Ad Code

શ્રીરામ મંદિર

→ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રીરામ મંદિરનો શિલાયન્સ કરાવ્યો હતો.

→ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં 10 એકરથી વધુ જમીનમાં ભગવાન શ્રી રામના દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે.

→ આ મંદિર ૩ માળનું છે, આ મંદિરની લંબાઈ 360 ફૂટ અને પહોળાઈ 235 ફૂટ છે.

→ તેની ઊંચાઈ 161 ફૂટ છે. જોકે, અગાઉ આ મંદિરની ઊંચાઈ 141 ફૂટ નક્કી કરવામાં આવી હતી. જે વધીને 161 ફૂટ કરવામાં આવી છે.

→ અહીં મુખ્ય મંદિરની આસપાસ 4 નાના મંદિરો પણ હશે.

→ આ મંદિરમાં સ્તંભની સંખ્યા લગભગ 392 જેટલી છે.

→ આં મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં થયું છે.

→ આ મંદિરની ડિઝાઈન ગુજરાતના અમદાવાદના પ્રસિદ્ધ સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

→ આ મંદિરની ડિઝાઈન તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ વર્ષ 1989માં સૌપ્રથમ શ્રી ચંદ્રકાન્ત સોમપુરાએ કર્યો હતો.

Post a Comment

0 Comments