જીલ્લો : નર્મદા
- જીલ્લામથક :
- રાજપીપળા
- જીલ્લાની રચના :
- 2 ઓક્ટોબર , 1997ના રોજ ભરૂચ જીલ્લામાંથી નર્મદા જીલ્લાની રચના કરવામાં આવી હતી.
- સ્થાન અને સીમા :
- પૂર્વ :મહારાષ્ટ્ર રાજ્ય
- પશ્ચિમ : ભરૂચ જીલ્લો
- ઉત્તરે : વડોદરા અને છોટાઉદેપુર જીલ્લો
- દક્ષિણ :તાપી અને સુરત જીલ્લો
- ક્ષેત્રફળ :
- 2755 ચો.કિ.મી.
- તાલુકાઓ :
- રાજપીપળા (નાંદોદ), તિલકવાડા, દેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર
- વિશેષતા :
- "સરદાર સરોવર યોજના" આ જીલ્લામાં છે.
- "સ્ટેચ્યુ ઓફ યુનિટી" તરીકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થાપવાની યોજના છે.
- રાજપીપળાની ટેકરીઓમાંથી અકીકનો પથ્થર મળી આવે છે.
- નર્મદા નદી "રેવા" કે "મૈકલ કન્યા" તરીકે પણ ઓળખાય છે.
- રાજપીપળા ઈમારતી લાકડાના વેપારનું કેન્દ્ર છે.
-