Ad Code

ચિરોડી | Gypsum


ચિરોડી (Gypsum)

→ ચિરોડી એ અધાત્વીય ખનિજો પૈકીનું એક સૌથી અગત્યનું ખનિજ છે.

→ રાસાયણિક ર્દષ્ટિએ જિપ્સમ જળયુક્ત કૅલ્શિયમ સલ્ફેટ – CaSO4.2H2O છે.

→ તે છ જાણીતાં સ્વરૂપે મળે છે.

  1. સેલેનાઇટ અથવા સ્ફટિકમય ચિરોડી : સામાન્ય રીતે રંગવિહીન પારદર્શક અથવા અર્ધપારદર્શક અને પડવાળું (foliated) હોય છે.
  2. સાટિનસ્પાર : રેશમ જેવા ચળકાટવાળું રેસાદાર સ્વરૂપ.
  3. આલા બાસ્ટર : ઝીણા કણવાળી દળદાર જાત.
  4. રૉક-ચિરોડી : નક્કર અથવા વજનદાર જાત.
  5. બીજ-ચિરોડી : ઘઉંના દાણાને મળતો આવતો નાના છૂટા છૂટા, ઓછેવત્તે અંશે દાણાદાર સ્ફટિકોનો સમુચ્ચય.
  6. ચૂર્ણ-ચિરોડી અથવા જિપ્સાઇટ : રચનાની ર્દષ્ટિએ લોટને મળતો આવતો ઘણા બારીક છૂટા કણોનો સમુચ્ચય.
→ ગ્રીક અને રોમન સમયમાં તથા એસિરિયન અને ઈજિપ્શિયન પ્રજા પણ પ્લાસ્ટર માટે ચિરોડીનો ઉપયોગ કરતી હતી.

→ શુદ્ધ ચિરોડી સફેદ હોય છે. સ્ફટિક-રૂપમાં તે પારદર્શક કે અર્ધપારદર્શક હોય છે. બજારુ ખનિજ ઘણીવાર ભૂખરા, પીળા અથવા આછા લાલ અથવા કોઈ કોઈ વાર ધાતુ જેવા વાદળી (plate blue) રંગની હોય છે.

→ કચ્છ જિલ્લામાં ઉચ્ચ પ્રકારની ચિરોડી મળી આવે છે.

→ ગુજરાતમાં મળતી ચિરોડી સિલેનાઇટ પ્રકારની છે.



ચિરોડીનો ઉપયોગ

→ ચિરોડીનો સૌથી વધુ ઉપયોગ પોર્ટલેન્ડ સિમેન્ટ અને રાસાયણિક ખાતરો બનાવવામાં થાય છે.

→ નિકલ ધાતુ

→ એમોનિયમ સલ્ફેટ

→ રંગ

→ સિરેમિક

→ સલ્ફયુરિક એસિડ

→ કાચ

→ કોસ્મેટિકસ

→ દાણાદાર કક્ષાનો ઈન્સ્યુલેટિંગ પાઈપ

→ એસ્બેસ્ટોસ

→ ખાંડ

→ રસાયણ રિફેકટરી

→ જંતુનાશક દવાઓની બનાવટમાં

→ કાપડ

→ ટુથપેસ્ટમાં પોલિશિંગ એજન્ટ તરીકે

→ તેલ

→ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટમાં

→ ફલકસ તરીકે

→ કામની બનાવટમાં ઓકિસડાઈઝિંગ એજન્ટ તરીકે

→ પોટાશ ધરાવતી ખનીજોમાંથી પોટાશ છૂટો પાડવા જમીનની ક્ષારતા ઘટાડવા

→ કૃત્રિમ ખાતરો તૈયાર કરવા માટે તે ગંધકના પ્રાપ્તિદ્રવ્ય તરીકે એકલી કે કુદરતી ખાતરો સાથે મિશ્ર કરીને ઉપયોગમાં લેવાય છે.

→ ચિરોડી એ કુદરતી રીતે મળતું કૅલ્શિયમ સલ્ફેટ હોવાથી એમોનિયમ સલ્ફેટની બનાવટમાં થતો તેનો ઉપયોગ ઘણો જ જાણીતો છે.





Post a Comment

0 Comments