→ વારલી ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર રહેતા 'સઈ' જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે જે મધ્યપ્રદેશની ભીમબેટકાના ગુફાચિત્રો સાથે મળતી આવે છે.
→ દક્ષિણ ગુજરાતના સૂરત, વલસાડ અને નવસારી તથા વાયવ્ય મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વારલી (ભીલ) આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા.
→ છાણ-ગારો લીંપેલી ઝૂંપડાની ભીંતો વારલી ચિત્રકલાનું ફલક છે.
→ ભીંત પર દોરવામાં આવતા ચિત્રને વારલી લોકો ‘ચોક’ અથવા ‘કંસારી’ પણ કહે છે. લગ્નવિધિની પ્રથમ જરૂરિયાત રૂપે આ ‘ચોક’ કે ‘કંસારી’ ચીતરવામાં આવે છે. તેમાં કેન્દ્રસ્થાને દેવી ‘પાનઘટ’નું આલેખન કરવામાં આવે છે.
→ ભૂખરા-કથ્થાઈ રંગની લીપેલી ભીંત પર વારલીઓ ચિત્રને ફક્ત એક જ રંગ-સફેદ-થી આલેખે છે.
→ ચિત્રકલામાં લગ્નપ્રસંગ, મચ્છીમારી, શિકાર, ખેતી, વૃક્ષો, નૃત્યો વગેરેના ચિત્રો દોરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિત્રો દીવાલ પર ગેરૂ અને સફેદ રંગ(ચોખાનો ભૂકો કરી)નો ઉપયોગ કરી દોરવામાં આવે છે.
→ વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે.
→ દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો ઉમરગામ, ઘરમપુર, અને ડાંગમાં વસતા વારલી અને ફૂંકણા લોકોનાં 'પચવી' ના ચિત્રો વારલી ચિત્રકલાના નામે વિશ્વવિખ્યાત બન્યા છે.
→ 'પચવી' નો અર્થ થાય છે કે નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતી ભીંત ઉપરની ચિત્રકલા.
0 Comments