→ રાજા સુરેન્દ્રસિંહજીના નામ પરથી અસેલું નવું શહેર સુરેન્દ્રનગર છે.
→ ગુજરાતમાં રૂના વેપાર માટેનું સૌપ્રથમ એસોસિયેશન સુરેન્દ્રનગર સ્થપાયું હતું.
→ ઉત્તમ કોટિના કપાસ તથા સૂતરના વેપારનું આ મુખ્ય મથક છે.
ચોટીલા
→ સુરેન્દ્રનગરમાં માંડવની ટેકરીઓ આવેલી છે, આ ટેકરીમાં સૌથી ઊંચું શિખર ચોટીલા (ઊંચાઈ અંદાજે 340 મીટર) છે, આ ચોટીલા ડુંગર પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે.
વઢવાણ (વર્ધમાનપુર)
→ વઢવાણનો કિલ્લો સિદ્ધરાજ જ્યાસિંહે બંધાવ્યો હતો. કિલ્લા પાસે “માધા વાવ” છે.
→ વઢવાણનાં "મરચાં" પ્રખ્યાત છે.
→ અહીં રાણકદેવીનું મંદિર પ્રસિદ્ધ છે.
→ રાજાનો મહેલ, જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર,વ વાઘેશ્વરી માતાનું મંદિર વગેરે જોવાલાયક છે.
→ અહીં મહાવીર સ્વામી પધાર્યા હતા.
→ વઢવાણ ખાતે કવિ દલપતનું ગામ અને જૂનું રજવાડી શહેર આવેલું છે.
→ વઢવાણને "કાઠિયાવાડનો દરવાજો" કહેવામા આવે છે.
ઝીંઝુવાડા દરવાજા
→ હજારો વર્ષ પૂર્વે મૌર્યકાલીન સમયમાં ઇ.સ. 312 થી 180 દરમિયાન સમયગાળામાં નદીઓ થતાં સમુદ્રોના જળમાર્ગે ગુજરાતનો વ્યવહાર અને વહાણવટુ વિકસેલા હતા.
→ દરિયાઈ વ્યાપાર માટે અરબ મહાસાગરનો વ્યાપક ઉપયોગ હતો.
→ ગુજરાતને સુમેર, ફિનિશિયા, રોમ, ઈજિપ્ત, અરેબિયા, ઈરાન, પૂર્વ આફ્રિકા, લંકા, બ્રહ્મદેશ, મલાયા, જાવા, સુમાત્રા અને ચીન જેવા પ્રાચીન રાષ્ટ્રો સાથે દરિયાઈ વ્યાપારના સંબંધો હતા.
→ મધ્યકાલીન સમયમાં ગુજરાતનાં સાગર કિનારે 84 જેટલા નાના – મોટાં બંદરો હતા, આમાના 62 બંદરો 1842 સુધી સૌરાષ્ટ્રના કિનારે હતા, ભૌગોલિક ફેરફારના કારણે જમીનના તળમાં ફેરફરા થયા અને સમુદ્ર દૂર થતો ગયો. સૌરાષ્ટ્ર કાંઠાના બંદરો નામશેષ થતાં ગયા.
→ આ બંદરોમાંથી એક બંદર બંદરનું નામ ઝીંઝુવાડા હતું.
→ રાજબાઈ માતાના મંદિરે આવેલા ઝીઝુવાડાના ભવ્ય કિલ્લાના બુરજ ઉપર એક પ્રાચીન સ્તંભના આકારમાં ઊભેલી ધાતુની દંડ જેવી રચના દીવાદાંડી હોવાનું માનવમાં આવે છે.
→ સોલંકી સિદ્ધરાજ જ્યાસિંહે સંવત 1165 (સને 1109) ના મહા સુદી -4, રવિવારે ઝીંઝુવાડાનો ગઢ બાંધવાનું મુહર્ત કર્યું અને ઉપાધ્યાય ભાણાના પુત્ર વાસેશ્વર વોહારને સોંપ્યું.
→ થાન જોજનો પહોળા અવનિ પટ ઉપર વિસ્તરેલું હતું, અહીં 51 હજાર જેટલા વણિકો, 36 હજાર બ્રાહ્મણો, 72 હજાર ક્ષત્રિયો અને 90 હજાર શુદ્રો મળી કુલ 2,50, 000 જેટલા માનવીનો નિવાસ હતો.
→ સ્વયં નારાયણ અને લક્ષ્મીજીએ આ પ્રદેશની મુલાકાત લીધી હોવાની દંતકથા પણ છે.
→ થાનનો મધ્યમ કિલ્લો કંડોલ કહેવાતો. આ કંડોલ પાસે જ સૂરજદેવળનું સ્થાન આજે પણ વિદ્યમાન છે.
→ થાનને ભારતના અતિ પ્રાચીન પ્રદેશોમાનું એક ગણવામાં આવ્યું છે.
→ થાનના પવિત્ર સ્થળો : ભગવાન ત્રીનેત્રશ્વરનું સ્થાન એવું તરણેતર, કંડોળા ખાતેનું સૂર્યદેવની ભવ્ય પ્રતિમા ધરાવતું સૂર્ય મંદિર, સર્પબંધુઓ, વાસુકિ એન બાંડુકા જેને અત્યારે વાસંગી અને બાંડિયાબેલી તરીકે ઓળખવામાં આવે છે.
→ પુરાણ ખ્યાત કથા છે કે સતયુગમાં સૂર્યવંશના પ્રતાપી રાજા માંધાતાના હાથે અહીંના સૂર્ય મંદિર (સુરજ દેવળ) નું નિર્માણ થયું હતું.
અનંતેશ્વર મહાદેવ
→ ચોટીલાની દક્ષિણે લગભગ 25 કિલોમીટર દૂર ઠાંગાની ટેકરીઓના નીચાણમાં આવેલું અણહીલવાડના રાજવીઓનું એક થાણું હતું.
→ અનંતેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધરાજ જયસિંહે બનાવ્યાનુ કહેવાય છે.
→ લોકવાયકા મુજબ તેનું નિર્માણ 1068 વિક્રમ સંવતમાં અનંત કે આનંદ ચુડાસમાએ કર્યું હતું.
→ મહમંદ ગઝનીની ચડાઈઓનો ભોગ આ મંદિર બન્યું હતું.
ગંગવો કુંડ – દેદાસરા
→ વઢવાણથી 12 કિલોમીટર અંતેરે દેદાસરા ગામ આવેલું છે.
→ ગામની દક્ષિણે ગંગવાકુંડ તરીકે વિખ્યાત કુંડ આવેલો છે.
→ કુંડની ચારેબાજુએ ચાર મંદિરો આવેલા છે. જે ચાલુક્ય કાળના હોવાની માન્યતા છે.
રાજબાઈ વાવ
→ તાલુકાનાં રામપરા ગામે આવેલી સુંદર સ્થાપત્ય, કોતરણી તથા બેનમૂન કામગીરીથી બનેલી રાજબાઈ વાવ ઈતિહાસના ઓવારણા સમાન છે.
નવલખા શિવ મંદિર
→ સાયલાથી 18 કિલોમીટર દૂર આવેલ સેજકપર પ્રાચીન ગામ છે.
→ નવલખા મંદિર ભગવાન શિવનું મંદિર છે.
→ મંદિરના પ્રવેશ પગથિયાં પહેલા ગણેશજીની મુર્તિ સ્થાપવામાં આવેલી છે.
રાણકદેવીનું મંદિર
→ ભોગાવો નદી કાંઠે વસેલું વઢવાણ શહેર વર્ધમાનપૂરી નામથી ઓળખાતું હતું.
→ એક લોક વાયકા મુજબ જૂનાગઢના રાજા અને રાણકદેવીના પતિ રા’ખેંગાર અને તેના બે પીટરોની હત્યા બાદ સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને પકડીને લઈ જતા હતા ત્યાં માર્ગમાં વઢવાણ નજીક ભોગાવો નદીમાં તેની સતી થઈ હતી.
→ ભોગાવો નદીના દક્ષિણ કાંઠે રાણકદેવીનું મંદિર આવેલું છે.
ગંગાવાવ તથા માધાવાવ
→ અહીં બાંધવામાં આવેલી ગંગાવાવ પ્રાચીન વાવ છે.
→ પ્રજા માટે પ્રાણ સમર્પી દેનાર વાઘેલા સોલંકી રાજા સારંગદેવ (ઇ.સ. 1275) ના મંત્રીશ્રી માધવના પુત્ર અને પુત્રવધૂના સ્વૈચ્છિક બલિદાનની દંતકથા ધરાવતી માધાવાવ રાજય સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત છે.
→ હળવદ એક પ્રાચીન શહેર છે અને તે સતીના પાળિયા માટે જાણીતું છે. રણભૂમિમાં લડતાં શહિદ થયેલ કે મરણ પામેલા પોતાના પાટિયો પાછળ સતી થયેલ એટ્લે કે મૃત્યુ પામેલ મહિલાઓના સ્મૃતિ ચિહ્નોરુપ પાળિયા અહીં આવેલા છે જે 15મી સદીના હોવાનું મનાય છે.
થાનગઢ
→ ચિનાઈ માટીના ઉદ્યોગનું ગુજરાતનું આ મોટામાં મોટું મથક છે.
ધ્રાગંધ્રા
→ ધ્રાગંધ્રા “ગોદરા” નદીના કિનારે આવેલું છે.
→ રસાયણ ઉદ્યોગ અને ચિનાઈ મતિયાન ઉદ્યોગ માટે ધ્રાગંધ્રા જાણીતું છે.
→ ધ્રાંગંધ્રા ના પથ્થર વખણાય છે.
સાયલા
→ ભગતના ગામ તરીકે જાણીતા સાયલામાં લાલજી મહારાજની જગ્યા છે.
→ અહીં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે.
વિશેષતા
→ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કપાસનું વાવેતર સુરેન્દ્રનગર જીલ્લામાં થાય છે.
→ તરણેતરમાં ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે.
→ થાનના પેંડા, સિરામિક ઉદ્યોગ અને માટીના રમકડાં(થાનગઢ) માટે જાણીતું છે.
→ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફાયર કલે મુળી તાલુકામાંથી મળે છે.
→ નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જીલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે.
→ ગુજરાતમાં સૌથી વધારે પાતાળકૂવા સુરેન્દ્રનગરમાં આવેલા છે.
→ ચુડા તાલુકાનાં રંગપુર ખાતે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા છે.
→ મહાભારતનો પંચાળ પ્રદેશ એટ્લે તરણેતર. જ્યાં દ્રૌપદીના સ્વયંવાર અને રતિએ શિવાની ઉપાસના કરી હતી.