કોઈ આકારના પદાર્થમાં જેટલા જથ્થાનો સમાવેશ થઈ શકે અથવા કોઈ ઘન પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાના માપને તે ઘન પદાર્થનું ઘનફળ કહેવાય છે. 



ઘનફળના એકમો : ઘન સેમી. (સેમી3), ઘન મીટર (મી3), ઘન કિલોમીટર (સેમી3)


સૂત્રો:




  1. સમઘનનું ઘનફળ : a * a * a = a3


  2. લંબઘનનું ઘનફળ = l * b * h



  3. નળાકારનું ઘનફળ = πr2h

     

  4. શંકુનું ઘનફળ = (1/3)πr2h


  5. શંકુના આડછેદનું ઘનફળ = (1/3)πh[R 2 + r2 + Rr]


  6. ગોળાનું ઘનફળ =(4÷3) πr3


  7. અર્ધગોળાનું ઘનફળ =(2÷3) πr3


  8. ઘનનું પૃષ્ઠફળ= 6a2


  9. લંધનનું ઘનફળ = 2(lb + bh + lh)


  10. નળાકારની વક્રસપાટી નું ક્ષેત્રફળ = 2πrh


  11. એક છેડેથી બંધ અથવા ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ = πr (2h + r)


  12. બંને છેડેથી બંધ નળાકારનું ક્ષેત્રફળ = 2πr ( h + r )


  13. શંકુ માટે:

    l2 =h2+ r2

    જ્યાં l= શંકુની ત્રાંસી ઊંચાઈ

    h = શંકુની લંબ ઊંચાઈ

    r = શંકુના પાયાની ત્રિજ્યા



  14. શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πrl


  15. બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ = πr ( l + r )


  16. ગોળાની વક્રસપાટી નું ક્ષેત્રફળ = 4πr2


  17. અર્ધગોળાની કુલ વક્રસપાટી નું ક્ષેત્રફળ = 3πr2


  18. પ્રિઝમ નાં પૃષ્ઠો નું ક્ષેત્રફળ = પાયાની પરિમિતિ * ઊંચાઈ


  19. પ્રિઝમ નું કુલ પૃષ્ઠફળ = 2 * પાયાનુ ક્ષેત્રફળ + પૃષ્ઠો નું ક્ષેત્રફળ


  20. પીરામીડના પૃષ્ઠો નું ક્ષેત્રફળ = (1/2) * પાયાની પરિમિતિ * ત્રાંસી ઊંચાઈ


  21. પિરામીડ નું કુલ પૃષ્ઠફળ = પૃષ્ઠો નું ક્ષેત્રફળ + પાયાનુ ક્ષેત્રફળ





આ માહિતી તમારા દરેક ગ્રુપમાં Share કરવા વિનંતી

Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here