Ad Code

Dharsen-IV (AD 643 - AD 650) | ધરસેન -4થો ( ઈ.સ. 643 - ઈ.સ. 650)


ધરસેન -4થો ( ઈ.સ. 643 - ઈ.સ. 650)



→ ધરસેન – 4થો એ “ચક્રવર્તી” તરીકે નામાંકિત થયેલો .

→ મૈત્રક રાજાઓમાં ચક્રવર્તીનું મહાબિરૂદ ધારણ કરનાર તે પ્રથમ રાજા હતો.

→ પુત્રી : ભૂપા

→ તે મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા હતો.

→ વલભીના શરૂઆતના રાજાઓ માત્ર “મહારાજ” કહેવાતો, જ્યારે ધરસેન -4થો એ “પરમ ભટ્ટારક – મહારાજાધિરાજ – પરમેશ્વર” નું બિરુદ ધારણ કર્યું.

→ તે ચક્રવર્તી સમ્રાટ હર્ષનો દૌહિત્ર હતો.

→ તેને પુત્ર ન હતો.









→ ઈ.સ. 648માં ધરસેન-4એ ભરૂકચ્છમાં વિજય છાવણીમાંથી બે દાનશાસન ફરમાવ્યા હતા. એના દત્તક તરીકે પોતાની પુત્રી દુહિતા (રાજપુત્રી) ભૂપાનું નામ આવે છે, જે ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી હોવાનો પ્રથમ દાખલો છે.

→ રાજય વિસ્તાર : સૌરાષ્ટ્ર, ખેટક, ભરૂકચ્છ, શિવભાગપુર, સૂર્યાપર, આનર્તપુર, માલવા, વિધ્યાંચલ –સહયાદ્રિ

→ ધરસેન -4થાનો આશ્રિત કવિ ભટ્ટી દ્વારા “રાવણવધ” અથવા “ભટ્ટીકાવ્ય”નામના વ્યાકરણ પરના પ્રખ્યાત કાવ્યગ્રંથ રચ્યા હતા.

→ તેણે ઉત્તરાધિકારી તરીકે પિતરાઈ ભાઈ ધ્રુવસેન -3જાની પસંદગી કરી હતી.
















Post a Comment

0 Comments