→ વલભીના રાજા થતાં પહેલાં તેણે દક્ષિણનાં સહ્ય પ્રદેશ પર સામંત તરીકે કાર્ય કર્યું હતું.
→ ચીનના મહાશ્રમણ હ્યુ – એન ત્સાંગે (હ્યુ એન શ્વાંગે) માળવાની મુલાકાત લીધેલી ત્યારે આ રાજાની ભારે પ્રશંસા સાંભળી હતી.
→ થાણેશ્વરનાં ચક્રવર્તી રાજા હર્ષવર્ધન ઈ.સ. 606 થી 612 દરમિયાન ઉત્તર ભારતની રાજસત્તાઓ સાથે યુદ્ધમાં રોકાયેલા હતા ત્યારે રાજા શિલાદિત્યએ માળવા પર પોતાની સત્તા પ્રસરી હોય એવું માનવામાં આવે છે.
→ શિલાદિત્ય પરાક્રમી અને વિજયી તો હતો જ, પરંતુ તે સિવાય આંતરિક ગુણ સંપત્તિમાં એથી પણ વધુ ચડિયાતો હતો.
→ વિક્રમ સંવતનો ઉપયોગ શરૂ કર્યો.
→ તેણે કૃતયુગ (સત્યયુગ) નો મારગ સાફ કરી પોતાનો ધર્મચારણ વડે “ધર્માદિત્ય” એવું નામ ધારણ કરેલું.
→ ગુપ્ત સમ્રાટોની જેમ બીજું નામ ધારણ કરનાર આ સૌપ્રથમ મૈત્રક રાજા હતો.
→ દર વર્ષે તે “મોક્ષ પરિષદ” ભરતો એન ચારે દિશાઓમાંથી ભિક્ષુઓને બોલાવતો અને તેમને પુષ્કળ દાન આપતો હતો.
→ આર્ય મંજુશ્રી મૂલકલ્પ ગ્રંથ પણ તેને “ધર્મરાજ” તરીકે બિરદાવે છે.
→ તેના કુલ 12 દાનપત્રો મળી આવ્યા છે.
→જેમાંથી,
એક દાન સૂર્યમંદિરને
6 દાન બૌદ્ધ વિહારોને
2 દાન શિવાલયોને
3 દાન બ્રાહ્મણોને આપવામાં આવેલુ છે.
→ પશ્વિમ ભારતની શિલ્પશૈલીનો પ્રવર્તક “શાર્ડગધર” આ શિલાદિત્યના દરબારમાં થયો હોય તેવું લાગે છે.
→ શીલદિત્યે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાને નામનો પુત્ર હોવા છતાં, પોતાના અનુજ “ખરગ્રહ – પહેલો” ની પસંદગી કરી.
0 Comments