→ ડાંગનો ઉલ્લેખ રામાયણમાં દંડકારણ્ય અથવા દંડક તરીકે થયો છે.
→ સમગ્ર ડાંગ જિલ્લો ડુંગરાળ પ્રદેશમાં વિસ્તરેલા છે.
→ અહીં મુખ્યત્વે કુણબી, ભીલ, ગામીત, વરલી અને કોટવાડિયા જેવી આદિવાસી વસ્તી વસવાટ કરે છે.
જિલ્લામથક
આહવા
જિલ્લાની રચના:
→ ડાંગ જિલ્લાની આસપાસનો પ્રદેશ ઈ.સ. 1818માં બ્રિટિશ સત્તા હેઠળ ખાનદેશના ભાગરૂપે સમાવવામાં આવ્યો હતો.
→ ઈ.સ. 1880માં ખાનદેશનું વિઘટન થતા ડાંગ એ સુરત એજન્સીનો ભાગ બન્યુ ત્યારબાદ ડાંગ પ્રદેશ ઈ.સ. 1933 થી ઈ.સ. 1947 સુધી બરોડા રાજ્યનો ભાગ રહ્યુ.
→ ઈ.સ. 1947માં દેશ આઝાદ થતા ડાંગનો બૃહદ્ મુંબઈ રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો.
→ બૃહદ્ મુંબઈ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ડાંગ વિવાદનું ક્ષેત્ર ભન્યું. ડાંગનો મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવેશ થાય તો મુશ્કેલી ઊભી થાય, જેને નિવારવા ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક દ્વારા ડાંગના સ્થાનિક લોકોને ગુજરાતી ભાષા ભોલતાં શીખવવામાં આવી જેને પગલે ડાંગ ગુજરાતને કાળે આવ્યું.
→ ડાંગ જિલ્લો ઓગસ્ટ 1947થી એપ્રિલ 1960 સુધી મુંબઈ સ્ટેટ સાથે જોડાયેલ હતો.
→ 1 એપ્રિલ, 1963ના રોજ જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે ડાંગ અને કચ્છ જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું.
→ ડાંગમાં 1 જૂન, 1972ના રોજ પંચાયતી રાજ અમલમાં આવ્યું.
→ ૧ મે ,૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ડાંગ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
સ્થાન અને સીમા:
→
પૂર્વ અને દક્ષિણ : મહારાષ્ટ્ર રાજ્ય
→ પૂર્વે મહારાષ્ટ્ર રાજ્યનો ધૂળે જિલ્લો અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો નાસિક જિલ્લો
પશ્વિમ : નવસારી જીલ્લો
ઉત્તર : તાપી જીલ્લો
ક્ષેત્રફળ
→ ૧૭૬૪ ચો. કિમી.
તાલુકાઓ
→ આહવા , વધઈ, સુબીર
નદીઓ
→ પૂર્ણા, અંબિકા, સર્પગંગા, ખાપરી, ગીરા
→ પૂર્ણા નદી ડાંગ જિલ્લાની સૌથી લાંબી નદી છે.
→ ખાપરી નદી ડાંગ જિલ્લાના બે સરખા ભાગ કરતી હોય તેમ મધ્યેથી પસાર થાય છે.
નદી કિનારે વસેલા શહેર
→ સર્પગંગા નદીના કિનારે સાપુતારા વસેલું છે.
પર્વત
→ સાપુતારા શિખર (પશ્ચિમ ઘાટનું ગુજરાતનું સૌથી ઊચું), પિપળનેરનો ડુંગર
→ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સાપુતારા અને ડોન એમ બે ગિરિમથકો આવેલા છે.
→ ડાંગ જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય ખોરાક રાગી(નાગલી) છે. જેનું સૌથી વધુ ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. ઉપરાંત વરીનો પાક પણ લેવાય છે.
→ જિલ્લામાં નાગલી (રાગી), મકાઈ, ડાંગર, અડદ, તુવેર વગેરે પાક થાય છે.
→ વઘઈ ખાતે આવેલા તૃણ ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ નાગલીની જાત જી.એન.-8 (ગુજરાત નાગલી-8)ને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં પ્રાકૃતિક અને સૈન્દ્રીય ખેતી તરીકે પસંદગી આપવામાં આવી છે.
→ ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો ડાંગ જિલ્લામાં જોવા મળે છે.
ઉદ્યોગો
→ વધઈ તાલુકામાં લાકડા વહેરવાની ગુજરાતની એકમાત્ર સરકારી મિલ આવેલી છે.
→ આહવા મુખ્યત્વે ઈમારતી લાકડા માટેના વ્યાપાર કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે.
→ નાગલી પેદાશો, વાંસ કામ અને વરલી ચિત્રકળાના ગૃહઉધોગો અહીં વિકસ્યા છે.
સંશોધન કેન્દ્ર
→ હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, વધઈ
→ ડાંગ જિલ્લાના ડોન પર્વતમાળા પર ગીધનું સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
વિશેષતા
→ વિધાનસભાની સૌથી ઓછી બેઠક ધરાવતો જિલ્લો ડાંગ છે. (માત્ર એક)
→ ગુજરાત રાજ્યમાં ડાંગ અને પોરબંદર જિલ્લામાં સૌથી ઓછા(ત્રણ) તાલુકા આવેલા છે.
→ વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ ગુજરાતનો સૌથી નાનો અને સૌથી ઓછી વસતી ધરાવતો જિલ્લો છે.
→ "સાપુતારા" ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે.
→ રામાયણમાં આ પ્રદેશનો ઉલ્લેખ "દંડકારણ્ય" તરીકે થયેલો છે.
→ ઈ.સ. ૧૯૯૪માં આહવા ખાતે "આદિવાસી રેડિયો સ્ટેશન" ની શરુઆત કરવામાં આવી હતી.
→ ગીચ જંગલ વિસ્તાર ધરાવતો ગુજરાતનો આ એકમાત્ર જીલ્લો છે.
→ ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર આવેલો છે.
→ ગુજરાત રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિ (ST)ની વસતી સૌથી વધુ ડાંગ જિલ્લામાં આવેલી છે. જ્યારે સૌથી ઓછી વસતી ભાવનગર જિલ્લામાં છે.
→ સૌથી ઓછી અનુસૂચિત જાતિ (SC)ની વસતી ડાંગ જિલ્લામાં આવેલી છે. જ્યારે સૌથી વધુ વસતી કચ્છ જિલ્લામાં છે.
→ ડાંગ જિલ્લામાં શહેરી લિંગ પ્રમાણ સૌથી વધુ છે. (સૌથી ઓછું શહેરી લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં)
→ શિશુલિંગ પ્રમાણ ડાંગ જિલ્લામાં સૌથી વધુ છે. (સૌથી ઓછુ શિશુલિંગ પ્રમાલ સુરત જિલ્લામાં)
→ સૌથી વધુ લિંગ પ્રમાણમાં ડાંગ બીજા નંબરે (1006) છે. (પ્રથમ નંબરે તાપી જિલ્લો - 1007)
→ ગુજરાતનો ડાંગ જિલ્લો સૌથી વધુ ખ્રિસ્તી પ્રજાજનો ધરાવે છે.