Ad Code

Responsive Advertisement

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો | Saurashtra no Dariya KInaro

ભાવનગર જિલ્લા ના ઘોઘાથી લઈને મોરબી જિલ્લાનો નવલખી સુધીનો દરિયાઈ વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરીકે ઓળખાય છે.
→ ઓખાથી લઈને ભાવનગર નજીક આવેલા ગોપનાથ સુધીના દરિયાકિનારાને અરબ સાગરનો લાભ મળે છે.
→ સૌરાષ્ટ્રના દરિયાકિનારો ચાર ભાગમાં વિભાજિત થાય છે.
કંડલા થી દ્વારકા સુધી

દ્વારકાથી વેરાવળ સુધી

વેરાવળથી ગોપનાથ સુધી

ગોપનાથ થી સાબરમતીના મુખ સુધી

કંડલા થી દ્વારકા સુધી


→ આ વિસ્તારના દરિયાકિનારાના ભાગમાં અનેક નદીઓના મુખ ખૂલતાં હોવાથી નાની ખાડીઑ અને ખચાખુચિવાળો છે.

→ દ્વારકાની ભૂશિર એ કચ્છના અખાતને અરબ સાગરથી અલગ પાડે છે.

જામનગર પાસે આવેલો પીરોટન ટાપુ જે પરવાળા ના ખરાબા માટે જાણીતો છે.

→ આ વિસ્તારમા મોતી આપતી કાલૂ માછલી મળી આવે છે.

→ "હાલાર" પ્રદેશ આ કિનારાની વિશેષતા છે.

→અગત્યના બેટ : બેટ દ્વારકા, શંખદ્વાર બેટ, નોરાબેટ, ભેરાબેટ, રમણદીપ બેટ, પંચનાથ બેટ

→ અગત્યના બંદરો : નવલખી (મોરબી), જોડિયા (જામનગર), ઓખા (દેવભૂમિદ્વારકા), બેડી (જામનગર), સિક્કા (જામનગર), સલાયા (દેવભૂમિદ્વારકા)

દ્વારકાથી વેરાવળ સુધી


→ દેવભૂમિદ્વારકાની પશ્વિમે અરબસાગર આવેલો છે.

પોરબંદરથી માણાવદર સુધીના વિસ્તારમાં ચુનાયુક્ત રેતીના 10 મીટર ઊંચી ટેકરીઓથી બનેલો છે. જેની પાછળ લગૂન સરોવર રચાય છે જે ઘેડ વિસ્તાર તરીકે જાણીતો છે.

→ "ઘેડ" વિસ્તારમાં લાંબા (દેવભૂમિદ્વારકા), મિયાણી, પોરબંદર, નવીબંદર, માધવપુર (પોરબંદર). માંગરોળ, ચોરવાડ (જૂનાગઢ), વેરાવળ (ગીર-સોમનાથ) વગેરે બંદરો આવેલા છે.

→ આ વિસ્તારના દરિયાકિનારામાં પોરબંદરની આસપાસ મિલયોલાઈટ નામનો લાઈમસ્ટોન પથ્થર મળી આવે છે જે પોરબંદરી પથ્થર તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ સૌરાષ્ટ્રમાં બાંધકામમાં થાય છે.

→ આ વિસ્તારની ટેકરીઓ ખંડિય છાજલીના ઊંચકાવવાથી બનેલી છે.

→ ચોરવાડ બીચ : જૂનાગઢની આસપાસનો દરિયાકિનારનો વિસ્તાર ચોરવાડ બીચ તરીકે જાણીતો છે.

→ ચોરવાડ બીચ માં નવાબનો મહેલ આવેલો છે.

→ માધવપુરનો દરિયાકિનારો સૌથી સુંદર દરિયાકિનારો તરીકે જાણીતો છે.

→ માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ થયેલો.

વેરાવળથી ગોપનાથ સુધી


→ વેરાવળ માં મત્સ્યબંદર આવેલુ છે.

→ આ વિસ્તારના દરિયાકિનારામાં બહુ બધા ટાપુ આવેલા છે.

→ "દીવ" સૌથી જાણીતો બેટ છે તથા બીચ જેની રચના આશરે 11 km લાંબો રેતીનો ઢૂવો દરિયાના પાણીમાં બેસી જવાના કારણે થઈ છે.

→ અગત્યના બીચ : શિયાળ બેટ (અમરેલી), અહમદપુર માંડવી બીચ (ગીર-સોમનાથ), સવાઇ બેટ (અમરેલી), ચાંચ બેટ (અમરેલી), નાગવા બીચ (દીવ )

→ અગત્યની ખાડીઓ : સોમનાથ, જાફરાબાદ, પીપાવાવ (પ્રથમ ખાનગી બંદર)

ગોપનાથ થી સાબરમતીના મુખ સુધી


→ આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ છે .

→ ગોપનાથ એ ખંભાતના અખાત અને અરબસાગરને અલગ કરે છે.

→ આ વિસ્તારમાં આવેલો ખંભાતનો અખાત સમુદ્ર કિનારાના નિર્ગમનના કારણે બન્યો છે.

→ આ વિસ્તારમાં આવેલું કચ્છનું નાનું રણ અને નળસરોવરની નીચેના ભૂમિભાગને ફોલ્ટ લાઇન(સ્તરભંગ) કહે છે.

→ આ દરિયાકિનારે બે મુખ્ય ખાડીઓ આવેલી છે: ભાવનગરની ખાડી અને કોપાલાની ખાડી

→ ભાવનગરની ખાડી : પ્રાચીન કાળમાં અહી ભાવનગરથી વલભીપુર સુધી દરિયાકિનારો હતો કાળક્રમે કાંપના કારણે લુપ્ત થઈ ગયો.
આ વિસ્તારમાં સૌથી વધુ યુકેલિપ્ટસ (નિલગિરી) ના વૃક્ષો હોવાથી ભાવનગર જિલ્લો યુકેલિપ્ટસ (નિલગિરી) ના જિલ્લા તરીકે પ્રસિદ્ધ થયો હતો .

→ કોપાલાની ખાડી : અહી સાબરમતી પોતાનું મુખ ખંભાતના અખાતમાં ખોલે છે.

→ અગત્યના બેટ : સુલતાનપુર (ભાવનગર), જગેરી બેટ (ભાવનગર), માલબેટ (ભાવનગર), , પીરમબેટ (ભાવનગર)

→ અગત્યના બંદરો : અલંગ, ભાવનગર, ઘોઘા, તળાજા

Post a Comment

0 Comments