→ તેમને આ પારિતોષિક પાકિસ્તાનના મલાલા યુસુફઝઇ સાથે સંયુકતપણે આપવામાં આવ્યું હતું.
→ તેઓ ભારતના એક માનવ અધિકાર કાર્યકર્તા છે, જે 1980થી બાળ ગુલામી અને શોષણને સમાપ્ત કરવા માટે વૈશ્વિક લડતમાં આગળ પડતું કાર્ય કરે છે.
→ બાળપણમાં તેમણે વંચિત વિધાર્થીઓની શાળા ફી ચૂકવવા માટે એક ફૂટબોલ (સોકર) કલબની રચના કરી અને પાઠયપુસ્તક બેંકના વિકાસ માટે અભિયાન ચલાવ્યું હતું.
→ 1977માં તેઓ નવી દિલ્હી ગયા, ત્યાં તેમણે આર્યસમાજ માટે સાહિત્યના પ્રકાશક તરીકે કામ કર્યું.
બચપન બચાવો આંદોલન
→ તેમણે વર્ષ 1980માં બચપન બચાવો આંદોલન નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
→ તેમના કાર્ય હેઠળ બચપન બચાવો આંદોલન દ્વારા છેલ્લા ચાર દાયકામાં 90,000 થી વધુ બાળકોને ગુલામી, તસ્કરી અને શોષણકારી જેવી મજૂરીમાંથી મુકત કરાવ્યા હતાં.
→ શોષિત બાળકો વતી આ અત્યાર સુધીની સૌથી મોટી સામાજિક ચળવળ બની ગઇ છે.
→ હાલમાં તેઓ ગ્લોબલ માર્ચ અગેઈન્સ્ટ ચાઇલ્ડ લેબર ના અધ્યક્ષ પણ છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ (12 જૂન)ના રોજ બાલપંચાયતનું આયોજન કરવામાં આવે છે.
પુરસ્કાર
→ વર્ષ 1998: ગોલ્ડન ફ્લેગ પુરસ્કાર
→ વર્ષ 2006 : ફ્રીડમ પુરસ્કાર
→ વર્ષ 2009 : ડિફેન્સ ઓફ ડેમોકસી પુરસ્કાર
→ વર્ષ 2014 : નોબલ શાંતિ પુરસ્કાર
→ વર્ષ 2015 : માનવતાવાદી એવોર્ડ (હાવર્ડ યુનિવર્સિટી દ્વારા)
→ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (SCF)ની સ્થાપના કૈલાશ સત્યાર્થી 2004માં કરવામાં આવી હતી. આ ગ્રાસરૂટ સંસ્થા બાળકોના અધિકારો માટે ફાયદાકારક નીતિઓ અને જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.
→ વર્ષ 2021માં ભારત સરકારના ફિલ્મ ડિવિઝન દ્વારા વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ (12 જૂન) નિમિત્તે સત્યાર્થી નામની દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
→ તેમણે વિશ્વના 144 દેશોમાં 86000 થી વધુ બાળકોને અધિકારોની સુરક્ષા માટે કામ કર્યું છે.
0 Comments