→ ભારતીય બંધારણના અનુચ્છેદ–170માં વિધાનસભાની જોગવાઈ કરવામાં આવી છે.
→ બંધારણના અનુચ્છેદ–170માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા (બેઠકો) મહત્તમ 500 અને ઓછામાં ઓછી 60 રહેશે.
→ પરંતુ અમુક રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે જેમાં વિધાનસભાની સભ્ય સંખ્યા 60 કરતા ઓછી છે. આવા રાજ્યો (1) સિક્કિમ–32 બેઠકો , (2) મિઝોરમ– 40 બેઠકો, (3) ગોવા-40 બેઠકો.
→ 28 રાજ્યો ઉપરાંત 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વિધાનસભાની વ્યવસ્થા છે. જેમા દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કશ્મીરનો સમાવેશ થાય છે.
વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત
→ બંધારણના અનુચ્છેદ– 173 મુજબ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત નીચે મુજબ છે
→ તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ.
→ તે વ્યક્તિ જે તે રાજ્યના વતની હોવા જોઈએ એટલે કે સંબંધિત રાજ્યના કોઈપણ મત ક્ષેત્રની મતદર યાદીમાં નામ હોવું જોઈએ.
→ વ્યક્તિની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
→ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અંતર્ગતની કોઈ સેવાઓમાં લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ.
વિધાનસભાના સભ્યના શપથ
→ ભારતીય બંધારણના અનુચ્છેદ– 188 મુજબ વિધાનસભાના પ્રત્યેક સભ્યએ રાજ્યપાલ અથવા રાજ્યપાલ દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ સમક્ષ બંધારણની અનુસૂચિ-3 ના નમૂના મુજબ શપથ લેવાના હોય છે.
0 Comments