Ad Code

Responsive Advertisement

જીલ્લો : બનાસકાંઠા | Banaskantha


બનાસકાંઠા

→ બનાસ નદીને કિનારે વસેલો અનાસકાંઠા જિલ્લો અતિ પ્રાચીન વિશેષતા ધરાવે છે. એક સમયે બનાસકાઠા તથા આસપાસનો પ્રદેશ આનર્ત પ્રદેશના નામથી ઓળખાતો હતો. સુઈગામ તાલુકાના બેણપ ગામમાંથી મળી આવેલા પુરાવાઓ મુજબ આ પ્રદેમાં હડપ્પીય સભ્યતાના સમયમા કેટલાક બંદરો ઉપરથી વિદેશ વ્યાપાર થતો હોવાનું જણાય છે.

→ બનાસકાંઠામાં આવેલ ચંદ્રાવતી, અંબાજી, આબુ (રાજસ્થાન) જેવા સ્થળો ખૂબ જ પ્રાચીન સમયથી સુપ્રસિદ્ધ છે. બનાસકાઠાનો થરાદ વિસ્તાર એક સમયે રાજપૂત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સોલંકી વંશ દરમિયાન સમગ્ર બનાસકાંઠાં વિસ્તાર સોલંકી સત્તા હેઠળ આવ્યો હતો. પૃથ્વીરાજ ચૌહાણની તરાઈના બીજો યુદ્ધ (ઈ.સ.1192)માં હાર બાદ ચોનાલી દિલ્હીથી આવીને થરાદ વિસ્તારમાં વસ્યા હતા. તે વખતે સિદ્ધરાજ જયસિહ ચૌહાણને આ પ્રદેશ સોંપ્યો હતો. ચૌહાણોએ સત્તાનો વિસ્તાર કરવા વાવ પ્રદેશ વિકસાવ્યો હતો. કાળક્રમે આ વિસ્તારની સત્તામાં પરિવર્તન આવતું ગયું. જેમા મુખ્યત્વે મુસ્લિમ શાસકો, નાના-મોટા દેશી રજવાડાઓ અને રાજપુત વંશજોએ સત્તા સંભાળી હતી. બ્રિટિશ શાસન દરમિયાન બનાસકાંઠા જિલ્લાના નાના મોટા રજવાડાઓ પાલનપુર એજન્સી હેઠળ મૂકાયા હતા.

→ બનાસકાંઠા જિલ્લો વિસ્તારતની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે.

→ ગુજરાતમાં સૌથી વધુ તાલુકા(14) તથા સૌથી વધુ ગામડાઓ બનાસકાંઠા જીલ્લામાં છે.


જીલ્લામથક : પાલનપુર

→ પાલનપુરનું પ્રાચીન નામ 'પ્રહલાદનગર' હતું, જેને પરમાર વંશના રાજા પ્રહલાદ દેવે વસાવ્યું હતું.


જીલ્લાની રચના :


→ 1 લી મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે બનાસકાંઠા જીલ્લાની રચના કરવામાં આવી હતી.


ઈતિહાસ


→ પાલનપુર અને આબુની વચ્ચે ચંદ્રાવતી ગામ આવેલું છે. જે પ્રાચીનકાળમાં આ આખું ગામ આરસનું બનેલું હોવાનુ કહેવાતું. અહીં પ્રાચીન સમયના શિલ્પોના અવશેષો મત્રી આવ્યા છે.

→ 7મી સદીમાં ભીલ્લમાલ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો જેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થતો હતો.

→ આર્નત, સૌરાષ્ટ્ર અને લાટ એમ ત્રણેય રાજ્યો મળીને ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો.

→ ચાવડા વંશના રાજા જયશિખરી ની રાજધાની પંચાસર (રાધનપુર) બનાસકાંઠામાં સ્થપાય હતી.

→ ભીમદેવ પ્રથમના મંત્રી વિમલશાહે કુંભારીયાના દેરા તથા આરાસુરના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત આબુ (રાજચાન) ખાતે દેલવાલના દેરા બંધાવ્યા હતાં.

→ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. જેની નોંધ પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં મળે છે.


જીલ્લાની સીમા :


→ પૂર્વ : સાબરકાંઠા અને મહેસાણા જીલ્લો

→ પશ્ચિમ : કચ્છ જીલ્લાનું કચ્છનું નાનું રણ

→ ઉત્તર : રાજસ્થાન રાજ્ય

→ દક્ષિણ : પાટણ જીલ્લો


→ બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ આંતરરાજ્ય સરહદ (રાજસ્થાન રાજ્ય) ધરાવે છે.



ક્ષેત્રફળ :


→ ૧૦,૭૫૭ ચો.કિ.મી.


તાલુકાઓ


  1. પાલનપુર
  2. વાવ
  3. થરાદ
  4. ધાનેરા
  5. ડીસા
  6. દિયોદર
  7. શિહોરી (કાંકરેજ)
  8. દાંતા
  9. વડગામ
  10. અમીરગઢ
  11. દાંતીવાડા
  12. ભાભર
  13. લાખણી
  14. સુઈગામ


નદીઓ


→ અર્જુની , સરસ્વતી, બનાસ, સીપુ, સાબરમતી, બાલારામ, ખારી

→ સાબરમતી નદી જે બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લાની સરહદ બનાવે છે.

→ અર્જુની નદી જે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી મોરિયા (તાલુકો : વડગામ) પાસે સરસ્વતી નદીને મળે છે

→ સીપુ નદી જે ભડથ (તાલુકો :ડીસા) ગામે બનાસ નદીને મળે છે.

→ બનાસ નદીનું પ્રાચીન નામ “પર્ણાશા” હતું.

→ કોટેશ્વરમાં સરસ્વતી નદી આવેલી છે.

→ સરસ્વતી નદીનો હિન્દુ ધર્મમાં અર્જુની નદી તરીકે ઉલ્લેખ છે. અર્જુને આ નદી સર કરી હતી.

→ બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી દરિયાને મળતી ન હોવાથી કુંવારીકા નદી તરીકે ઓળખાય છે જે કચ્છના રણમાં સમાઈ જાય છે.


પ્રદેશોની ઓળખ


→ પાટણ જિલ્લાની સરસ્વતી નદી અને બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી વચ્ચેના પ્રદેશને "વઢીયાર પ્રદેશ" તરીકે ઓળખવામાં આવે છે. જે બનાસકાંઠાના કાંકરેજ સુધી ફેલાયેલો છે.

→ બનાસકાંઠા જિલ્લાની પશ્વિમે આવેલો અર્ધરણવિસ્તાર "ગોઢાના મેદાન" તરીકે ઓળખાય છે અહીં બટાકા અને બાજરીનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.


નદીકિનારે વસેલાં શહેર


→ ડીસા અને દાંતીવાડા બનાસ નદીના કિનારે વસેલું છે.

→ કાંકરેજ - શિહોરી નદીના કિનારે વસેલું છે.

→ મુક્તેશ્વર અને દાંતા સરસ્વતી નદીના કિનારે વસેલું છે.

→ સીપુ જે સીપુ નદીના કિનારે વસેલું છે.








પર્વત


→ આરાસુરના ડુંગર (ગબ્બર)

→ અરાવલી/ અરવલ્લી ગિરિમાળાની ટેકરીઓ

→ ચીક્લોદર ડુંગર

→ ગુરનો ભાખરો ડુંગર

→ મોરીનો ડુંગર જ્યાંથી સરસ્વતી નદી નીકળે છે.

→ ટૂંગા ડુંગર જ્યાંથી રૂપેણ નદી નીકળે છે.

→ દાંતાનો ડુંગર


અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાતી આરાસુર તથા જેસોરની ટેકરીઓ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકા અને પાલનપુર તાલુકા વચ્ચે આવેલી છે.

સિંચાઈ યોજના


→ બનાસ નદી : દાંતીવાડા ડેમ {બનાસ નદી પરનો સૌથી મોટો બંધ} (બળવંતરાય મહેતાના સમયમાં)

→ સરસ્વતી નદી : મુક્તેશ્વર ડેમ (તા. વડગામ)
  • આ બંધ બનાસકાંઠાના વડગામ અને મહેસાણાના ખેરાલુ તાલુકાની બોર્ડર પાર આવેળ છે.

  • → સીપુ નદી : સીપુ બંધ (ભડથ ગામ, તા. –ડીસા)


    પાક


    → જીરૂ, બાજરી અને બટાકાના ઉત્પાદનમાં બનાસકાંઠા જીલ્લો ગુજરામાં પ્રથમ ક્રમાંકે આવે છે.

    → ડીસા બટાકાના ઉત્પાદન માટેનું મુખ્ય કેન્દ્ર છે.

    → અહીં ઘઉં, મકાઈ, જીરું, ઈસબગુલ, જુવાર, તલ, વરિયાળી, એરંડા તમાકુ વગેરે પાક પણ લેવાય છે.

    → બનાસકાંઠા જિલ્લો શાકભાજી ઉત્પાદનમાં અને ઘાસચારના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે.

    → બનાસકાંઠા જિલ્લો તેલીબિયાના ઉત્પાદનમાં જુમગઢ અને જામનગર બાદ તિજો ક્રમ ધરાવે છે.


    સંશોધન કેન્દ્ર


    → ડીસા - બટાકા સંશોધન કેન્દ્ર

    → ડીસા - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

    → ડીસા : જુવાર સાંસોધાન કેન્દ્ર

    → રિજનલ રિસર્ચ સ્ટેશન અને કઠોળ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દાંતીવાડા


    અભયારણ્ય


    → જેસોર રીંછ અભ્યારણ્ય ,તા. અમીરગઢ
  • સ્થાપના : 1978
  • આ અભ્યારણ્યમાં મુખ્યત્વે રીંછ, અજગર, શાહુડી, નીલગાય વગેરે જોવા મળે છે.


  • → બાલારામ રીંછ અભ્યારણ્ય , તા. અમીરગઢ
  • સ્થાપના : 1989
  • આ અભ્યારણ્યમાં મુખ્યત્વે રીંછ, નીલગાય, જંગલી બિલાડી વરુ વગેરે જોવા મળે છે.


  • ખનીજ


    → ગુજરાતમાં સૌથી વધુ વુલેસોનાઈટનું ઉત્પાદન બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં થાય છે. વુલેસોનાઈટનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લાવવા વપરાય છે.

    → ગુજરાતમાં માત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી તાંબું, સીસું અને જસત વધુ માત્રામાં મળી આવે છે.

    → આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાંથી કેલ્સાઈટ અને ચૂનાનો પથ્થર તેમજ આરસના પથ્થરો અને લાઈમસ્ટોન મળે છે.

    → આરસપહાણ બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાંથી મળે છે.

    → આરસના પથ્થર માટે આરાસુરની ખાણ જાણીતી છે.


    ડેરી


    → બનાસ ડેરી : પાલનપુર

    → બનાસ ડેરીના સ્થાપક : ગલબાભાઈ પટેલ

    → બનાસ ડેરી દૂધના પાઉડર (ઇન્સ્ટન્ટ મિલ્ક પાઉડર) માટે જાણીતી છે.

    → બનાસ ડેરી દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમ ધરાવે છે.


    ઉદ્યોગો


    → પાલનપુરમાં અત્તર ઉદ્યોગ અને હીરા ઘસવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

    → અમીરગઢ ખાતે સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે.


    રાષ્ટ્રીય ધોરી માર્ગ


    → રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 14 (નવો નંબર 27) આ જિલ્લામાંથી પસાર થાય છે.

    → રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 15 (નવો નંબર 68) સામખિયાળીથી થરાદ પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.


    પ્રાદેશિક પ્રદેશ


    ગોઢ/ ગોઢાનું મેદાન : બનાસકાંઠા જિલ્લાની પશ્વિમે આવેલ અર્ધરણ વિસ્તારમાં ઉપસેલાં ટેકરા જેવા ભાગને “ગોઢાનું મેદાન” તરીકે ઓળખવામાં આવે છે. બાજરી અને બટાકાના વાવેતર માટે જાણીતું છે.


    લોકમેળો અને ઉત્સવો


    → ભાદરવા માસની આગિયારસે : મુકતેશ્વરનો મેળો અને મજદરનો મેળો

    → ભાદરવા માસની પૂનમે : અંબાજીનો મેળો

    → શ્રાવણ માસના દરેક સોમવારે : બાલારામમાં મેળો

    → દરેક મહિનાની સુદ પાંચમે : મગરવાડા (તા. વડગામ) ખાતે માણિભદ્રવીરનો મેળો


    મહેલ


    → બાલારામ પેલેસ, બાલારામ
  • પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીના કાંઠે બાલારામ પેલેસ આવેલો છે.
  • બાલારામ એક સુંદર વિહારધામ તરીકે વિકસ્યું છે.


  • કુંડ


    → કોટેશ્વર કુંડ – કોટેશ્વર


    તળાવ અને સરોવર


    → ગંગા સરોવર – બાલારામ

    → માન સરોવર – પાલનપુર


    વિદ્યાપીઠ/ યુનિવર્સિટી


    → સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી દાંતીવાડા (સ્થાપના-1973)

    → નુતનભારતિ ગ્રામવિદ્યાપીઠ, મડાણાગઢ

    → સાબર ગ્રામવિદ્યાપીઠ ,સણોસરા

    → બનાસ ગ્રામવિદ્યાપીઠ ,અમીરગઢ

    → લોકનિકેતન ગ્રામવિદ્યાપીઠ ,રતનપુર

    → સઘન મહિલા ગ્રામવિદ્યાપીઠ ,ચિત્રાસણી


    વિશેષતા


    → આ જીલ્લો ગુજરાતના સૌથી વધારે તાલુકા (14) ધરાવે છે.

    → ગુજરાતની ત્રણ શક્તિપીઠ માંથી એક શક્તિપીઠ અંબાજી આ જીલ્લામાં આવેલું છે.

    → ગુજરાતમાં ઉનાળાનું સૌથી વધારે તાપમાન ડીસા ખાતે નોધાયેલું છે.

    → ગુજરાતમાં સૌથી વધારે દૂધ એકત્રિત કરતી બનાસ ડેરી આ જીલ્લામાં આવેલી છે.

    → ગુજરાતમાં સૌથી વધારે ઘાસનું ઉત્પાદન આ જીલ્લામાં થાય છે.

    → ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો છે.

    → બનાસકાંઠા જિલ્લાની વઢિયારી ભેંસો અને કાંકરેજી ગાયો પ્રખ્યાત છે.

    → બનાસકાંઠા ઘાસના મેદાન (ઘાસના ઉત્પાદન) માટે જાણીતું છે.












    પાલનપુર


    → પ્રાચીન સમયમાં “પ્રહલાદનપુર કે પ્રહલાદનગર” તરીકે ઓળખાતું હતું.

    → જેને આબુના પરમારવંશી પ્રહલાદનદેવે (પ્રહલાદ દેવ)વસાવ્યું હતું અને તેને પાટનગર બનાવ્યું હતું.

    → પ્રહલાદ દેવ ઉત્તમ નાટ્યકાર અને સંસ્કૃત ભાષાના કવિ હતા.

    → ઉપનામ : બગીચાઓનું નગર, ફૂલોનું સહર, અત્તરનું શહેર

    → ગુજરાતનાં સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

    → અત્તર ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે, જેના લીધે તે “સુગંધીઓનું શહેર” જેવા વિશેષ નામથી પણ ઓળખાય છે.

    → નવાબી સમયમાં અને આજે પણ આ નગર "ફૂલોના બગીચાઓનું નગર" તરીકે જાણીતું છે. અહીંના ફૂલો અને ખાસ કરીને ગુલાબો ખૂબ જાણીતા છે. આથી અહીં અત્તર ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

    → નવાબોના સમયમાં બાગ - બગીચાઓ માટે જાણીતું હતું.

    → ગુજરાતી સાહિત્યકાર ચ્ંદ્ર્કાંત બક્ષીનો જન્મ પણ પાલનપુરમાં થયો હતો.

    → કિર્તિસ્તંભ એ પાલનપુરની મધ્યમાં આવેલું છે.

    → ભારતની આઝાદી વખતે પાલનપુરનો નવાબ રસુલખાન હતો. જેમાં રાધનુર, પાલનપુર અને વારાહી જેવા સ્થળો મુસ્લિમ સત્તા હેઠળ હતા.

    → રસુલખાનએ પાલનપુરનું જોડાણ ભારત સાથે કર્યું હતું.

    → પાલનપુરમાં મીરાં દરવાજા પાસે સૂફી સંત મુરશદ બાવાની દરગાહ આવેલી છે. જે પાલનપુરના નવાબના સમયમાં બંધાયેલી હતી. પાલનપુરમા મુરશદ બાવાનો "અવનર કાવ્ય" નામે ભજન સંગ્રહ જાણીતો છે.

    → પાલનપુરના કિર્તિ સ્તંભનું નિર્માણ નવાબ તાલે મહમંદખાને કરાવ્યું હતું.

    → પૌરાણિક ગંગેશ્વર મહદેવનું મંદિર તથા પાતાળેશ્વર મહાદેવનું મંદિર પાલનપુરમાં આવેલું છે.

    → આંબાજી નજીક પૌરાણિક માનસરોવર આવેલ છે. અહીં શ્રીક્રુષ્ણએ માથાના વાળ ઉતારવાની વિધિ (ચૌલકર્મ) કરી હોવાની દંતકથા છે.

    → પાલનપુર તાલુકામાં બાલારામ માહદેવનું મંદિર તેમજ ચંદનના વૃક્ષોનું જંગલ આવેલું છે.


    થરાદ


    → ભોરોલ જૈન તીર્થ થરાદ તાલુકામાં આવેલું છે. અહીં 22માં તીર્થકર નેમિનાથ તીર્થ સ્થાન આવેલું છે.

    → અમીઝરામાં પાશ્વરનાથ નું દેરાસર આવેલું છે.


    ડીસા


    → પ્રાચીન સમયમાં "દેવીગામ" તરીકે જાણીતું હતું જે પછીથી અપભ્રંશ થઈને "ડીસા" નામ પડ્યું.

    → સમગ્ર ભારતમાં બટાકાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે.

    → ગુજરાતની બટાકાનગરી તરીકે જાણીતું છે.

    → ગોળક્રાંતિ 4 વર્તુળ ક્રાંતિ ડીસામાં થઈ હતી. તેથી ગોળક્રાંતિના શહેર તરીકે જાણીતું છે.

    → ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસામાં પડે છે.

    → પ્રાચીન જૈન તીર્થ ભીલડિયાજી ડીસા તાલુકામાં આવેલું છે. અહીં 23માં જૈન તીર્થકર પાશ્વર્નાથની મુર્તિ બિરાજમાન છે.



    દિયોદર


    → નાના અંબાજી તરીકે જાણીતું મંદિર દિયોદર તાલુકામાં આવેલું છે. જે અંબાજી માતાનું પ્રાચીન મંદિર ગણાય છે.

    → નાના અંબાજી તરીકેની ઉપમા ખેદ બ્રહ્માના અંબાજી યાત્રાધામને મળેલી છે.


    શિહોરી (કાંકરેજ)


    → કાંકરેજ તાલુકાનું મુખ્યમથક શિહોરી છે.

    → કાંકરેજની કાંકરેજી ગાય પ્રખ્યાત છે.

    → ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું મંદિર કાંકરેજ તાલુકામાં આવેલું છે.


    દાંતા


    → કોટેશ્વર નજીક સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. અહીં , રામાયણ લેખનનાઓ પ્રારંભ થયો હોવાની લોકવાયકા અહીં મુજબનો વાલ્મીકિ આશ્રમ આવેલો છે.

    → રાણાકુંભાએ દાંતા તાલુકામાં આવેલ કુંભારિયા ગામ સ્થાપ્યું હતું. અહી 22માં તીર્થકર નેમિનાથનું જૈન મંદિર તત કુંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેને સોલંકી વંશના રાજા બિમદેવ સોલંકી માંથી વિમલ શાહે બંધાવ્યું હતું.

    → જેસોરની ટેકરીઓ દાંતા અને પાલનપુર તાલુકા વચ્ચે આવેલી છે.

    → દાંતા તાલુકો ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરસપહાણના ઉત્પાદન માટે જાણીતો છે.


    અમીરગઢ


    → અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક ઈકબાલગઢ છે.

    → અમીરગઢ અરવલ્લીની પર્વતમાળામાં આવેલું મહાભારત યુગનું કેદારનાથ મહાદેવ તથા બનાસ નદીના કિનારે આવેલું વિશ્વેશ્વરનું પૌરાણિક મંદિર જોવા લાયક સ્થળ છે.

    → અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે બાવન ધ્વજ મંદિર આવેલું છે.


    સુઈગામ


    → સુઈગામની સ્થાપના પંચાજી વંશના સોગાજી દ્વારા થઈ હતી.

    → સુઈગામ તાલુકો વર્ષ 2013માં તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્રભાઈ મોદીના સમયમાં અસ્તિત્વમાં આવ્યો હતો.

    → સુઈગામના નડાબેટ ખાતે વાઘા બૉર્ડરના આધારે સીમા દર્શન શરૂ કરાયું છે. અહીં નાડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. આ સ્થળ દર વર્ષે ચૈત્ર એસએચડી નોમના દિવસે મેળો ભરાય છે.



    અંબાજી


    → ભારતની 51 શક્તિપીઠોમાંની અને ગુજરાતની 3 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ.

    → ગુજરાતની ઉત્તર સરહદે, અરવલ્લીની હારમાળાના આરાસુર ડુંગર અપાર અંબાજી માતાજીનું માહિમાવંત પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

    → અંબાજી માતાના મંદિરમાં મુર્તિ નથી, પરંતુ શ્રીયંત્ર/વિશોયંત્રને મુર્તિ રૂપે ગોઠવી તેની પૂજા કરવામાં આવે છે.

    → અંબાજી માતાના મંદિરે ભાદરવી પૂનમના રોજ મેળો ભરાય છે.

    → અંબાજીનું મૂળ સ્થાનક નજીકમાં આવેલા ગબ્બર પર્વત પર આવેલું છે.

    → પ્રાચીન મંદિરના સ્થળે અહીં અતિભવ્ય દેવાલયનું નિર્માણ થયું છે. તથા આ મંદિરના શિખરને સોનાથી મઢવામાં આવ્યું છે.

    → અંબાજી જોડે પુરાણોમાં ઉલ્લેખિત એવું માનસરોવર આવેલું છે, જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલક્રિયા થઈ હતી તેવું માનવમાં આવે છે.

    → ગુજરાતનું પ્રથમ કેશલેશ દાન સ્વીકારનાર મંદિર તરીકે અંબાજી બન્યું.

    → માંગલ્યવન – અંબાજી ખાતે આવેલ છે.


    કુંભારિયા


    → અંબાજીથી 2 કિલોમીટર દૂર આરસનું અદ્ભુત સુંદર કોતરણીવાળી ભીમદેવ પહેલાના મંત્રી વિમલદેવ શાહે બંધાવેલા સોલંકી યુગના પાંચ જૈન દેરાસરો છે.

    → આ દેરાં “વિમલવસહી” નામે પણ ઓળખાય છે.

    → જૈન ધર્મનું પવિત્ર તીર્થ મનાય છે.

    → કુંભારિયાના ડેરા પાસે મોરિના ડુંગર પાસેથી સરસ્વતી નદી નીકળે છે.








    કોટેશ્વર


    → કુંભારિયાથી એક કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

    → અહીંથી જ સરસ્વતી નદીનો ઉદભવ થાય છે.

    → વાલ્મીકિ આશ્રમ આવેલો છે તથા મેવાડના રાણા પ્રતાપે કોટેશ્વરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.


    મગરવાડા


    → માણિભદ્રવીર જૈન તીર્થ આવેલું છે.

    → આ દેરાસર 1000 વર્ષ જૂનું છે. જ્યાં માણિભદ્રવીરના પગની પીંડીની પુજા થાય છે.

    → ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા 29મુ જ્ઞાનસ્ક મગરવાડા ખાતે આયોજનમાં મૂકવામાં આવ્યું.


    બાલારામ


    → બાલારામ સુંદર વિહારધામ છે.

    → વૃક્ષોના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાંનું દ્રશ્ય જોવાલાયક છે.

    → અહીં ચંદનના વૃક્ષોના જંગલ આવેલા છે.

    → બાલારામ પેલેસમાં ભવ્ય હોટેલ છે.

    → બાલારામ પેલેસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમનું શૂટિંગ થયું હતું.

    → કોટેશ્વર મહાદેવ મંદિર, બાલારામ મંદિર, બાલારામ પેલેસ વગેરે દર્શનીય છે.

    → રીંછ માટે “બાલારામ રીંછ અભ્યારણ્ય” વિકસાવવામાં આવ્યું છે.

    → બાલારામ ખાતે “ગંગા સરોવર” આવેલું છે.


    દાંતીવાડા


    → કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર છે.

    → ગોબરગેસ પ્લાન્ટ દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલો છે.


    વાવ


    → નડેશ્વર માતાનું મંદિર અને નડાબેટ આવેલાં છે.

    → ભારત – પાકિસ્તાન સીમાની નજીક આવેલાં વાવ તાલુકાના નડાબેટ ખાતે નાદેશવારી માતાના મંદિર પાસે સીમા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.