Ad Code

Porbandar Port | ગુજરાતનાં બંદરો : પોરબંદર બંદર


પોરબંદર બંદર



→ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ખુલ્લા અરબી સમુદ્ર પર આવેલું પોરબંદર એ બારમાસી બંદર છે.


→ પોરબંદર પર દરિયાઈ મોજાં સામે રક્ષણ મળે તે માટે દરિયામાં "બ્રેકવોટર" બંધવામાં આવ્યું છે.


→ પોરબંદરના દરિયાનું તળિયું ખડકાળ હોવાથી વહાણો જોખમી બને છે અને વખતોવખત ડ્રેંજિંગ દ્વારા તળિયાને ઊંડું બનાવવું પડે છે.


→ પોરબંદરમાં સ્ટીમરો બારામાં સુધી પ્રવેશી શકે છે તથા એક સાથે બે સ્ટીમરો લાંગરી શકાય તેવી સગવડ છે.


→ પોરબંદરની જેટી 175 મીટર લંબાઇ ધરાવે છે.




→ આ બંદર પર 150 મીટર લાંબી સૌરાષ્ટ્ર જેટી પણ આવેલી છે.


→ આ બંદર પર માલસામાન ઉતારવા અને ચડાવવા માટે અત્યાધુનિક ક્રેનની સુવિધા છે.


→ આ બંદર પર માલસામાનના સંગ્રહ કરવા માટે ગોડાઉનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.


→ આ બંદરેથી માલસામાનની હેરફેર કરવા માટે રેલ અને સડક માર્ગની પણ વ્યવસ્થા છે.


→ આ બંદરે માછીમારી ઉદ્યોગ પણ સારા પ્રમાણમાં વિકસ્યો છે.


→ પોરબંદર દરિયાઈ વિશ્વમાં LPG આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદરનું બહુમાન મેળવે છે. આ બંદર નજીક આવેલા IMS Petrogas ના એકમને નિયમિત પ્રવાહી ગેસ પૂરો પાડે છે.


→ બ્રેક વોટર સિસ્ટમ ધરાવતું ગુજરાતનું બંદર છે.


→ આ બંદરનું પ્રાચીન નામ "બોરડેક સીમા" છે.


Post a Comment

0 Comments