ધ્રુવસેન -1લો (ઈ.સ. 520 - ઈ.સ. 550)
→ લગ્ન : વાકાટક રાજકુમારી ચંદ્રલેખા (વાકાટક નરેશ હરિશેણની પુત્રી) સાથે
→ મહારાજ દ્રોણસિંહ પછી તેનો ઉત્તરાધિકારી તેનો અનુજ ધ્રુવસેન -1લાને પ્રાપ્ત થાય છે.
→ તેના 24 જેટલાં દાનશાસન મળ્યા છે જે મૈત્રક રાજાઓમાં સૌથી વધારે છે.
→ મૈત્રક રાજાઓના કુળધર્મ માહેશ્વર હતો છતાં ધ્રુવસેને અન્ય સંપ્રદાયનો અંગીકાર કરેલો.
→ ધ્રુવસેન પરમ ભાગવત (વૈષ્ણવ) હતો.
→ તેની પ્રશસ્તિમાં તેને “અભિલષિત” (ઈચ્છેલું) ફળ આપવામાં કલ્પતરૂ જેવો કહેલો છે.
→ રાણી ચંદ્રલેખા દ્વારા ઈ.સ. 526માં, વલભીમાં દ્વિતીય જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું
→ જૈન અનુશ્રુતિ અનુસાર રાજા ધુવસેનને પુત્ર મરણથી સંતાપ થયેલો ત્યારે તેની સ્વસ્થતા માટે આનંદપૂરમાં સભા સમક્ષ “કલ્પસૂત્ર” વાંચવામાં આવ્યું.
→ જૈન ધર્મની આ પરિષદમાં જૈન ધર્મના “આગમો”નું સંપાદન કરવામાં આવ્યું.
→ આ પરિષદના અંતે જૈન ધર્મના બે પંથો સ્પષ્ટ રીતે અલગ પડ્યા :
- શ્વેતાંબર
- દિગંબર
→ ધ્રુવસેન-1લાનાં બિરુદો : મહારાજ, મહાપ્રતિહાર, મહાદંડનાયક, મહાસામંત, મહાકાર્તાકૃતિક
→ હૂણ રાજા મિહિરકુલ સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો.
→ માળવા શાસક યશોવર્મા સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો.
→ દ્વારકા અને સૌરાષ્ટ્ર જીત્યું.
→ ધ્રુવસેનની ભાણેજ દુદા એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી વલભીમાં એક મહાવિહાર બંધાવ્યો હતો. ધ્રુવસેને એ બૌદ્ધ વિહારોને ભૂમિદાન આપી હતી.
→ ધ્રુવસેનના સમયે મૈત્રકોની રાજસત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાત પર પણ પ્રવર્તી હતી.
→ આનંદપુર (વડનગર) અને નગરક (ખંભાત પાસેનું નગરા) ના બ્રાહ્મણોને પણ મૈત્રક રાજાઓ પાસેથી ભૂમીદાનનો લાભ મળતો હતો.
0 Comments
Any suggestions, Please comment Below 👇