ખનીજોના પ્રકારો | Types of minerals


ખનીજોના પ્રકારો

→ ગુજરાતમાં ત્રણ પ્રકારની ખનીજ મળી આવે છે.

  1. માટી અને પથ્થર વર્ગના
  2. પેટ્રોલિયમ અને ગેસ રૂપે
  3. દરિયાના પાણીમાંથી મળી આવતા વિવિધ રસાયણો
ચૂનાના પથ્થર , ચિનાઈ માટી , ડોલોમાઈટ, બોકસાઈટ, ફલોરસ્પાર, ચોક, ફાયરકલે , ચિરોડી , અકીક, કેલ્સાઈટ , કવાર્ટ્ઝ, સિલિકા, કંકર, તાંબુ , બેન્ટોનાઈટ, મેંગેનીઝ, સીસું, જસત, ખનીજતેલ, કુદરતી વાયુ વગેરે ધાતુમય અને અને અધાતુમય ખનીજો મળી આવે છે.

ગુજરાત ખાણોની સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબર પર આવે છે. પ્રથમ ક્રમ પર આંધ્રપ્રદેશ આવે છે.

→ ગુજરાતમાં કુલ 29 ખનીજો મળે છે. તેમાં 12 ખનીજો જેવી કે ચૂનાનો પથ્થર, બોકસાઈટ, મેંગેનીઝ, કેલ્સાઈટ, ડોલોમાઈટ, ફાયર કલે, ફલોરાઈટ, કેઓલીન, કવાર્ટ્ઝ, સિલિકાસેન્ડ અને લિગ્નાઈટ વેપારી ધોરણે મેળવાય છે.

→ ખનીજના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત છઠ્ઠા ક્રમ પર આવે છે.

→ ચૂનાનો પથ્થર, અકીક, ચૂનાવાળી રેતી, ચોક, ફાયર કલે, ફલોરાઈટ, ચિનાઈ માટી, બોકસાઈટ, બેન્ટોનાઈટ, મીઠું, લિગ્નાઈટ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

→ કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબર પર છે. રાજસ્થાન પ્રથમ છે.

→ ડોલોમાઈટના ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા નંબરે પ્રથમ ઓરિસ્સા બીજો મધ્યપ્રદેશ આવે છે.

→ ચિરોડીના ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા નંબર પર છે. પ્રથમ રાજસ્થાન બીજા નંબર પર તમિલનાડુ છે.

→ ગુજરાતમાંથી મળતી ખનીજોને બે ભાગમાં વહેંચવામાં આવે છે.

  1. ધાતુમય ખનીજ :
  2. અધાતુમય ખનીજ


Post a Comment

0 Comments