→ કૅલ્સાઇટ એ સામાન્ય દબાણે અને તાપમાનની મોટી સીમામાં મળી આવતા કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO3)નું એક સ્વરૂપ છે. તેમાંના કૅલ્શિયમનું વિસ્થાપન થવાથી તેમાં થોડા પ્રમાણમાં મૅગ્નેશિયમ, આયર્ન, મૅંગેનીઝ, જસત અને સીસું પણ હોય છે.
→ 'પાતાલીય અગ્નિકૃત ખડક' કેલ્સાઈટ ડેક્કન ટ્રેપના ખડકોમાંથી મળે છે.
→ સુક્ષ્મદર્શક સાધનોમાં તથા રસાયણ ઉદ્યોગોમાં ગાળણ તરીકે થાય છે.
→ સિરામિક, ગ્લેઝ્ડ પોટરી, કાંચ, મેટલ પોલિશ, રંગ, બ્લીચિંગ પાઉડર અને રબર ઉદ્યોગોમાં પણ કેલ્સાઈટનો ઉપયોગ થાય છે.
→ સિમેન્ટ, સાબુ, રાસાયણિક ખાતરોમાં, ખાંડ, કેલ્શિયમ, દંતમંજન, કાર્બાઈડ, એમોનિયા વગેરે ઉદ્યોગોમાં કેલ્સાઈટનો ઉપયોગ થાય છે.
→ ગુજરાતમાં ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, સાબરકાંઠા, કચ્છ, સુરત, વડોદરા અને પંચમહાલ જિલ્લાઓમાં કેલ્સાઈટનો જથ્થો રહેલો છે.
0 Comments