→ તેનું મૂળ વતન દક્ષિણ અમેરિકાનો એમેઝોન પ્રદેશ છે.
→ જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે.
→ 10-20 સે.મી. પહોળા પાન પાણીમાં તરતા રહે છે.
→ પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે.
→ પુષ્પગુચ્છમાં 30 સે.મી.ની ઉંબી હોય છે. દરેક ઉંબીમાં 8 -15 પીળા રંગના ફૂલ હોય છે.
→ દરેક ફૂલમાંથી 3000 થી 4000 બીજ ઉત્પન્ન થાય છે.
→ તેનું વાનસ્પતિક પ્રસર્જન થાય છે.
→ એક છોડ એક વર્ષમાં એક એકર વિસ્તારમાં ઉપદ્રવીત થઈ શકે છે.
→ કેનાલોમાં અવરોધ ઉભા કરીને પાણીને અટકાવીને ખેતીને નુકસાનકર્તા બને છે.
→ આ નીંદણના છોડ સમૂહ કે જથ્થામાં જ જોવા મળે છે. પાણી ઉપર તરતા રહીને લીલા આવરણ જેવું પડ બનાવે છે.
→ મધ્યમ કદના છોડની સંખ્યા હેકટરે ૨૦ લાખ જેટલી હોય છે. જેનું કુલ વજન ૨૭૦ થી ૪૦૦ મેટ્રિક ટન જેટલું હોય છે.
→ આ નીંદણના મૂળ લાંબા અને તંતુમય હોય છે અને થડ નાનું હોય છે. થડમાંથી નીકળતા લાંબા અને વાદળી જેવા પોચા ભાગને કારણે અને લાંબા પત્રદંડને કારણે છોડ પાણીમાં તરતો રહે છે.
→ તેના બીજ પાણીને તળિયે ૨૦ વર્ષ સુધી જીવંત અવસ્થામાં પડી રહે છે.
→ પાણીની સપાટી ઉપરના બાષ્પીભવન આંક કરતા જળકુંભીના છોડ ઊપરથી ઉનાળાની ઋતુમાં લગભગ ૩ થી ૫ ગણું વધારે પાણી ઉડી જાય છે, જેથી જળકુંભીથી ઉપદ્રવિત તળાવો ઝડપથી સુકાઇ જાય છે.
નિયંત્રણના ઉપાયો
→ પાણીની કેનાલ, નદી કે તળાવમાંથી આવા છોડ ખેંચાવી સૂકવીને બાળી નાખવા.
→ જે પાણીનો ઉપયોગ ઢોરને પીવા માટે કરવાનો ન હોય ત્યાં ૨, ૪-ડી નીંદણનાશક ૧.૦ કિ./સક્રિયતત્વ/હે. મુજબ વાપરવાથી નિયંત્રણ થઈ શકે છે
અથવા
→ નીંદણનાશક ૨, ૪-ડી (સોડીયમ સોલ્ટ) ૨.૦ કિ.ગ્રા.+ ગ્લાયફોસેટ ૦.૫ કિ.ગ્રા. પ્રતિ હેકટરે વાપરવાથી પણ જળકુંભીનું નિયંત્રણ થઇ શકે છે. (પિયત અને પીવા માટે પાણી વાપરી શકાય નહીં)
જળકુંભીનું જૈવિક નિયંત્રણ
→ જળકુંભીના જૈવિક નિયંત્રણ માટે નિયોચેટીના ઈકોર્ની અને નિયોચેટીના બ્રુચી નામના કીટકોનો ઉપયોગ કરવામાં આવે છે. જળકુંભીના પર્ણદંડ અને પાનની નીચેની તરફ આ કીટકો પોતાના ઇંડાં મૂકે છે. એક અઠવાડિયા પછી તેમાંથી ઇયળ નીકળે છે. ઇયળ પર્ણદંડ અને ક્રાઉનમાં ભૂંગળી જેવો ભાગ બનાવી નુકસાન કરે છે. વિકસીત ઇયળ કોશેટો બનાવી જળકુંભીના મૂળમાં રહે છે. કોશેટા અવસ્થા બે મહિનાની હોય છે ત્યારબાદ પુખ્ત કીટક બહાર આવે છે. આ કીટક પાન અને પર્ણદંડને છોલીને નુકસાન કરે છે તેથી છોડ ચિમડાઈ અને સુકાઈ જાય છે.
→ પાણીની સપાટી ઉપર છોડનું કદ અને છોડની ગીચતા ઘટી જાય છે. આમ આ કીટકથી જળકુંભીના નિયંત્રણમાં ૮૦ થી ૯૦% સફળતા મળે છે. આ કીટકો જે જગ્યાએ છોડ્યા હોય ત્યાંથી ૨૫ કિ.મી. સુધી ઉડીને જઈ શકે છે.
→ આ ઉપરાંત પાનકથીરી દ્વારા પણ જળકુંભીનું નિયંત્રણ કરી શકાય છે.
→ ૧૯૬૮ માં દક્ષિણ અમેરિકામાં આયોગેલ્યુના ટેરેબેન્ટીસ નામની પાનકથીરી જળકુંભીમાં નુકસાન કરતી નોંધવામાં આવી છે.
→ બેંગલોર ખાતે પાનકથીરીથી જળકુંભીના નિયંત્રણના સફળ પરિક્ષણો જોવા મળેલ છે.
0 Comments