Ad Code

Fluorspar | ફલોરસ્પાર


ફલોરસ્પાર

→ કેલ્શિયમ ફલોરાઈડ (CaF2,)ને 'ફલોરસ્પાર' અથવા 'ફલોરાઈટ' કહે છે.

→ રાસા. સૂત્ર : CaF2

→ ફલોરાઈટનો અર્થ થાય છે. 'ઝડપથી ઓગળનાર'

→ 16મી સદીમાં સૌપ્રથમ શોધ થઈ ધાતુઓને પીગાળવા માટે ફલોરસ્પાર ખૂબ જ ઉપયોગી છે.

→ ભારતમાં ફ્લોરાઇટ-પ્રાપ્તિ મુખ્ય ત્રણ પ્રકારની રચનાઓમાં વિતરણ પામેલી જોવા મળે છે

  1. પ્રી-કૅમ્બ્રિયન ગ્રૅનાઇટ, નાઇસ, ક્વાર્ટ્ઝાઇટ, પૅગ્મેટાઇટ અને ક્વાર્ટ્ઝ શિરાઓમાં; દા.ત., ગુજરાતમાં આંબાડુંગર; રાજસ્થાનમાં ડુંગરપુર, જાલોર અને ઝુનઝુનુ; તામિલનાડુમાં ડુંગરગાંવ (ચંદ્રપુર); આંધ્રમાં નેલોર; મધ્યપ્રદેશમાં ચંદીડુંગરી(દુર્ગ)માં
  2. કાર્બોનેટાઇટ ખડકજૂથમાં; દા.ત., ગુજરાતમાં આંબાડુંગરમાં
  3. પ્રાગ્ જીવયુગ/પ્રારંભિક કૅમ્બ્રિયનની જળકૃત રચનાઓમાં; દા.ત., મધ્યપ્રદેશમાં રમણવાડા – રેવા-વિસ્તારમાં.

→ ફલોરસ્પાર અત્યાર સુધી વિશ્વમાં માત્ર ગ્રીનલેન્ડમાં જ મળતું હોવાથી બધા દેશો ત્યાંથી જ આયાત કરતાં.

→ ગુજરાતમાં વિશ્વનો સૌથી વધુ ફલોરસ્પારનો જથ્થો એક જ સ્થળેથી 400થી 600 મીટરની ઊંચાઈ પરથી મળી આવ્યો છે.

→ ઉત્પાદનની દષ્ટિએ ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે.

→ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના આંબાડુંગર, ડુંગરગામ અને નૌતિટેકરી વિસ્તારોમાં વિશ્વના સૌથી મોટા જથ્થા રહેલા છે.

→ આંબાડુંગર પાસે કડીપાણી ખાતે ફલોરસ્પારના શુદ્ધિકરણ માટે મોટું કારખાનું નાખવામાં આવ્યું છે. જે સમગ્ર એશિયા ખંડમાં અજોડ છે.

→ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હીંગોરિયા નામના સ્થળેથી પણ ફલોરસ્પારનો થોડો જથ્થો મળ્યો છે.

→ ગુજરાતમાં કેમિકલ ગ્રેડના ફલોન્સ્પારનો સૌથી વધુ વપરાશ ઉધના પાસે આવેલ 'નવીન ફલોરીન કંપની' કરે છે.


ઉપયોગ

→ ફ્લોરાઇટ તેમાં રહેલી ફ્લોરિન માત્રાને કારણે રાસાયણિક ર્દષ્ટિએ મહત્વનું બની રહે છે.

→ તેનો 85 % ઉપયોગ રાસાયણિક ઉદ્યોગમાં થાય છે.

→ આ ખનિજ બે કક્ષાકીય પ્રકારો(grade)માં મળે છે.

  1. તેજાબ-કક્ષા (acid grade) અને
  2. ધાતુશોધન-કક્ષા (metallurgical grade)


→ પ્રથમ કક્ષાનું ફ્લોરાઇટ, હાઇડ્રૉક્લૉરિક તેજાબ (HF), કૃત્રિમ ક્રાયોલાઇટ, ઍલ્યુમિનિયમ ફ્લોરાઇડ, અપારદર્શક તથા દૂધિયા કાચ જેવાં દ્રવ્યોની બનાવટમાં તેમજ સિરૅમિક ઉદ્યોગમાં ચીજવસ્તુઓને ઓપ આપવામાં વપરાય છે.
→ દ્વિતીય કક્ષાનું ફ્લોરાઇટ પોલાદની બનાવટમાં પ્રદાવક તરીકે અને ફાઉન્ડ્રી-કાર્યમાં વપરાય છે.

→ પારદર્શક ફલોરાઇટ ર્દગકાચ (lens) બનાવવામાં પણ વપરાય છે.

→ ફેલ્સ્પારમાંથી પૉટાશ મેળવવા માટે, પૉર્ટલૅન્ડ સિમેન્ટની બનાવટમાં, ઘર્ષકચક્રોમાં બંધક (bond) તરીકે, જંતુનાશકોમાં, ખાદ્યજાળવણી (preservative)માં, રંગો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

→ ફ્લોસ્પારનો ઉપયોગ સ્ટીલ, એલ્યુમિનિયમ અને અણુ ખનીજોના ઉદ્યોગોમાં ગાળણ તરીકે ફલોરસ્પારનો ઉપયોગ થાય છે.

→ ફ્લોરસ્પાર હાઈડ્રોકલોરિક એસિડ અને તેમાંથી નીકળતા દ્રવ્યો બનાવવા, ફલોરો કાર્બન્સ, કૃત્રિમ ક્રાયોલાઈટ,પોર્ટલેન્ડ સિમેન્ટમાં ગાળણ તરીકે, એનેમલ તરીકે ચિનાઈ માટીના ઉદ્યોગોમાં અને આયલેસન્ટ કાચ બનાવવામાં ઉપયોગી છે.



Post a Comment

0 Comments