ધરપટ્ટ (ઈ.સ. 550 - ઈ.સ. 555)
→ તે ધ્રુવસેન-1લાનો નાનોભાઈ અને સેનાપતિ ભટ્ટાર્કનો સહુથી નાનો જ્ઞાતપુત્ર હતો.
→ તેના અગ્રજો (મોટાભાઈઓ) એ સિત્તેરેક વર્ષ રાજ કર્યું. એ જોતાં ધરપટ્ટે રાજયારોહણ કર્યું ત્યારે તે ઘણો વયોવૃદ્ધ હશે.
→ તે સૂર્યઊપાસક હતો.
→ તે “પરમ આદિત્ય ભક્ત” તરીકે જાણીતો હતો.
→ ધરપટ્ટ બાદ રાજગાદીના અધિકાર તેના પુત્ર ધરસેનને પ્રાપ્ત થયો.
→ ધરપટ્ટનાં અગ્રજોને પુત્ર તો હશે, તો પણ ગૃહસેનની પસંદગી તેના ગુણોને આધારે થઈ હશે.
→ ઉત્તરાધિકારીની પસંદગી મૈત્રક વંશમાં દરેક રાજા પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે કરતાં હશે.
0 Comments