Ad Code

Founder of Maitrak Dynasty: General Bhattarak (470 AD - 480 AD) | મૈત્રક વંશનો સ્થાપક : સેનાપતિ ભટ્ટાર્ક (ઈ.સ. 470 - ઈ.સ. 480)


મૈત્રક વંશનો સ્થાપક : સેનાપતિ ભટ્ટાર્ક (ઈ.સ. 470 - ઈ.સ. 480)



→ ભટ્ટાર્ક મૈત્રક રાજવંશનો સ્થાપક હતો.

→ મગધના ગુપ્ત સામ્રાજ્યમાંથી ગુજરાતને મુક્ત કરાવ્યું હોવાને કારણે ભટ્ટાર્કને ગુજરાતનો પ્રથમ ઈતિહાસ પુરુષ કહેવામાં આવે છે.

→ ભટ્ટાર્કનો કોઈ અભિલેખ ઉપલબ્ધ નથી પરંતુ તેના વંશજોએ દાનપત્રોમાં પૂર્વજ તરીકે ભટ્ટાર્કની પ્રશંસા કરેલી છે.

→ ભટ્ટાર્ક મૈત્રકકુલનો પરમ માહેશ્વર (શૈવ) હતો, આથી જ તેણે પોતાની રાજમુદ્રામાં રાજપ્રતિક તરીકે શિવનો વાહન નંદિ – વૃષભની પસંદગી કરી હતી.

→ ભટ્ટાર્કને લોકો પ્રાકૃત ભાષામાં “ભટક્ક” તરીકે ઓળખાતા, તેથી તેણે રાજમુદ્રામાં પોતાનું મૂળનામ “શ્રી ભટક્ક”નો ઉપયોગ કર્યો હતો.

→ કાળક્રમે “ભટક્ક” નાં સ્થાને “ભટ્ટાર્ક” એવું એનું સંસ્કૃત રૂપ પ્રયોજાયું હતું.

→ ભટ્ટાર્ક પ્રબળ સેનાપતિ અને સફળ વિજેતા હોવા છતાં મુત્સદ્દી રાજનીતિજ્ઞ પણ હતો.

→ તેણે વાસ્તવમાં રાજસત્તા ધારણ કરી હોવા છતાં કોઈ રાજબિરુદ ધારણ કર્યું નહીં અને પોતાને “સેનાપતિ” તરીકે જ ઓળખવાનું ચાલુ રાખ્યું.









→ સેનાપતિ ભટ્ટાર્ક પરમ માહેશ્વર હતો, પરંતુ ધાર્મિક બાબતોમાં ઉદાર વલણ ધરાવતો હતો.

→ વલભીમાં બંધાયેલ “ભટ્ટાર્ક-વિહાર” નામ દર્શાવે છે કે ત્યાં તેણે પોતાના નામનો એક બૌદ્ધ વિહાર (મઠ) બંધાવ્યો હતો.

→ ઈ.સ. 470માં શાસન શરૂ કરનાર ભટ્ટાર્કબ શાસનકાળની ઉત્તર મર્યાદા ઈ.સ. 480ના અરસામાં ગણાય.

→ ભટાર્કે તેમજ તેના ઉત્તરાધિકારી ધરસેને પોતાના પરંપરાગત પરમભટ્ટાર્ક (પરસ્વામી) સાથેનો મૂળ સંબંધ ઔપચારિક રીતે યથાવત રહેવા દીધો.

→ જાણે એ હજી સેનાપતિ હોય અને ગુપ્ત સામ્રાજ્યના આધિપત્ય નીચે શાસન કરતાં હોય.

→ અવંતિના વાકાટક અને વલભીના મૈત્રકો વચ્ચે વિવાહ સંબંધો હતા.

→ સેનાપતિ ભટ્ટાર્કનાં પુત્રો : સેનાપતિ ધરસેં, મહારાજા દ્રોણસિંહ, ધ્રુવસેન -1, ધરપટ્ટ
















Post a Comment

0 Comments