→ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ખુલ્લા અરબી સમુદ્ર પર આવેલું ઐતિહાસિક બંદર મધ્યમ કક્ષાનું (નોન મેજર) બંદર છે.
→ ઈ.સ. બીજી સદીમાં થઈ ગયેલા રોમન ભૂગોળવેત્તા ટોલમી એ પણ તેમની પ્રવાસ નોધપોથીમાં વેરાવળ નો ઉલ્લેખ કર્યો છે.
→ ચોમાસા દરમિયાન વેરાવળનો દરિયા કિનારો તોફાની બનતો હોવાથી આ સમય દરમિયાન આ બંદરને બંધ રાખવામા આવે છે.
→ વેરાવળના દરિયા તળિયે કાદવ-કીચડની સમસ્યા નથી , પરંતુ દરિયાકિનારો સીધો અને તળિયું ખડકાળ હોવાથી તથા પશ્વિમ બેસિન અને બંદરના પ્રવેશ માર્ગની વચ્ચે ખરાબો આવેલો હોવાથી વહાણો માટે જોખમી છે.
→ વેરાવળ એ લાઈટરેજ પ્રકારનું મોસમી બંદર છે.
→ વેરાવળને બ્રેકવોટર દ્વારા સુરક્ષિત બનાવ્યું હોવા છતાં ચોમાસા દરમિયાન તે અસુરક્ષિત છે.
→ વેરાવળના ધક્કાથી અંદાજે 1.5 કિ.મી. દૂર ખુલ્લા દરિયામાં જહાજ લાંગરે છે અને ત્યાર બાદ બાર્જ અને હોડીઓ દ્વારા માલની હેરફેર કરવામાં આવે છે.
→ વેરાવળ બંદર પર માલસંગ્રહ માટે ગોદામો, ઊંટડા અને ધક્કાની ઉત્તમ સગવડ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાઇ છે.
→ વેરાવળ બંદરનો વિકાસ "મત્સ્ય બંદર" તરીકે સૌથી વધુ પ્રમાણમા વિકાસ થયો છે.
→ ખારવા સમાજના ભાઈઓ અહીં માછીમારી વ્યવસ્થા સાથે સંકળાયેલા છે.
→ માછલાંને બગાડતાં અટકાવવા માટે તેના સંગ્રહ માટે શીતગૃહોની સગવડ કરવામાં આવેલી છે.
→ મધ્ય યુગ દરમિયાન મુસ્લિમો હજ યાત્રાએ જવા માટે વેરાવળ બંદરનો ઉપયોગ કરતાં હતા.
→ વેરાવળ બંદરનું ગ્રીક નામ સુરાષ્ટ્રીયન છે.
→ વેરાવળ બંદરે કેનેડાથી અનાજ અને જાપાનથી ખાતરની આયાત થાય છે.
→ UK , હોલેન્ડ, યુગોસ્લોવાકિયા તથા અન્ય યુરોપીયન દેશો અને જાપાનમાં સીંગદાણાની નિકાસ થાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇