Ad Code

જીલ્લો : જુનાગઢ

જિલ્લામથક:
જુનાગઢ

જિલ્લાની રચના:
૧ મે ,૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જુનાગઢ જિલ્લાની રચના કરવામાં આવી હતી.

સ્થાન અને સીમા:
  • પૂર્વ :અમરેલી જીલ્લો
  • પશ્વિમ : પોરબંદર જીલ્લો
  • ઉત્તર :રાજકોટ જીલ્લો
  • દક્ષિણ : ગીરસોમનાથ જીલ્લો અને અરબ સાગર

  • ક્ષેત્રફળ:


    ૫૦૯૨ ચો. કિમી.

    તાલુકાઓ :
    જુનાગઢ સીટી, જુનાગઢ, માણાવદર, વંથલી, ભેંસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડા, માંગરોળ અને માળિયા-હાટીના.

    વિશેષતા :
  • જુનાગઢ જીલ્લાની ગીરની ટેકરીઓથી દક્ષીણે આવેલો દરિયાકિનારાનો પ્રદેશ "સોરઠા" તરીકે ઓળખાય છે.
  • ગુજરાતનો સૌથી ઊચો પર્વત "ગિરનાર પર્વત " આ જીલ્લામાં આવેલો છે.
  • જુનાગઢ જીલ્લો મગફળી ના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે.
  • ગુજરાતમાં સુંથી વધારે કુવા આ જીલ્લામાં આવેલાં છે.