→ શિલાદિત્ય-6ઠ્ઠાને પ્રશસ્તિઓમાં “પુરુષોત્તમ” અને “પાર્થિવનો અધિરાજ” તરીકે ઓળખવામાં આવ્યો છે.
→ તેનાં સમયમાં ઈ.સ. 750માં રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે મહિ અને રેવા નદી વચ્ચેના લાટ અને માલવ પર વિજય મેળવ્યો હતો.
→ ભૃગુકચ્છમાં ગુર્જર વંશની સત્તા અસ્ત પામી હતી, અને ત્યાં ચાહમાન વંશની સત્તા સ્થપાઈ હતી. જેણે ઉત્તરના પ્રતિહાર રાજા નાગભટ્ટ -1લાનું આધિપત્ય સ્વીકાર્યું હતું.
→ શિલાદિત્ય -6ઠ્ઠાના સમયે આરબ સુબા “હશામે” દરિયારસ્તે વલભીરાજ્ય પર આક્રમણ કર્યું, આનો ઉલ્લેખ આરબ ઈતિહાસકાર અલ બિલાદૂરી કરે છે પરંતુ આમાં આપણ આરબોને નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ હતી.
→ શિલાદિત્ય -6ઠ્ઠાની સત્તા ભાવનગરથી છેક પંચમહાલ સુધી ટકી રહી હતી.
0 Comments