→ ભારતીય બંધારણના અનુચ્છેદ— 164 (1) મુજબ મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત રાજ્યોના રાજ્યપાલ કરશે.
→ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. જેનો અર્થ એ નથી કે રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકે.
→ પરંતુ વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપે છે. અને આ બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
→ બીજી એ પણ શક્યતા છે જો કોઈ પક્ષને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી ન મળે તો જોડાણ (ગઠબંધન) દ્વારા બનેલા પક્ષોમાંથી સૌથી મોટા પક્ષને રાજ્યપાલ સરકાર બનાવવા આમંત્રિત કરે છે. અને ગઠબંધનના પક્ષો દ્વારા નક્કી કરેલ વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
→ આ ઉપરાંત બંધારણના અનુચ્છેદ- 164 (4)માં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ ગૃહના (વિધાનસભા કે વિધાનપરિષદ) સભ્ય ન હોય પરંતુ ગૃહનો સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોય તો તેને મુખ્યમંત્રી બનાવી શકાય છે.
→ પરંતુ આવી વ્યક્તિએ વધુમાં વધુ 6 મહિનામાં કોઈપણ ગૃહનું સભ્યપદ મેળવવું અનિવાર્ય છે અન્યથા 6 મહિના બાદ તે મુખ્યમંત્રી પદ પર રહી શકશે નહીં.
મુખ્યમંત્રીના શપથ
→ ભારતીય બંધારણના અનચ્છેદ- 164(3) મુજબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ રાજ્યના રાજ્યપાલ સમક્ષ બંધારણની અનુસૂચિ 3 મુજબ હોદ્દાના શપથ ગ્રહણ કરવાના હોય છે.
મુખ્યમંત્રીનો કાર્યકાળ
→ મુખ્યમંત્રીનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી હોય ત્યાં સુધી મુખ્યમંત્રી પોતાના પદ પર રહે છે.
→ પરંતુ વિધાનસભામાં બહુમતિ પ્રાપ્ત ન થાય તો રાજીનામું આપવું પડે છે. જો મુખ્યમંત્રી રાજીનામું આપવા તૈયાર ન થાય તો રાજ્યપાલ તેમને પદ પરથી બરખાસ્ત કરે છે.
0 Comments