Ad Code

Responsive Advertisement

અકીક (Agate)


અકીક

→ વિવિધ રંગપટ અને અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા (SiO2) વર્ગના ચાલ્સીડોની પ્રકારનું, કુદરતમાં મળી આવતું, અર્ધકીમતી ખનિજ.

→ એ ક્વાર્ટ્ઝનો ખનિજપ્રકાર છે.

→ તેના ભૌતિક ગુણધર્મો ક્વાર્ટ્ઝને મળતા આવે છે.

→ વક્રીભવનાંક 1.535 અને 1.539, કઠિનતા આંક 6.5થી 7 અને વિ. ઘ. 2.6 છે.

→ સિસિલીમાં એકેટ (agate) નદીમાંથી તે સર્વપ્રથમ મળેલું હોવાથી તેનું નામ અકીક પડેલું છે.

→ મુખ્યત્વે તે અમેરિકા, ભારત, અરબસ્તાન, સેકસની, બવેરીઆ, સ્કોટલૅન્ડ, જર્મની, બ્રાઝિલ અને ઉરુગ્વેમાંથી મળી આવે છે.

→ ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં રતનપુર ઉપરાંત રાજપીપળા, અંકલેશ્વર, અમલઝાર, દામલાઈ, ધલકુવા, મુલજીપુર, માધવપુર; ભાવનગર જિલ્લામાં લાખણકા; રાજકોટ જિલ્લામાં બુદકોટડા અને કચ્છ જિલ્લામાં અદેસર, અંતરજલ, ભાભીઆ, ભુવર, ચંદ્રાણી, કેડા, ખેંગારપુર, મરડકબેટ વગેરે સ્થાનોમાંથી અકીક મળી આવે છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીના પટમાં ખાસ કરીને જબલપુરમાં ભેડાઘાટ પાસે; ઉત્તરપ્રદેશમાં બાંદા જિલ્લામાં; કર્ણાટકના બેલ્લારી જિલ્લાના સંદુર તાલુકાના થિમ્માપાયાગઢ પાસે પણ અકીક મળે છે.

→ અકીકની વિવિધ જાતો તેના પટાના રંગ તેમજ આકારની લાક્ષણિકતાઓ પરથી ઓળખવામાં આવે છે.

→ શ્વેત પટા સાથે વારાફરતી કાળા, કથ્થાઈ કે લાલ રંગના પટાવાળા અકીકનો ઓનીક્સ તરીકે, ઓનીક્સ જેવા જ પરંતુ રંગના થોડા ફેરફારવાળા અકીકનો સાર્ડોનિક્સ તરીકે, વલય સ્વરૂપે તૈયાર થયેલા રંગપટવાળા અકીકનો વલય અકીક (rign agate) અથવા ચક્ષુ-અકીક (eye-agate) તરીકે, વાંકીચૂકી રચનાવાળા અકીકનો કિલ્લેબંધી (fortification agate) અને લીલા રંગનું દ્રવ્ય જેમાં રેસા રૂપે ગોઠવાયેલું હોય અને વૃક્ષસમ રચના દેખાતી હોય એવા અકીકનો શેવાળ અકીક (moss agate) તરીકે ઓળખે છે.

→ વીંટીઓ, માળા, હાર, એરિંગ, કફલિંક અને ટાઇપિન જેવાં આભૂષણો, ગૃહસુશોભન માટેની ચીજવસ્તુઓ, છીંકણીની ડબ્બીઓ, છત્રીના હાથા, કાગળ કાપવાની છરીઓ, રાસાયણિક તુલા (balance) માટે ગોઠવાતી ત્રિકોણ પટ્ટીઓ (knife edges), ખલદસ્તા, બ્રોચ, મહોર, સોનીકામ માટેની ઓપણી, પેપરવેઇટ, પેનસ્ટૅન્ડ વગેરે તેમજ જરૂરિયાત મુજબના અન્ય આકારો રૂપે અકીકની વસ્તુઓ બનાવવામાં આવે છે.

→ અકીકનો ઉપયોગ શૃંગાર સાધનો બનાવવા માટે થાય છે.


→ ડેક્કન ટ્રેપના ઘસારાથી છૂટા પડેલા કોંગ્લોમરેટ્સના લોઅર માયોસીનથી શરૂ કરી અર્વાચીન સમયના સ્તરોમાંથી અકીક મળે છે.

→ ગુજરાતમાં અકીકના અનામત જથ્થા ભરૂચ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં રહેલા છે.

→ સૌથી અગત્યનો જથ્થો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર, આમલઝર, ભીમપોર, દમલાઈ, ધોલકુવા, માલજીરા, કુંથરપરા, હરિપુરા વિસ્તારમાંથી મળી આવે છે.



Post a Comment

0 Comments