ધ્રુવસેન -2જો (ઈ.સ. 626 - ઈ.સ. 643)
→ ઉપનામ : “બાલાદિત્ય”
→ તે ધરસેન -3જા નો અનુજ (નાનો ભાઈ) હતો.
→ પુત્ર : ધરસેન - 4
→ એના સમયમાં વલભીના મૈત્રક રજાઓની કીર્તિ સમસ્ત ભારતવર્ષમાં પ્રસરી, કારણ કે તેને ઉત્તર ભારતના સમ્રાટ “હર્ષ” સાથે યુદ્ધ કર્યું હતું.
→ આ યુદ્ધમાં ધ્રુવસેનનો પરાજય થયો અને તેને નાંદીપુર (નાંદોદ) ના રાજા “દદ બીજા”નો આશ્રય લેવો પડ્યો હતો.
→ તે સમ્રાટ હર્ષવર્ધનનો જમાઈ હતો.
→ આમ, સમ્રાટ હર્ષવર્ધનની પુત્રી લગ્નસંબંધથી “મૈત્રકો” સાથે જોડાયેલી.
→ તે પરમ માહેશ્વર હતો અને તેના પુરોગામીઓની જેમ બૌદ્ધ ધર્મને પણ પ્રોત્સાહન આપતો.
→ પ્રશસ્તિમાં જણાવ્યા અનુસાર તે રાજતંત્ર અને શાલાતુરીય (પાણિનિય) તંત્રમાં નિષ્ણાંત હતો.
→ ધ્રુવસેન - 2જો “વ્યાકરણશાસ્ત્ર” અને “રાજનીતિશાસ્ત્ર”માં નિપુણ ગણવામાં આવ્યો છે.
0 Comments