| → જોગંધર : જોગીન્દ્ર /યોગીન્દ્ર | → નમણું : સુંદર |
|---|---|
| → ઓઘ : પૂર | → કોડભરી : આશાભરી |
| → સામૈયું : સ્વાગત માટે સામા જવું તે | → ગારો : માટી |
| → ઓઘ : પૂર | → કોડભરી : આશાભરી |
| → સરવાણી : ઝરો | → ચેહ ચિતા |
| → જાજવલ્યમાન :તેજસ્વી | → ડમણી ડમણિયું, સાદું ગાડું |
| → ભયશૂન્ય : નિર્ભય | → વસુધા : પૃથ્વી |
| → રૂંધાયા વિના : અટકયા વિના | → ઉન્નત : ઊંચું |
| → તુચ્છ : સામાન્ય | → ગ્રસવું : પકડવું |
| → પૌરૂષ : પરાક્રમ | → નિર્દય : દયા વિનાનું |
| → શિર : મસ્તક | → અવિચ્છિન્ન : અલગ નહીં તેવું |
| → સન્નાટો : શાંતિ નીરવતા (અહીં) સ્તબ્ધતા | → ફિનિક્સ : એ નામનું એક કાલ્પનિક પક્ષી જે મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થાય છે તેવું કહેવાય છે |
| → દંતકથા : મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા | → કલેવર : ખોળિયું, શરીર |
| → ફૉબિયા એક મનોવિકાર, વધુ પડતી બીક | → મૂર્ધન્ય : :મૂર્ધ સ્થાનથી ઉચ્ચારતું, માથાને લગતું (અહીં) મુખ્ય |
| → જાતક : જન્માક્ષર, જન્મકુંડળી, ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથા. અહીં તુચ્છ, સામાન્ય | → ડિસ્ટિંક્શન : ભેદ, તફાવત (અહીં) અલગ પાડનાર વસ્તું, 70 કે તે કરતાં વધુ ગુણાંકન |
| → પ્રજ્ઞા : બુદ્ધિ, ડહાપણ, સમજણ | → ભોર : સવાર |
| → મિજબાની : આનંદ સાથે લેવાતું ભોજન | → અમાનુષી : જંગલી ક્રૂર |
| → પહેરેગીર : ચોકીદાર | → દિગ્મૂઢ : આશ્ચર્યચકિત |
| → ધિક્કાર : તિરસ્કાર | → મુત્સદી : રાજદ્વારી પુરુષ |
| → પરિષદ : સભા | → દેહયષ્ટિ : સુંદર સુકોમળ સપ્રમાણ દેહ |
| → નિરીક્ષણ : ધ્યાનથી જોવું | → પરીક્ષણ : તપાસ |
| → સાંપ્રત : વર્તમાન | → દારૂણ : ભયંકર |
| → જડબાતોડ : સચોટ | → સમતા : સમાનતા |
| → બંધુતા : ભાઈચારો | → નિર્ભીક : ભય વિના |
| → સુચારુ : સારું | → પ્રખર : સખત, ઉગ્ર |
| → અપાર : પાર વિનાનું, પુષ્કળ | → હિમાયતી : આગ્રહ રાખનાર |
| → બહિષ્કૃત : તિરસ્કાર પામેલું | → આંગતુક : નવું આવનારું |
| → ઉપકૃત : આભારવશ | → સ્વાવલંબન : પોતાનું કામ પોતાની જાતે જ કરે તે |
| → સ્વાભિમાન : આત્મગૌરવ | → સમરસતા : જીવમાત્ર પ્રત્યે એકાત્મક્તા, સરખાપણું |
| → માગી-ત્રાગી : માગી માગીને, અત્યંત આજીજીપૂર્વક, કાલાવાલા કરીને, ભીખ માગીને | → કોડી : એક નાનામાં નાનું જૂનું ચલણ અહીં પાઈ કે પૈસો |
| → આંબું : પહોંચું | → કમખો : કસવાળું કપડું, કસવાળી નાની ચોળી |
| → મો'લાતું : મહેલો, હવેલીઓ | → કૂબો : ઘાસપાલાથી બનાવેલું, સામાન્ય રીતે ગોળ આકારનું અને માથે ઘૂમટાકાર છાપરાવાળું ઝૂંપડું |
| → અનુરુદ્ધ : અનુ + રુદ્ધ જેને રોકવામાં આવ્યો છે તેવો, જેને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે તેવો, હાલ વપરાતો શબ્દ અનુરોધ | → રસાકસી : ખેંચતાણ રસ્સો (દોરડું) ખેંચવાની રમત પરથી |
| → દાબ્યો : ખૂબ ખાધાં | → બિરંજ : ગળ્યો ભાત |
| → કડાઈ (સં. કટાહ) : તળવાનું વાસણ, પેણી | → પ્રવ્રજ્યા : સંન્યાસ (બૌદ્ધ ધર્મમાં) |
| → અણગાર: (અનુ + અગાર) ઘર વિનાનું | → શ્રમણ : બૌદ્ધ કે જૈન સાધુ |
| → ધૂંસાંભૂંસાં : છોડાં | અનુજ્ઞા (અનુ + જ્ઞા) રજા |
| → અળસાવી : ‘આળસ” ઉપરથી ક્રિયાપદ અળસાવવું, આળસમાં નાખી દેવું | → વયસ્ય : મિત્ર: |
| → રાજીપો : ખુશી (“પો” પ્રત્યય નામ બનાવે છે) | → નાયી : વાળંદ |
| → ચતુરંગિણી : ચાર અંગવાળી (હાથી, ઘોડા, રથ અને પાયદળ) | → ઉઘરણું : ઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ (સં. પ્રાવરણ, ઉપાવરણ) |
| → અનુમોદન : ટેકો, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે (સં. અનુ – મુદ્દ) | → પરિચારક સેવક, નોકર (સં. પરિ+ ચર) |
« Previous Next »

0 Comments