Home GEOGRAPHY Fisheries in Gujarat | ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ
Fisheries in Gujarat | ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ
ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ
→ ગુજરાત રાજય તેના 15 જિલ્લા સાથે દરિયાઈ સીમા સ્પર્શતી હોવાથી આ જીલ્લામાં મત્સ્ય ઉદ્યોગ નો વિકાસ વધારે થયો છે.
→ ભારતના મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવે છે. (પ્રથમ પશ્વિમ બંગાળ , બીજું આંધ્રપ્રદેશ)
→ ગુજરાતમાં કુલ 189 થી વધુ મત્સ્યકેન્દ્રો અને 192 માછીગામ આવેલા છે.
→ દેશમાં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10 % છે. જેમાંથી ગુજરાતમાં કુલ ઉત્પાદનના 65.70 % વપરાશ થાય છે .
મત્સ્ય ઉદ્યોગના ઉત્પદનના આધારે ગુજરાતનાં મત્સ્ય બંદરના મુખ્યત્વે બે પ્રકાર છે.
→ દરિયાઈ મત્સ્ય બંદર (ખારા પાણી)
→ અંતરદેશીય મત્સ્ય બંદર (મીઠા પાણી)
દરિયાઈ મત્સ્ય બંદર (ખારા પાણી)
ગુજરાતમાં સૌથી વધુ દરિયાઈ મત્સ્ય ઉદ્યોગના કેન્દ્રો :
→ સૌરાષ્ટ્ર : 70
→ તળ ગુજરાત : 68
→ કચ્છ : 51
દરિયાઈ મત્સ્ય કેન્દ્રો બે પ્રકારના છે :
→ મોસમી
→ બારમાસી
→ મોસમી બંદર : મોસમ પ્રમાણે એટલે ઋતુ બદલાતા મત્સ્ય પકડવાના ઉદ્યોગમાં બડાવ આવે તેવા બંદર મોસમી બંદર કહેવાય. ઉ.દા. વેરાવળ (ગીર સોમનાથ)
→ બારમાસી બંદર : જે બંદર માછીમારોની પ્રવૃત્તિ બારેમાસ ચાલતી હોય તેવા બંદરને બારમાસી બંદર કહેવાય છે . ઉ.દા. નવલખી
ગુજરાતનાં પ્રથમ કક્ષાના 10 મત્સ્યબંદરો જે નીચે મુજબ છે
ગુજરાતનાં પ્રથમ કક્ષાના 10 મત્સ્યબંદરો
બંદરનું નામ
ક્યાં આવેલું છે?
વેરાવળ ગીર સોમનાથ
પોરબંદર પોરબંદર
માંગરોળ જૂનાગઢ
જાફરાબાદ અમરેલી
જખૌ કચ્છ
Visit : generalknowledgedv.blogspot.com
દ્વારકા દેવભૂમિ દ્વારકા
ઓખા દેવભૂમિ દ્વારકા
રાજપરા ગીર સોમનાથ
નવાબંદર ગીર સોમનાથ
ઉમરસાડી વલસાડ
→ વેરાવળ (ગીર સોમનાથ) એ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર છે. તેથી તે Fishring Port તરીકે પણ ઓળખાય છે.
→ ભાંભરા પાણી (Brackish Water) અને ખારાશવાળું પાણી ના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા નંબર પર આવે છે. જેથી તેમાં ઝિંગાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે.
→ સુરત , વલસાડ અને ભરૂચ માં ભાંભરા પાણી (Brackish Water)ના વિસ્તારોમાં “શ્રીંમ્સ (Shrimps)” માછલાનું ઉત્પાદન થાય છે.
→ ભાંભરા જળવિસ્તાર માંથી પ્રોમ્ફેટ, હિલ્સા, પ્રોન, પર્ચ, બોમ્બેડ, ટુના વગેરે માછલીની પ્રજાતિ મળી આવે છે.
ગુજરાતનાં દરિયાકિનારે મળતા માછલાંની પ્રજાતિ
→ સફેદ પ્રોમ્ફેટ, કાળી પ્રોમ્ફેટ, ભારતીય સાલમન , હિલ્સા, બોમ્બે ડક્સ, જ્યુફિશ, શ્રીમ્પ્સ, પ્રોન, બુમલા, ટુના, ઝિંગા, લોબ્સ્ટર, વિન્ડોપેન, ઓઈસ્ટર, ધોમા, કેટફિશ, શાર્ક, દારા, કલ્યુપીડસ વગેરે
અંતરદેશીય (મીઠા પાણીનો) મત્સ્યઉદ્યોગ
→ ગુજરાતની પાંચ મહત્વની નદીઓમાં બાંધવામાં આવેલા ડેમમાં માછલી પકવવામાં આવે છે.
→ તાપી : કાકરાપાર અને ઉકાઈ , નર્મદા (સરદાર સરોવર )
→ મહી : કડાણા અને વણાક્બોરી
મીઠા પાણીની માછલી
→ કોલ્સ, ઝિંગા, શીગી, કટલા, રોહુ, મુગલ (નગર) હિલ્સા, કેટપીશ, ટીલાપીપા, માઈનસ કોર્પ, વગેરે
→ મોતી આપતી કાલુ નામની માછલી કોલક નદી અને પીરોટન ટાપુની આસપાસ જોવા મળે છે.
સંસ્થાઓ
→ કેન્દ્ર સરકારની સંસ્થા “મરીન પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી કોચીન” ની પ્રાદેશિક કચેરી ગુજરાતમાં વલસાડ ખાતે સ્થાપવામાં આવી છે.
→ ગુજરાત મત્સ્યોદ્યોગ વિકાસ નિગમ લિમિટેડ (GFCDL) ની સ્થાપના 1983 માં ગાંધીનગર મુકામે કરવામાં આવી હતી.
મત્સ્ય આધારિત ઉદ્યોગ
→ શાર્ક માછલીના લીવરમાંથી તેલ કાઢવાના એકમ વેરાવળ- પોરબંદર માં આવેલા છે.
→ શાર્ક માછલીના તેલની રિફાઈનરી વેરાવળમાં આવેલી છે.
→ શાર્કના શરીરમાંથી મળતા કોડલીવર ઓઈલની રિફાઈનરી વેરાવળમાં આવેલી છે.
→ ફિશમિલ પ્લાન્ટ જાફરબાદ (અમરેલી) માં આવેલો છે.
જાણવા જેવુ
→ ગુજરાતમાં મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર : ઉકાઈ, પીપોદરા, લીંગડા, પાલણ અને ઉમરવાડા
→ ઓખા ખાતે “મત્સ્ય ઔદ્યોગિક અસ્ટેટ”ની સ્થાપના કરવામાં આવેલી છે.
→ ગુજરાતમાં માછલીની જાળવણી માટેના સૌથી વધુ બરફના કારખાનાં જૂનાગઢ જીલ્લામાં આવેલા છે.
→ માછલીની જાળવણી માટેનો સૌથી મોટો ફ્રિઝિંગ અને કેનિંગ પ્લાન્ટ વેરાવળમાં આવેલો છે.
→ “ઓઈસ્ટર” માછલીના સંવર્ધન માટે કચ્છનો આખાત ઉત્તમ ઉપયોગી છે. કારણ કે ત્યાં છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવની ગેરહાજરી હોવાથી.
→ માછલી પકડવા માટે ગુજરાતમાં સૌથી વધુ યાંત્રિક બોટ જૂનાગઢ , ગીર- સોમનાથ , અને પોરબંદર પોરબંદરમાં જોવા મળે છે.
→ માછલી પકડવા માટે ગુજરાતમાં સૌથી વધુ બિનયાંત્રિક બોટ (હોડી) સુરત અને ભરૂચ માં જોવા મળે છે.
→ મત્સ્ય ઉત્પાદન વધારવા માટે ભારતમાં ભૂરી ક્રાંતિ થઈ છે.
→ ઓખા અને વેરાવળ બંદર વચ્ચે વ્હેલ શાર્ક મળી આવે છે જે શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇