→ દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનીએસી કુળની એક નયનરમ્ય વનસ્પતિ.
→ ગરમાળાને સંસ્કૃતમાં વ્યાધિધાત, નૃપ્રદુમ વગેરે, હિન્દીમાં અમલતાસ, બંગાળીમાં સોનાલૂ તેમ જ લેટિનમાં કૈસિયા ફિસ્ચલા કહેવાય છે. હિન્દી શબ્દસાગર અનુસાર હિંદી શબ્દ અમલતાસ અમ્લ એટલે કે ખટાશ પરથી બન્યો છે.
→ તેનું વૈજ્ઞાનિક નામ Cassia fistula
→ પુષ્પનિર્માણ માર્ચ-જુલાઈમાં થાય છે.
→ ગંગાની ખીણ, ખાસ કરીને ‘ભાબર’ માર્ગોમાં, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વિપુલ પ્રમાણમાં થાય છે.
→ ગરમાળો ભારતના પર્ણપાતી જંગલોમાં ઉપહિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે.
→ ગરમાળા ઉદ્યાનોમાં ‘શોભન વનસ્પતિ' તરીકે ઉછેરવામાં આવે છે.
→ ગરમાળાનાં લાકડામાંથી હોડી, કૃષિનાં ઓજારો, વીજળીના થાંભલા વગેરે બનાવવામાં આવે છે.
→ આયુર્વેદ અનુસાર, ગરમાળો અતિમધુર, શીતળ, મૃદુ, રેચક, તીખો, ભેદક, ગુરુ અને સ્રંસન હોય છે. તે શૂળ, જ્વર, કોઢ, કંડૂ, મેહ, કફ, વાયુ, ઉદાવર્ત, હૃદ્ રોગ, બંધકોશ, કૃમિ, વ્રણ, કફોદર, મૂત્રકૃચ્છ અને ગુલ્મનો નાશ કરે છે.
→ તેનાં પર્ણો રેચક અને કફ પ્રમેહનાં નાશક હોય છે. તેનાં પુષ્પો સ્વાદુ, ઠંડાં, કડવાં, ગ્રાહક અને તૂરાં હોય છે.
→ તેની શિંગો પાકકાળે તીખી, મધુર, બલકર, સ્રંસનકારક, રેચક, અરુચિપ્રદ અને કોષ્ઠશુદ્ધિકારક હોય છે. તે કફ, પિત્ત અને મલદોષનો નાશ કરે છે.
→ તેની છાલ પાકકાળે મધુર, સ્નિગ્ધ, અગ્નિવર્ધક અને રેચક હોય છે. તે પિત્ત અને વાયુની નાશક છે.
→ ગરમાળાનો ઉપયોગ દાદર, કુષ્ઠ, દમ, ખસ, ચાઠાં, કાળીપુળી (પાઠા), બાળકોની અંગ પર થતી ફોડલીઓ, હરિદ્રામેહ (પીળો મેહ), કફ, ગંડમાળા, ભિલામો ઊઠ્યો હોય ત્યારે અને સૂક્ષ્મ રેચ માટે થાય છે.
0 Comments