→ ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે.
→ તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.
→ આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી.
→ ઘુડખર અભયારણ્ય રાપર તાલુકામાં આવેલું છે.
→ કચ્છના નાના રણમાં આવેલ આ અભયારણમાં જંગલી ગધેડા (ઘુડખર), નીલગાય, કાળિયાર, ડુક્કર જેવા પ્રાણીઓ જોવા મળે છે.
→ ઘુડખર અભયારણ્ય કચ્છ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકામાં, મોરબી જિલ્લાના હળવદ તાલુકાની સરહદ સુધી વિસ્તરેલું છે.
→ વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.
0 Comments