાં તેમનાં શરીરમાં અતિશય દાહ ઉત્પન્ન થયોપ હતો. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની બે પુત્રીઓ તાના અને રીરીએ "મેઘ -મલ્હાર" રાગ ગાઈને તેનું શમન કર્યું હતું. અકબરે તેમને લેવા સૈનિકો મોકલતા બંને બહેનોએ વડનગરમાં જળસમાધિ લીધી હતી. તાના -રીરીની સમાધિ પ્રતિ વર્ષ શિયાળામાં "તાના-રીરી" સંગીત મહોત્સવ આયોજન કરાય છે.


વિશેષતા


→ મહાગુજરાતનું છેલ્લું અધિવેશન વિસનગરમાં ભરાયું હતું.

મહત્વના સ્થાની પ્રમુખ વિશેષતા અને જાણીતી બાબત



મહેસાણા


→ જિલ્લાનું મુખ્ય મથક છે.
→ ચાવડાઓના વંશજ મેસોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું.
→ અહીં આવલા સીમંધર જૈન દેરાસર પ્રખ્યાત છે.
→ ગુજરાતનો સૌપ્રથમ પાતાળકૂવો ઈ.સ. 1935માં મહેસાણા ખોદવામાં આવ્યો હતો.
→ પાતાળકૂવા દ્વારા સૌથી વધુ સિંચાઇ મહેસાણામાં થાય છે.
→ મહેસાણાના ફુદેડાના ચપ્પા જાણીતા છે.
→ ભેંસ અને પશુદાણ માટે પ્રખ્યાત છે.


મોઢેરા


→ પ્રાચીન નામ : ભગવદ ગામ
→ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.
→ કર્કવૃત્ત રેખા પર આવેલું પ્રાચીન સૂર્યમંદિર માટે જાણીતું. ભીમદેવ પહેલાના સમયમાં બંધાયેલું મંદિર મધ્યી યુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે.
→ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતા "ઉત્તરાર્ધ મહોત્સવ"માં સરકાર દ્વારા શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમનું આયોજન કરાય છે.
→ મંદિરની સામે આવેલા "રામકુંડ" ચારેયબાજુ પગથિયાં આવેલા છે.
→ મોઢ જ્ઞાતીની કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ પ્રખ્યાત છે.


વડનગર


→ પ્રાચીન નામ : આનર્તપૂર, આનંદપૂર, અનંતપૂર, ચમત્કારપૂર
→ વડનગરા નાગરના કુળદેવતા "હાટકેશ્વર મહાદેવ"નું પ્રાચીન મંદિર
→ અકબરના દરબારના મહાન સંગીતરત્ન તાનસેન "દીપક" રાગ ગાતાં તેમનાં શરીરમાં અતિશય દાહ ઉત્પન્ન થયોપ હતો. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની બે પુત્રીઓ તાના અને રીરીએ "મેઘ -મલ્હાર" રાગ ગાઈને તેનું શમન કર્યું હતું. અકબરે તેમને લેવા સૈનિકો મોકલતા બંને બહેનોએ વડનગરમાં જળસમાધિ લીધી હતી. તાના -રીરીની સમાધિ પ્રતિ વર્ષ શિયાળામાં "તાના-રીરી સંગીત મહોત્સવ" આયોજન કરાય છે.
→ વડનગરમાં 6 દરવાજા આવેલા છે.જેમાં અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતા અને સમૃદ્ધિનું વર્ણન છે.
→ શહેરની મધ્યમાં "શર્મિષ્ઠા તળાવ" અને "શામળશાની ચોરી" નામના બે તોરણો આવેલા છે.
→ 14મી.ઊંચો કિર્તિસ્તંભ શહેરના કિલ્લાની ઈવાળો અને દરવાજાના ખંડેરો વડનગરના ભૂતકાળની યાદ આપે છે.
→ ચીની યાત્રાળુ હ્યુ -એન -ત્સાંગે વડનગરની મુલાકાત લીધી હતી. તેના પુસ્તકમાં વડનગરની ભવ્યતાનું વર્ણન છે.


તારંગા


→ તારણગિરિ , તારણ દુર્ગ
→ બૌદ્ધધર્મીઓની દેવી "તારા"ના નામે ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલું જૈન દેરાસએ છે. જ્યાં એક જ શિલામાંથી કોતરાયેલી અજિતનાથની મુર્તિ છે.
→ આ ઉપરાંત તારણ માતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે.
→ જ્યાં ગુજરાત સરકાર દ્વારા તીર્થંકર નામનું સાંસ્કૃતિક વનનું નિર્માણ કરેલ છે.
→ તારંગા મહેસાણાના ઈશાન ખૂણે આવેલ છે.
→ તારંગા ડુંગર પર "જોગીડાની ગુફા" આવેલી છે. જેમાં બુદ્ધની મૂર્તિઓ છે.


ઔઠોર


→ અરાવતી , અયધી
→ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.
→ ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર છે.

ઊંઝા


→ ગુજરાતનું મસાલાનું શહેર
→ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર છે.

બહુચરાજી


→ ભારતમાં આવેલી 51 અને ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે.
→ 15 મી. લાંબા અને 11 મી. પહોળા મંદિરમાં પત્થરની સુંદર કોતરણી છે.
→ બહુચરાજી માતાનું મૂળ સ્થાનક નજીકમાં આવેલ "શંખલપુર"માં છે.
→ અહીં કિન્નરોની ગાદી છે.
→ ગુજરાતનાં ઘણાં કુટુંબો બાળકોની બાબરી ઉતારવા અહીં આવે છે.
→ અહીં ચૈત્રી પૂનમના રોજ ભવ્ય લોકમેળો ભરાય છે.
→ ગરબા લખનાર દેવીભક્ત વલ્લભ મેવાડાનું ઘર અહીં આવેલૂ છે .


લાંઘણજ


→ ઈ.સ. 1993માં પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ ફૂટે લાંગણજ પાસેથી પ્રાગઐતાહાસિક સમયના અને કોટ-પેઢામલી પાસેથી હડપ્પન સંસ્કૃતિના અવશેષો શોધ્યા હતા.
→જેમાં ડેંટેલિમ દરિયાઈ પ્રાણીના અવશેષો ચશ્મછરા એન ચશ્મકુઠાર જેવા પથ્થરના ઓજારો મળ્યા હતા.


કડી


→ કતિપુર, રસુલ્લાબાદ
→ સૈયદ મુર્તાઝખાન બુખારીએ કડીનો ખૂબ જાણીતો કોટ બંધાવ્યો હતો.
→ જવામર્દખાન બાબીને હરાવી દામાજીરાવ ગાયકવાડે કડીની જાગીર પોતાના ભાઈ ખ્ંડેરાવને આપી. તેના પુત્ર મલ્હારરાવે કડીનો વિસ્તાર વધાર્યો.
→ વડોદરાના ગાદીપતિ ગોવિંદરાવને શરત મુજબની ખંડણી ણ ચૂકવતા ગોવિંદરાવે મેજર વોકરને મોકલી તેને ભગાડી દીધો. જે કથા "પિત્તળ લોટા જળ રે ભર્યા રે શહેરના સૂબો ક્યારે આવશે" લોકગીતમાં અમર થયેલી છે.
→ અહીનું મેલડી માતાનું મંદિર અને યવટેશવાર મહાદેવ જોવાલાયક છે.
→ કડીના ચંદ્રાસણ ગામે નર્મદા કેનાલ પર પ્રથમ 10 MWનો કેનાલ સોલર પ્લાન્ટ નંખાયો હતો.


વિજાપુર


→ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજી દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ જૈન દેરાસર આવેલું છે.
→ ગાંધીજીના રેંટિયાની શોધ વિજાપુરના ગંગાબેન દ્વારા કરાઇ હતી.


આસજોલ


→ અહીં ભારતનું એક માત્ર કુનતા માતાનું મંદિર આવેલું છે.


ધરોઈ


→ ધરોઈ ગામ પાસે સાબરમતી નદી પર બંધ બંધવામાં આવ્યો છે.


ખેરવા


→ ખેરવામાં પ્રાચીન શિવ મદિર છે.
→ ગણપતિ અને હનુમાનની મૂર્તિઓ સામ -સામે હોય તેવા મંદિરના અવશેષો છે.
→ પ્રસિદ્ધ' " ગણપત યુનિવર્સિટી અહી આવેલી છે.


ભોંયણી


→ ભગવાન શ્રી મલ્લિનાથની મૂર્તિ ધરાવતું જૈન તીર્થધામ આવેલું છે.


મરતોલી


→ કેશર ભવાની માતાનું મંદિર


પાલોદર


→ ચોસઠ જોગણી મંદિર.
→ વરસાદની આગાહી કરવા માટે જાણીતો ફાગણ વડ અગિયારસનો મેળો અહીં ભરાય છે.


ખેરાલુ


→ સૂર્યનારાયણની બે પત્નીઓ સાથેની આરસની મૂર્તિઓ આવેલી છે.


ઝુલાસણ


→ અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સનું મૂળ વતન


વેણપૂરા / વણપુર


→ જોગણી માતાનું મંદિર


મીરાં દાતાર


→ પુષ્પાવતી નદીના કિનારે ઉનાવા ગામ પાસે આવેલું આ મુસ્લિમોનું શ્રદ્ધાનું સ્થાન છે.