→ કુદરતમાં મુક્ત અથવા સંયોજિત રૂપે મળી આવતી, વિદ્યુતસુવાહક, ગુલાબી ઝાંયવાળી ધાતુ.
→ ગુજરાતમાં તાંબુ બનાસકાંઠા દાંતા તાલુકામાં તથા અંબાજી ગામના ઉત્તર – પશ્ચિમ ભાગમાંથી મળી આવે છે.
→ તાંબાનો ઉપયોગ ખાંડના શુદ્ધિકરણમાં, તાંબાનો ઢોળ ચઢાવવા, વીજળીના તાર તરીકે થાય છે.
→ તાંબાને કલાઈ સાથે ભેળવી કાંસું, જસત સાથે ભેળવી પિત્તળ, ઍલ્યુમિનિયમ સાથે ભેળવી ડ્યુરેલ્યુમિના અને નિકલ સાથે ભેળવી મોનેલ જેવી મિશ્રધાતુઓ બનાવાય છે. તાંબાના ક્ષારો ચેપનાશકો માટે, ફૂગનાશકો માટે અને રંગીન કાચ બનાવવામાં વપરાય છે.
→ ભારતમાં તાંબાના ધાતુનિક્ષેપો ઉત્પન્ન કરતાં મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, રાજસ્થાન, આંધ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસા અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં તે તમિળનાડુ, કેરળ, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળા, જમ્મુ-કાશ્મીર અને અમુક પ્રમાણમાં ગુજરાત(અંબાજી)માં મળે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇