Ad Code

Responsive Advertisement

Tectona grandis | Teak | સાગ


સાગ

→દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis

→ સાગનું વૃક્ષ ઉમદા અને કીમતી ઈમારતી લાકડું આપે છે.

→ ભારતમાં કેરળનું નીલાંબર અને તમિલનાડુના કોઈમ્બતૂરનું સાગ તેનાં યાંત્રિક ગુણધર્મો માટે પ્રમાણભૂત ગણાય છે.

→ સાગનાં લાકડાનો કચરો અને નાના કદનાં દ્રવ્યોમાંથી માવો બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ લખવાના- છાપવાના અને વીંટાળવાના કાગળો બનાવવામાં થાય છે.

→ સાગ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅંડના પશ્ચિમના ભાગોનાં વનોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે.

→ શુષ્ક સંજોગોમાં અને ઋતુઓમાં પર્ણો નવેમ્બરથી જાન્યુઆરીમાં ખરી પડે છે.

→ નવાં પર્ણો એપ્રિલથી જૂન દરમિયાન ઉત્પન્ન થાય છે.

→ સાધારણ ભેજવાળી સ્થિતિમાં પર્ણોની જેમ એપ્રિલમાં પુષ્પનિર્માણ થાય છે. ફળ નવેમ્બરથી જાન્યુઆરીમાં પરિપક્વ બને છે .


→ ભારતમાં સાગનાં વનોનાં પાંચ સ્પષ્ટ પારિસ્થિતિક પ્રરૂપો (ecotypes) જોવા મળે છે : અત્યંત શુષ્ક, શુષ્ક, અર્ધશુષ્ક, આર્દ્ર અને અત્યંત આર્દ્ર.

→ સાગનાં વનોની મૃદાનો pH 5.0થી 7.0ની વચ્ચેનો હોય છે. વધારે શુષ્ક સ્થળોએ pH 7.5 સુધી પહોંચે છે.

→ બધાં જ વનોમાં સાગના જોવા મળતા સહચારીઓ આ પ્રમાણે છે : ખેરબાવળ (Acacia catechu), હલદરવો (Adina cordifolia), ધાવડો (Anogeissus latifolia), ગૂગળ (Boswellia serrata), ચારોળી (Buchanania lanzan), ખાખરો (Butea monosperma), ગરમાળો (Cassia fistula), ભેરિયો (Chloroxylon swietenia), ગરારી (Cleistanthus collinus), સીસમ (Dalbergia latifolia), D. paniculata, ટીમરુ (Diospyros melanoxylon), આમળાં (Emblica officinalis), સેવન (Gmelina arborea), કાક્રિયા (Lagerstroemia parviflora), મવેડી (Lannea coromandelica), મહુડો (Madhuca indica), ધારાકદંબ (Mitragyna parviflora), તણછ (Ougeinia oojeinensis), બીયો (Pterocarpus marsupium), કુસુમ (Schheichera oleosa), મોખો (Schrebera swietenioides), રોહીણ (Soymida febrifuga), બહેડાં (Terminalia bellirica) અને સુરિયા (Xylia xylocarpa). સાગની સાથે જોવા મળતી વાંસની જાતિઓમાં નકોર વાંસ (Dendrocalamus strictus), Ochlandra travancorica, Oxytenanthera ritcheyi અને વાંસ(Bambusa arundinacea)નો સમાવેશ થાય છે. કુંભી (Careya arborea), ધામણ (Greura tilaefolia), અંજન (Hardwickia binata), નાના (Lagerstroemia lanceolata), હૂમ (Miliusa tomentosa), Mimosa spp., ખારસિંગ (Radermachera xylocarpa), મીંઢળ (Randia spp.), શીમળો (Salmalia malabarica = Bombax ceiba), હરડે (Terminalia chebula), સાડરો (T. crenulata), કિંજલ T. paniculata અને Dipterocarpus spp. અન્ય સહચારીઓ છે.

→ ભારતમાં કેરળનું નીલાંબર અને તમિલનાડુના કોઇમ્બતુરનો સાગ તેના યાંત્રિક ગુણધર્મો માટે પ્રમાણભૂત ગણાય છે.

→ સાગના કાષ્ઠને સળગાવવાથી ઘેરા બદામી તૈલી-રાળયુક્ત (oleoresinous) પદાર્થ(શુષ્ક કાષ્ઠના 9 %-11.0 %)નો સ્રાવ થાય છે.

→ જગતની મોંઘી ઇમારતી જાતોમાં સાગ અત્યંત અગ્રિમ સ્થાન ધરાવે છે. તેનું કાષ્ઠ ઇમારતો, રાચરચીલું, પ્લાયવૂડ-ઉદ્યોગ, સંગીતનાં વાદ્યો બનાવવાના ઉદ્યોગ માટે, પુલ, રેલવે-સ્લીપરો અને ડબ્બાઓ, ખેતીનાં ઓજારો, હળ અને ઇજનેરીનાં સાધનો બનાવવા માટે; કોતરકામ અને મૉડેલ માટે; ટેલિગ્રાફ, ટેલિફોન અને વિદ્યુતના થાંભલાઓ માટે તેમજ દરિયાઈ વહાણવટાના ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે.



Post a Comment

0 Comments