Maitrak dynasty: Shiladitya – 7| શિલાદિત્ય – 7


શિલાદિત્ય – 7મો



→ પિતા : શિલાદિત્ય – 6ઠ્ઠો

→ મૂળનામ : હેરટદેવ

→ અન્ય નામ : ધ્રુભટ્ટ અર્થાત ધ્રુવભટ્ટ (પ્રશસ્તિમાં)







→ મિત્ર : કાકુ વાણિયો

→ યશસ્વી સિદ્ધિ : તેણે બંગાળના પાલવંશના પ્રસિદ્ધ રાજા ધર્મપાલને પરાજિત કર્યો હતો.

→ વિશેષતા : તે મૈત્રક વંશનો અંતિમ રાજા હતો.










વલભીનો વિનાશ



→ જૈન ગ્રંથો : પ્રબંધકોશ, વિવિધતીર્થકલ્પ, પ્રબંધચિંતામણી, પુરાતનપ્રબંધસંગ્રહ માં વલભીના વિનાશ માટે મલેચ્છો (આરબો)ના આક્રમણને જવાબદાર ગણવામાં આવ્યું છે.

→ જૈન પ્રબંધના આનુશ્રુતિક વૃતાંત અનુસાર : દંતકથા

→ વલભીના રાજા શિલાદીત્યે પોતાની કુંવરી માટે નગરનાં શ્રેષ્ઠી રંક કાકુને ત્યાંથી તેની પુત્રીની રત્નજડિત સોનાની કાંસકી ઝૂંટવી.

→ આ અપમાનનો બદલો લેવા કાકુ મલેચ્છ મંડલ ગયો અને માગ્યા પૈસા આપીને વલભી પર હુમલો કરવા મલેચ્છ રાજાને તૈયાર કર્યો.

→ કાકૂની યુક્તિના કારણે રાજા શિલાદિત્યનો દૈવી અશ્વ આકાશમાં ઊડી ગયો અને રાજા યુદ્ધમાં મરાયો.


→ વલભી વિદ્યાપીઠ નાલંદાની જેમ એક મોટી વિદ્યાપીઠ હતી જે બૌદ્ધ ધર્મનું મહત્વનુ એક કેન્દ્ર ગણાતું હતું.

→ વલભી વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મોની વિદ્યા વિષયક પ્રવૃત્તિની એક મહાન કેન્દ્ર ગણાતું હતું.

→ ચીની યાત્રી ઇત્સિંગ ના મત પ્રમાણે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્વિમમાં વલભી એ મોટી બૌદ્ધ વિદ્યાપીઠો હતી.















Post a Comment

0 Comments