→ ખંભાતથી લઈને છેક દક્ષિણમાં આવેલા વલસાડના ઉમરગામ સુધીના પટ્ટામાં આવેલા દરિયાઈ વિસ્તારને મધ્ય તથા દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારા તરીકે ઓળખવામાં આવે છે.
→ સાબરમતી, ઢાઢર, નર્મદા, કીમ, કોલક, તાપી જેવી નદીઓ અહીં દરિયાને મળતી હોવાથી અનેક ખડિયો અને ખાંચાખુચિવાળા દરિયા કિનારનું નિર્માણ થયું છે.
→ અહિયાં દરિયાના પાણી ફરી વળતાં ત્યની જમીનની ફળદ્રુપતા તથા ખરાબાની ક્ષારીય મેદાનોની રચના કરે છે જેને
"ખારાપટના મેદાન" કહેવાય છે.
→ તળગુજરાતનાં દરિયાકિનારાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય છે.
→ મહીથી ઢાઢર નદી સુધી → દહેજથી હજીરા સુધી →હજીરાથી ઉમરગામ સુધી
મહીથી ઢાઢર નદી સુધી
→ ખંભાતથી લઈને દહેજ વચ્ચે આવેલો દરિયાકિનારો જૂના કાંપથી રચાયેલો છે.
→ આ ભાગના દરિયાકિનારાનો બેઠી ચાર કિલોમીટર નો વિસ્તાર કાદવકિચડવાળો છે.
→ જૂના કાંપની કરાળવાળી જમીનનો દરિયાકિનારો જે કાંપના કારણે ઓછો ઉપયોગી છે.
→ મહીથી ઢાઢર વચ્ચેના ભાગમાં 30 મી. ઊંચી કાંપથી રચાયેલી કરડો આવેલી છે. જે સુવાલીની ટેકરીઓ નામે જાણીતી છે.
દહેજથી હજીરા સુધી
→ નર્મદા, કીમ, તાપી જેવી નદીઓના મુખ આ વિસ્તારમાં આવેલા છે.
→ આ નદીઓના મુખપ્રદેશમા ખરાબાની જમીન આવેલી છે.
→ નર્મદાનાં મુખપ્રદેશમાં "અલિયા બેટ ટાપુ" આવેલો છે.
→ અંકલેશ્વરના તેલક્ષેત્રના કારણે દહેજ અને હજીરા જેવા બંદરોનનો વિકાસ થયો છે.
→ દહેજ બંદર એ ભારતનું સૌથી મોટું અને એશિયાનું પ્રથમ કેમિકલ બંદર આ વિસ્તારમાં આવેલુ છે.
હજીરાથી ઉમરગામ સુધી
→ આ ભાગની દરિયાકિનારો ખૂબ જ સાંકળો છે.
→ આ વિસ્તારમાં તાપી નદીની નીચેનો ભાગ રેતાળ બિચ જેવો છે.
→ આ ભાગના દરિયાકિનારે મહત્વના સાગરીય રેતપટ આવેલા છે.
→ અગત્યના બીચ : ડુમસ (સુરત), ઉભરાટ (નવસારી), દાંડી(નવસારી), તીથલ(વલસાડ).
0 Comments