Ad Code

ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમજૂતી ભાગ - 1 | Standard - 12 Part - 1


ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમજૂતી


અખિલ – આખું, સમસ્ત જૂજવે રૂપે – જુદાંજુદાં સ્વરૂપે
અનંત – જેનો અંત નથી એવું ભૂધરા – ભૂમિને ધારણ કરનાર
શ્રુતિ – શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું (અહીં) વેદ સ્મૃતિ –(અહીં) વેદ પછીના ધર્મશાસ્ત્રો
કુંડળ – કાનમાં પહેરવાનું એક ઘરેણું પટંતર – અંતરપટ, પડદો
પટ – નદીની પહોળાઈ, વિસ્તાર વગડો – વેરાન પ્રદેશ
સાંઠી – કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી કૂબો – ઘૂમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
ખાબકી – ઊંચેથી પડી તે, કૂદી પડવું, ધસી ગઈ વાયરો – પવન, વાયુ
ડિલ – શરીર ટોયામણ – છોડને પાણી સિંચવું તે
કડિયું/ચોરણી – શરીર પરનાં ગ્રામવિસ્તારમાં પહેરાતાં વસ્ત્રો થેપાડું – સારી જાતનું ધોતિયું
મન:ચક્ષુ – આંતરદ્રષ્ટિ ગજ – ચોવીસ તસુનું માપ, લંબાઈ
લૂગડું – વસ્ત્ર ખતરીસો – ખાતરપાડુનું એક હથિયાર, ખાતરિયું
પસાયતો – ગામનો ચોકિયાત, રક્ષક ગુનો – અપરાધ
પૂંઠ – પીઠ ઢોરમાર – પશુને પડે તેવો સખત માર
કોશ – લોખંડનું જમીન ખોદવાનું ઓજાર ગાંસડી – મોટી ગાંસડી, પોટલો, ભરો
હાટ- દુકાન, બજાર દફન - મૃતદેહને જમીનમાં ખાડો ખોદીને દાટવો તે
અવસ્ત્ર – વસ્ત્ર વિનાનું કબર - મૃતદેહને જમીનમાં ખાડો ખોદીને તેના પર કરેલું ચણતર
ઇસ્કોતરો – જૂની લાકડાની પેટી ઘોર – બિહામણું
ખાંપણ – મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર ચળિતર – ભૂત પ્રેત ના વર્તન જેવું ,અજુગતું ચમત્કાર ભરેલું
મૂઠ – મુઠી હામ –હિમંત
વાંજિયા –સંતતિ ન હોય તેવા ગણ –ગુણ ઉપકાર
બાયડી -સ્ત્રી લીરો – વસ્ત્રનો ટુકડો
બચળા –બચ્ચાં હિજરાવું – જૂરવું , બળ્યા કરવું







Post a Comment

0 Comments