Ad Code

Responsive Advertisement

ચૂનાના પથ્થર (limestone)


ચૂનાના પથ્થર

→ ચૂના-પથ્થરો જળકૃત ખડકો છે જે મુખ્યત્વે કૅલ્શિયમ તથા મૅગ્નેશિયમ કાર્બોનેટના બનેલા હોય છે. તેનાં ખનિજોમાં કૅલ્સાઇટ [CaCO3) તથા ડૉલોમાઇટ [CaMg (CO3)2] ઉપરાંત ઍરેગોનાઇટ પણ છે. પરવાળાં તથા સીપ, આરસ, ચૉક, કોરલ વગેરે ચૂનાના વિવિધ પદાર્થો છે.

→ ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ, લોખંડ–પોલાદ, ફેરો–એલોય, ચૂનો, સોડાએશ, કેલ્શિયમ કાર્બાઈડ, સાબુ,કાગળ, રંગ, ખાંડ શુદ્ધિકરણ, કાચ, બ્રોમીન અને પોટેશિયમ સ્કેનાઈટના ઉત્પાદનમાં થાય છે.

→ ગુજરાતમાં ઊંચી કક્ષાનો ચૂનાનો પથ્થર સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પશ્ચિમ કિનારાના પ્રદેશોમાંથી વધુ પ્રમાણમાં મળે છે.

→ મિલિયોલાઈટ લાઈમસ્ટોન નામનો ચૂનાનો પથ્થર પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને વેરાવળ તાલુકામાંથી મળી આવે છે.

→ સોડાએશમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જે ચૂનાના પથ્થરમાંથી બને છે.

→ પોરબંદરમાંથી મળી આવતો 'ચૂનાનો પથ્થર' બાંધકામ માટે સૌથી વધુ ઉપયોગી છે.






Post a Comment

0 Comments