Dialect of North Gujarat (Pattani) | ઉત્તર ગુજરાતની (પટ્ટણી) બોલી
ઉત્તર ગુજરાતની (પટ્ટણી) બોલી
→ આ બોલી પાટણ, મહેસાણા, સિદ્ધપુરમાં બોલાય છે.
→ પદાગ્રે “ઈ” કારનું “એ” કાર ઉચ્ચારણ થાય છે.
→ ઉ.દા. : લીમડો નું લેંમડો , ભીનુનું ભેનું
→ પદાન્તે “એ” કારનું હસ્વ ઉચ્ચારણ લગભગ “ઈ” કાર જેવુ થાય છે.
→ ઉ.દા. : “આવેશ” નું “આવીશ” , :કરે છે” નું “કરિ છિ”
→ પદાગ્રે “આ” હોય ત્યાં “ઓં” થતો જોવા મળે છે.
→ ઉ.દા.: “પાણી” નું “પોંણી”
→ પદાન્તે આવતો “હ” કાર લોપાયેલો સંભળાય છે.
→ ઉ.દા. : “નહીં” નું “નૈ” , “અહીં” નું “ઐ”
→ ઉ.દા. : “એમ કેમ” નું “ઇમ ચ્યમ”, “કેમ છો” નું “ચ્યમ સો” , “ક્યાં ગયા હતાં” નું “ચ્યાં જ્યા તા”
→ ઉ.દા. : “ચાર” નું “સાર” , “છાસ” નું “શાસ”
→ ઉ.દા.” “પાસે” નું “પાશિ”
→ શબ્દના મધ્યમાંનો “ઈ” લોપાય છે.
→ ઉ.દા. : “ખાઈશુ” નું “ખાશું” , “આપીશું” નું “આપશું”
→ પદાન્તનો કોમળ અનુસ્વાર લોપાય છે.
→ ઉ.દા. : “ખાવુંપીવું” નું “ખાવુપીવુ” , “લેણુંદેવું” નું “લેવુદેવુ”
→ ઉ.દા. : “કેટલા” નું “ચેટલા”, “સાસુ” નું “હાહુ”
→
0 Comments
Any suggestions, Please comment Below 👇