Ad Code

Responsive Advertisement

Maths : Time and Work (Work and Wages) | સમય અને કામ (કામ અને વેતન )


સમય અને કામ (કામ અને વેતન )



→ કામનો દર : કોઈ વ્યક્તિ કે યંત્ર નિશ્વિત સમયમાં કેટલું કામ કરે છે , તે શોધવા મારે કરેલ કામને, લીધેલ સમય વડે ભાગતા તો મળેલ જવાબને વ્યક્તિ કે યંત્રનો કામનો દર કહે છે.


→ એકમ સમયમાં કરેલ કામને કામનો દર કહે છે.


→ કામનો દરના એકમો : પ્રતિદિવસ, પ્રતિકલાક, પ્રતિમિનિટ અને પ્રતિસેકન્ડ


→ કામનો દર અથવા કાર્યક્ષમતા શોધવાનું સૂત્ર :


કામનો દર (કાર્યક્ષમતા) = કરેલું કામ / તે માટે લીધેલો સમય


→ કાર્ય કરનારની કાર્યક્ષમતા અને કાર્ય પૂર્ણ કરવાનો સમય દર હંમેશા વ્યસ્ત હશે.


→ ધારોકે A ને કાર્ય પૂર્ણ કરતાં x દિવસો લાગે તો તે એક દિવસમાં {1}/{x} જેટલું કાર્ય કરી શકે છે.


→ ધારોકે જો A ને કાર્ય પૂર્ણ કરતાં x દિવસો લાગે તથા B ને કાર્ય પૂર્ણ કરતાં y દિવસો લાગે તો બંને સાથે મળીને એક દિવસમાં {1}/{x} + {1}/{y} જેટલું કાર્ય પૂર્ણ કરી શકે.


→ બંનેને સાથે મળીને કાર્ય પૂર્ણ કરતા લાગતાં દિવસો : {xy}/{x +y}


ઉદાહરણ





A ને કોઈ કાર્ય કરતાં 20 દિવસ લાગે છે તથા B ને તે કાર્ય કરતાં 30 દિવસ લાગે છે તો બંને સાથે મળીને તે કાર્યને કરે તો કેટલા દિવસ લાગે?




A ને લાગતાં દિવસો (x) = 20

B ને લાગતાં દિવસો (y) = 30

A અને B ને સાથે મળીને લાગતો સમય = {xy}/{x +y}

={20 * 30}/ {30 + 20}

={600}/{50}

= 12 દિવસો








A, B , C ને કોઈ કાર્ય કરતાં અનુક્રમે 24, 6 અને 12 દિવસ લાગે છે. તો ત્રણેય સાથે મળીને કાર્ય કરે તો કેટલા દિવસો લાગે?




A ને કાર્ય કરતાં લાગતાં સમય = 24 દિવસ
B ને કાર્ય કરતાં લાગતાં સમય = 6 દિવસ
C ને કાર્ય કરતાં લાગતાં સમય = 12 દિવસ

( A + B + C ) નું 1 દિવસનું કાર્ય ={1}/{24} + {1}/{6} + {1}/{12}

(24, 6 અને 12 નો લ.સા.અ. 24)

( A + B + C ) નું 1 દિવસનું કાર્ય

= {1 + 4 + 2}/ {24}

= {7}/{24}

( A + B + C ) ને કાર્ય પૂર્ણ કરતાં લાગતો સમય ={24}/ {7} દિવસ



A અને B સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે અને A એકલો તે કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે, તો તે કામ B એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે?




→ A અને B ને સાથે મળીને 1 કામ કરતાં લાગતો સમય = 8 દિવસ
→ A ને એક કામ કરતાં લાગતો સમય = 12 દિવસ


(A + B) નું કામ = A નું કામ + B નું કામ

B નું કામ = (A + B) નું કામ - A નું કામ

B નું કામ ={1}/{8} - {1}/{12} ={12-8}/{96} = {4}/{96} = {1}/{24}

B એકલો તે કામ 24 દિવસમાં પૂર્ણ કરશે.



Also Read
  1. મધ્યક, મધ્યસ્થ અને બહુલક
  2. અવિભાજ્ય સંખ્યા
  3. સૂત્રો : ઘનફળ અને સપાટીનો વિસ્તાર
  4. સમય અને કામ
  5. સાદું વ્યાજ
  6. નફો અને ખોટ
  7. બીજગણિતના સૂત્રો
  8. એકની પાછળ શૂન્યનું મહત્વ

Post a Comment

0 Comments