ડોલોમાઈટ | Dolomite


ડોલોમાઈટ

→ રાસા. બં. : CaMg(CO3)2

→ ડોલોમાઈટ મોટાભાગે સફેદ તથા થોડા એવા લીલા રંગ જેવો પણ હોય છે.

→ ભારતમાં આસામ, જમ્મુ – કાશ્મીર, કેરળ, પંજાબ અને તમિલનાડુ સિવાયના રાજ્યોમાં ડોલોમાઈટનો વિશાળ જથ્થો રહેલો છે.

→ ગુજરાત રાજ્યમાં ડૉલોમાઇટ મુખ્યત્વે અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં, ભરૂચ જિલ્લાના નાંદોદ અને વાલિયા તાલુકાઓમાં, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં અને વડોદરા જિલ્લાના છોટાઉદેપુર અને પાવી-જેતપુર તાલુકામાં મળી આવે છે.

→ ગુજરાતમાં પ્રિ-કેમ્બ્રિયન યુગના ચાંપાનેર શ્રેણીના છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વિસ્તારમાં ડોલોમાઈટ મળે છે.

→ ઉત્તમ પ્રકારનો ડોલોમાઈટ વિશાળ જથ્થામાં છોટાઉદેપુર જિલ્લાના ખસરા, આંત્રોલી, પદારવાટ, સુરખેડા, ચીલીયાવાંટ કોલીયાથર, ચઠાવાડા, ભીલપુર, રાયસિંગપુર, દીયાવાંટ, બેડવી, અંબાલા, વનાર અને ધામોડિમાંથી મળી આવે છે.



ડૉલોમાઇટનો ઉપયોગ

  1. સખત અથવા પૂર્ણદગ્ધ ડૉલોમાઇટ રિફ્રેક્ટરી અગ્નિરોધક દ્રવ્ય તરીકે
  2. ઈંટો કે ભઠ્ઠાના ચણતરકાર્યમાં
  3. બેઝિક બેસીમર
  4. કન્વર્ટરના તળિયામાં અને ટાયરોમાં
  5. અર્ધદગ્ધ ડૉલોમાઇટ ખાતરો બનાવવામાં
  6. ‘સોરેલ’ સિમેન્ટની બનાવટમાં
  7. મંદ દગ્ધ ડૉલોમાઇટ સમુદ્રજળના–ચણતરચૂનાના–અને રંગોના શુદ્ધીકરણ માટે
  8. મૅગ્નેશિયમ ધાતુ છૂટી પાડવામાં
  9. દળદાર ડૉલોમાઇટ ઇમારતી પથ્થર તરીકે તેમજ સ્મારક કે શિલ્પો તૈયાર કરવામાં
  10. કાંકરી કે ટુકડા-સ્વરૂપ ડૉલોમાઇટ રોડમેટલ
  11. રેલવે-મેટલ અને સફેદ કૉન્ક્રીટની બનાવટમાં તેમજ ટાઇલ્સ-ઉદ્યોગમાં
  12. ચૂર્ણ-સ્વરૂપ ડૉલોમાઇટ રંગો
  13. કાચ અને સિરેમિક ઉદ્યોગોમાં
  14. અપઘર્ષક તરીકે ધાતુ-ચમક (ઓપ) આપવામાં
  15. રસાયણ તરીકે રાસાયણિક ખાતરો
  16. મૅગ્નેશિયમ-સંયોજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  17. ડોલોમાઈટનો ઉપયોગ કાચ, ચીપ્સ, મોઝેક ટાઈલ્સ, સ્ટીલ, ખાતર, ફેરો મેંગેનીઝ, મેગ્નેશિયમ ધાતુ બનાવવા, દરિયાના પાણીના શુદ્ધિકરણમાં તથા રિફ્રેકટરી ઉદ્યોગમાં થાય છે.




Post a Comment

0 Comments